ચર્ચા:દેદામલ ગોહિલ

છેલ્લી ટીપ્પણી: દેડમલ જાડેજા વિષય પર 2405:204:8006:361D:0:0:1902:50B0 વડે ૧ વર્ષ પહેલાં

આ લેખ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪ ની દિવ્ય ભાસ્કર ની સન્ડે ભાસ્કરની "ઈતિહાસના ઓજસ" કોલમમા પ્રસિધ્ધ થયેલ છે. આ વીર પુરુષની ઇતિહાસકારો દ્વારા ખાસ નોંધ લેવાયેલ ન હોવાથી આ લેખ વિકિપેડીયાના માધ્યમથી આવા ઇતિહાસ લોકો સુધી પહોચાદવા અત્યંત જરૂરી છે. --Historyking5151 (ચર્ચા) ૨૦:૧૨, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ડિકે રાવલિયાઉત્તર

ડિકે રાવલિયાજી, દૈનિકોમાં છપાયેલા લેખ આપણે એના એ જ સ્વરૂપમાં આપણે અહીંયા રાખી શકતા નથી કેમકે એ કોપીરાઇટેડ મટીરીયલની વ્યાખ્યામાં આવે છે. આપ બીજે કશેથી આપની પોતાની ભાષા વાપરીને સંપુર્ણ સંદર્ભો સાથે આ લેખ ઉમેરી શકશો. યોગદાન શરૂ રાખશો. આભાર, Aniket (ચર્ચા) ૨૧:૦૫, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
@Historyking5151 જુઓ, એક સંદર્ભ ઉમેર્યો છે, તેમજ થોડું લખાણ સરખું કર્યું છે, છતાંય જો થોડા સમય પછી સુધારો ન થાય તો લેખ હટાવી શકાય છે. વધુમાં તમે જ્યાંથી લેખ લીધો ત્યાંનો પણ સંદર્ભ જરૂરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૯, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર

લેખ ફેરફારો સાથે જ મે લખેલો છે... ફેરફાર કરો

કાર્તીકજી, હુ આ વાતથી માહીતગાર હતો કે બેઠે બેઠો લેખ લખવો એ કોપીરાઇટ હેઠળ આવી સકે છે... એટ્લા માટે લેખમા જરૂરી ફેરફારો મે લખતા પહેલા કરી જ દિધેલા છે....આ ઉપરાંત પણ વધુ ઘણા ફેરફારો કર્યા છે જેથી આ લેખ અહિ વિકિપેડીયા પર જાળવી રાખવા આગ્રહ કરુ છુ... આ મારો પહેલો લેખ છે અને આગળ પણ યોગદાન આપતો રહીશ. --49.34.191.120 ૨૩:૩૧, ૩૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST) ડીકે રાવલિયાઉત્તર

આભાર! જો તમને દિવ્ય ભાસ્કરના મૂળ લેખની લિંક મળે તો અહીં મૂકવા વિનંતી છે. વધુમાં દેદામલ ગોહિલના પાળિયાનો ફોટો તમે પાડી શકો તો ઉત્તમ! તે તમે commons.wikimedia.org પર મૂકી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૯, ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર

દેદામલ(દેદુમલ) જાડેજા કે આહિર ફેરફાર કરો

આ લેખમાં જે ઈતિહાસ બતાવવામાં આવ્યો છે તેમાં મને ઘણી ભૂલો લાગે છે. સૌ પ્રથમ તો કોઈ નક્કર સદર્ભ વગર આટલો મોટો લેખ ?? દેદામલ(દેદુમલ) એ નાનાભાઇ જેબલિયા તથા લોકસાહિત્ય ના મર્મી જોરાવરસિંહ તથા સ્થાનીકો ના મત મુજબ ગઢાળી ના ગોહિલ રાજપુતો ના ભાણેજ જાડેજા હતા. આમાં જે એક જ સંદર્ભ મુક્યો છે તેની લિંક પર જઇને પણ આપ ચકાસી શકો છો. આ લિંક http://vankiya.com/page_cms.php?sub_link_id=60 પર લખેલું જ છે કે દેદા એટલે દેદામલ(દેદુમલ) એ રજપૂત હતા. જયારે આ લેખ માં તેને આહિર બતાવવામાં આવ્યા છે. મારી વિનંતી છે કે ચકાસણી કરીને જ આટલો મોટો લેખ મુકવો જોઈએ. આભાર Divyarajsinh.Khachar (ચર્ચા) ૧૭:૦૪, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

હા. સંદર્ભ વગરનો આ લેખ નિષ્પક્ષતા ધરાવતો નથી. @Aniket:, @Dsvyas: - આ લેખ દૂર કરી શકાય તેમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૬, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
આભાર કાર્તિક ભાઈ મારી વાત ને સમજવા માટે,ઈતિહાસ દર્શાવવા નહી પણ ચોક્કસ જ્ઞાતિ ને અનુલક્ષી ને આખો લેખ લખવામાં આવ્યો છે તે પણ અમુક ખોટા સંદર્ભ દર્શાવીને માટે મહેરબાની કરીને એડમીન રાઈટ્સ ધરાવતા સભ્યો આ લેખ ને બને તેટલો જલ્દી દુર કરે જેથી બીજા લોકો ગેરમાર્ગે ના દોરાય. Divyarajsinh.Khachar (ચર્ચા) ૧૮:૪૨, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

અસ્પષ્ટ ફેરફાર કરો

લેખ ધ્યાનથી વાંચતા ઘણો અસ્પષ્ટ જણાય છે. બે વખત એવો ઉલ્લેખ આવે છે કે રા' માંડલીક સાથેની લડાઈમાં રાજા દુદાજી મરાયા, અને તુરંત પછીના લાંબાલચક લખાણમાં આપા દુદા આહિરનું મહંમદ બેગડા સાથે યુદ્ધ થયું એમ વર્ણન છે, જેના અંતે મહંમદ બેગડાની સેનાએ પાછળથી વાર કરીને તેમને માર્યા તેમ લખ્યું છે. આ બંને વિરોધાભાસી હકિકતો છે અને બેમાંથી એકેયનો સંદર્ભ નથી. જો થોડા સમયમાં અહિં સ્પષ્ટતા ન કરવામાં આવે તો એ બધું જ લખાણ દૂર કરવું એમ મારું માનવું છે.

આ ઉપરાંત એક સંદર્ભ જે @KartikMistry:એ ઉમેર્યો છે તે મુજબ દેદામલ ગોહિલ રાજપૂત વંશના હોવાનું જણાય છે માટે મેં પ્રારંભિક પ્રસ્તાવનામાં આહિરને બદલે રાજપૂત કર્યું છે, પરંતુ બાકીના આખા લેખમાં આપા દુદા આહિર કે દુદા આહિર એવો ઉલ્લેખ જોવા મળે છે, માટે શક્ય છે કે આ બે વ્યક્તિઓ અલગ હોય, દેદામલ ગોહિલ કે જે રા' માંડલિકને હાથે મરાયા અને આપા દુદા આહિર, જે મહંમદ બેગડાને હાથે મરાયા. વધુમાં મસ્તક કપાયા બાદ ધડ લડતું રહે એવું તો સૌરાષ્ટ્રની અનેકોનેક લોકગાથાઓમાં આવે છે, પરંતુ તેનો કોઈ ઔતિહાસિક ઉલ્લેખ ન હોય તો તે લખાણ સૌરાષ્ટ્રના દરેક વિરના લેખમાં લખવું ઉચિત જણાતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૫, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

આ લેખ ને રદ કરવો જ હિતાવહ છે,પ્રસ્તાવના માં રાજપૂત બાકી બધી જગ્યા એ આહીર. આવું કોઈ વાંચે તો એને શું સમજવાનું ? બીજી વસ્તુ આપા શબ્દ ફક્ત કાઠી રાજપૂતો માટે જ ઉપયોગ થતો આ લેખ માં જે દેહુમલ જાડેજા ની વાત છે ગરાસિયા રાજપૂત હતા જેમની માટે આપા શબ્દ નો ઉપયોગ થતો જ ન હતો. --Divyarajsinh.Khachar (ચર્ચા) ૨૦:૩૫, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

દેદામલ કે દેહુમલ ની અટક વિષે ફેરફાર કરો

જે દેહુમલ ની અટક વિશે સમસ્યા જાગી છે એના વિશે આપને સંદર્ભો સહિત જણાવુ તો,,રા માંડલિક ના સસરા દેદાજી ગોહિલ હતા,લાઠી ના રાજપુત રાજવી, અને શંભુપ્રસાદ દેસાઇએ એમના પુસ્તક મા દેદા કુટે એ પ્રથા મા એ દેદાજી ગોહિલ હોઇ એ માન્યતા સંભવે એ કહ્યુ હતુ, પરંતુ આગળ વધુ સંશોધન રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા લેખક શ્રીએ સ્થાનીકો ને સાથે રાખી કર્યુ જે મુજબ તે દેહુમલ જાડેજા હતા અને ગઢાળી ના ગોહિલ રાજપુતો ના ભાણેજ હતા,,એને નજર ના લાગે એટલે એ વખત ની પ્રથા મુજબ તેને દેદો કહેતા.

https://drive.google.com/open?id=1Bz5xg4a5aUmCiDjAxuclhaQcfgejJlii : - આમા ગોહિલ તરીકે ઉલ્લેખ, પણ રાજપુત જ

અહિં તેમને ગોહિલ વર્ણવ્યા છે અને રા' માંડલિકને હાથે વધ થ્યાનો પણ ઉલ્લેખ છે. આ પૃષ્ઠ કયા પુસ્તકમાંથી લીધું છે તે વિગતે જણાવશો (પુસ્તકનું નામ: સૌરાષ્ટ્રનો ઇતિહાસ, લેખક, પ્રકાશનનું વર્ષ, પ્રકાશકનું નામ, પ્રકરણનું નામ, પૃષ્ઠ સંખ્યા: ૩૯૦, વગેરે) તો લેખમાં ઉમેરી દઈશું જેથી સત્યાર્થતાનો પ્રશ્ન ભવિષ્યમાં ટાળી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

https://drive.google.com/open?id=1uNwXcdOJtVQlu6Gz3-5fP355t6MjYnr2 : - આગળ નુ સંશોધન જાડેજા પુરવાર કરે છે ગોહિલ ના ભાણેજ

ઉપરોક્ત સંદર્ભમાં દેદામલનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, વધુમાં તે વાર્તા જેવું લખાણ છે, જેને સંદર્ભ તરીકે ન ગણી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

ધન્ય હો ધન્ય હો જાડેજા દેદારમલ , વિણ સ્વાર્થે ભલુ કામ કીધું, એક પળ વારમાં ઇન્દ્ર દરબાર માં, ઉચ્ચકોટી તણું સ્થાન લિધુ!

હાથ મીંઢોળ ને અંગ પીઠી ભર્યુ; 'લગન'નો હરખ હૈયે ભરેલો, વીર દેદારમલ, દેવ ના દૂત સમો એ સ્થળે આજ આવી ચઢેલો

ઉપર જણાવેલ જુના લોકવાણી ના દુહા છે જેમાં જાડેજા જ છે જે આ કડી ઉકેલવા મા મદદ કરશે.

https://drive.google.com/open?id=1AeNKKZAut0-Rt8DuiKxcUc0czpqWCowy : તથા આ અમરેલી ની આરસી નામના પુસ્તક મા અમરેલી ના જ સ્થાનીક તથા વિદ્વાન શ્રી ગોરધનદાસ સોરઠીયાએ પણ એને ક્ષત્રિય જ કહ્યા છે અને ક્ષત્રિય જ લગ્ન પ્રસંગે કેસરી વસ્ત્રો પહેરે જે જોઇ કુમારીકાઓ એને ઓળખી ક્ષત્રિય ધર્મ યાદ કરાવી ને મદદ માંગે છે આમ ઘણુ કરી ને તેઓ આહિર પુરવાર થતા નથી.

અહિં દેદરમલ નામ જણાવ્યું છે, એ દેદરમલ એટલે દેદામલ જ એમ સાબિત કરવા અન્ય સંડર્ભ જોઈએ. લોકગાથાઓમાં કે લોકબોલીઓમાં એક નામ અનેકરીતે બોલાતું હોઈ શકે, પણ જ્યારે જ્ઞાનકોશ/માહિતીકોશમાં લખતા હોઈએ ત્યારે સભાનપણે ચોક્સાઇપૂર્વકનું જ લખાણ જેને સામાન્ય વ્યક્તિ વિષય સાથે સાંકળી શકે તેમ હોય તેને જ સ્થાન આપવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

https://drive.google.com/open?id=1DXZ1Gbv7F1lCIU6iK18o7gXFu0FaQqmY : લોકસાહિત્ય નું રસદર્શન પુસ્તક વર્ષ - ૧૯૬૫ માં પણ ઉલ્લેખ છે કે આ દેદો કૂટે તે રીવાજ જેના પરથી આવ્યો તે રાજપૂત અર્થાત ક્ષત્રીય જ છે.

અહિં પણ દેદારમલ, દેદામલ નહિ. અને વધુમાં કોઈ ઇતિહાસરૂપ પુસ્તક નથી જણાતું. લોકગીત કે અર્વાચીન ગીતની સમજૂતિ આપતા લખાણને સંદર્ભ કેમ કરીને ગણી શકાય?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

જેટલા પણ સંદર્ભ છે તે બધી અલગ અલગ જ્ઞાતિ ના લેખકો છે. જેમકે વાકિયા ગામ ની વેબસાઇટ -પટેલ , શ્રી નાનાભાઇ જેબલિયા- ક્ષત્રિય(વિખ્યાત વાર્તાકાર) , શ્રી જોરાવરસિંહ જાદવ-કારડીયા રાજપુત(વિખ્યાત લોકસાહિત્ય ના મર્મી) , ગોરધનદાસ સોરઠીયા-પટેલ લેખક , યશવંત વ્યાસ (લો.સાહિત્ય નુ રસ દર્શન-બ્રાહ્મણ) , શંભુપ્રસાદ દેસાઇ(વિખ્યાત ઇતિહાસકાર)-બ્રાહ્મણ બધાજ દેદા ને ક્ષત્રિય માને છે

ફક્ત અમુક આહિરો ને જ અમુક ભ્રાંતી હોવાથી આ સ્વીકાર મા વાંધો આવી રહ્યો છે.. માટે આપણે આ વિદ્વાનો જેમણે ગુજરાત નુ નામ ભારતભર મા રોશન કર્યુ અને પુરા નિષ્પક્ષ છે તેમનો મત જ સર્વથા સિધ્ધ ઠરે છે.

Divyarajsinh.Khachar (ચર્ચા) ૨૧:૩૬, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

@Divyarajsinh.Khachar:, આપનો આભાર કે આપે સંદર્ભો અહિં ટાંકી આપ્યા. હું જરા ફુરસદથી ચકાસીને ઘટતું કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૭, ૨૭ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
મેં લેખમાંથી આહિરના ઉલ્લેખો દૂર કર્યા છે અને વિસંગત જણાતી માહિતી પણ કાઢી નાખી છે. ઉપર દરેક સંદર્ભની નીચે મેં મારી ટિપ્પણી લખી છે જે જોઈ જશો.
વધુમાં એક વાત (અને વિનંતિ) કરવાની કે, મહેરબાની કરીને અહિં જાતીવાદનું રાજકારણ ન રમતા તટસ્થ અને નિષ્પક્ષ દૃષ્ટિએ સમાજને ઉપયોગી માહિતી પૂરી પાડીએ. ઉપરના સંદેશામાં એ તર્કનું કોઈ સ્થાન નથી કે જેટલા પણ સંદર્ભ છે તે બધી અલગ અલગ જ્ઞાતિ ના લેખકો છે. (અને તે પછીની બે લીટીઓ). શું આપ એમ કહેવા માંગો છો કે જો એ બધા સંદર્ભો રજપૂતોના હોત તો અહિં તેમનો સમાવેશ કરવામાં પીછેહઠ થાત? આ લેખ દુદામલ/દેદામલ/દેદારમલ/દેદરમલ ક્ષત્રિય કે આહિર હોવાને કારણે નથી લખવામાં આવ્યો, તે ઈતિહાસનું એક અગત્યનું પાત્ર છે અને અત્યારે એમના વિષેની માહિતી ક્ષીણ છે માટે લખવામાં આવ્યો છે. આશા રાખું છું કે ભવિષ્યમાં આ લેખ કે અન્ય લેખમાં પણ જ્ઞાતિ આધારિત તર્કો ન કરતા ઈતિહાસની બારીકાઈઓ પર વધુ ધ્યાન આપવામાં આવે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૮, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
@Dsvyas:, માફ કરશો પરંતુ મારો કોઈ એવું જાતી નું રાજકારણ રમવાનો ઈરાદો નહોતો ઈતિહાસ ની કદર હોય છે તેની જ્ઞાતિ કે જાતી નું મહત્વ નથી પરંતુ જુનો લેખ જોતા જ આપને દેખાયું હશે કે તે લેખ શેની માટે લખવામાં આવ્યો હતો. તે લેખ માં દરેક જગ્યા એ જ્ઞાતિ પર ભાર મુકવામાં આવ્યો હતો અને ખોટા સંદર્ભ ધ્વારા જે આખો લેખ લખી નાખવામાં આવ્યો હતો. જયારે બીજા પ્લેટફોર્મ પર આ ઈતિહાસ શેર કરવામાં આવ્યો અને આની ભૂલો બતાડવામાં આવી તો આટલા સંદર્ભ હોવા છતાં અમારી વાત ને નકારી કાઢવામાં આવી અને વિકિપીડીયા માં આપેલું છે એટલે તમે જોઈ લો એ સાચું જ છે તેવી રીતે બચાવ કરવામાં આવ્યો. જયારે ત્યાં પણ મેં અમુક સંદર્ભ મુક્યા તો લેખકો ની જ્ઞાતિ વાળો પ્રશ્ન કરવામાં આવ્યો હતો એટલે મારા થી અહિયાં પણ એવી વાત લખાઈ ગઈ. મૂળ તો આવા લેખ નાં જ લીધે જ વધારે ગેરસમજ ઉભી થાય છે.સામાન્ય માણસો ના મનમાં વિકીપીડીયા નું મહત્વ ઘણું છે પરંતુ એમાં જ જો આવા સંદર્ભ વગરના જ્ઞાતિ અધારીત લેખ અને ઈતિહાસ બનાવીને તેનો દુર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કોઈક વાર આવું લખાઈ જાય છે. Divyarajsinh.Khachar (ચર્ચા) ૧૩:૧૪, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
@Dsvyas:, હજી પણ આપે દેદા આહીર નો ઉલ્લેખ કર્યો છે તે મને સમજાયું નહી ?? આપે જે મારા સંદર્ભ ટાંક્યા છે તેમાં તેનો ઉલ્લેખ રજપૂત નો જ છે નાં કે આહિર નો. Divyarajsinh.Khachar (ચર્ચા) ૧૪:૨૫, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
ઉપરોક્ત ઉલ્લેખ સુધારેલ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૨૧, ૨૯ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
@Divyarajsinh.Khachar:, માફ કરજો, એ આહિરનો ઉલ્લેખ ધ્યાન બહાર રહી ગયો હતો. પરંતુ ભવિષ્યમાં તમે પણ એવી ભૂલો સુધારી શકો છો જે રીતે કાર્તિકભાઈએ સુધારી છે.
આપે જે મુદ્દો અહિં જણાવ્યો કે અન્ય પ્લેટફોર્મ પર તમે આ ખોટી માહિતી પર ધ્યાન દોર્યું હતું અને ત્યાં વિકિપીડિયામાં છે માટે સાચું તેમ જણાવવામાં આવ્યું હતું, તે ખરેખર ખેદજનક છે. એક વાત સૌએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે વિકિપીડિયામાં હોય તે બધું સાચું જ હોય તેવું જરૂરી નથી, લોકોની એ માન્યતાનો ભંગ ન થાય એ માટે જ અમે અહિં સંદર્ભ અને તે પણ યોગ્ય સંદર્ભનો આગ્રહ રાખીએ છીએ. વિના સંદર્ભની કોઈ પણ માહિતી પર ક્યારેય ભરોસો રાખવો જોઈએ નહિ, ભલે તે વિકિપીડિયા હોય કે માહિતીનો અન્ય સ્રોત.
આપ કૃપા કરીને મને નીચેના ઢાંચામાં ખૂટતી વિગતો પૂરી પાડશો? તમારી પાસે એ પૃષ્ઠ સ્કેન કરેલું છે એટલે માની લઉં છું કે એ પુસ્તક પણ તમને હાથવગું હશે.
પુસ્તકનું નામ સૌરાષ્ટ્રનો ઇતિહાસ
લેખક શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ
પ્રકાશનનું વર્ષ ત્રીજી આવૃત્તિ : ૧૯૯૦
પ્રકાશકનું નામ પ્રવીણ પ્રકાશણ - પ્રવીણચન્દ્ર એમ. પટેલ
પ્રકરણનું નામ રા'માંડલિક-૩જો
પૃષ્ઠ સંખ્યા ૩૯૦
અન્ય માહિતી
--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૨, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

દેદો જાડેજા હોવાનો એકપણ સંદર્ભ યોગ્ય જણાતો નથી ફેરફાર કરો

મુળ લેખમા આટલો મોટો ફેરફાર ક્યા યોગ્ય સંદર્ભને ધ્યાને લઇને કરવામા આવ્યો છે? અહિ રજુ કરેલા એકપણ સંદર્ભ ઠોસ પુરાવા આપિ સકતો નથિ કે દેદારમલ એક રજપુત શખ્સ હતો. જો કે તે આહીર હોય કે રજપુત તેનાથી કોઇ ફરક પડે નહિ. તે ઇતિહાસનુ એક અમર પાત્ર છે તે માટે આ ઇતિહાસ લોકો સુધિ પહોચાડવો જરૂરી છે. શુરવીરતા કોઇ નાત-જાતને વરેલી હોતી નથી પણ તેણે કરેલા પરાક્રમોને આધારિત હોય છે. પરંતુ કોઇ પણ ઐતિહાસિક પાત્રનો સાચો પરિચય આપવો પણ જરૂરી હોય છે. પરિણામે તેના રજપુત હોવાની માંગણી પર આપેલા તમામ સંદર્ભો જોતા તે એકપણ મજબુત પક્ષ રાખી શકતા નથી

divyarajsinh khachar જીએ રજુ કરેલા તમામ સંદર્ભ અર્થવિહિન જણાય છે. તેમણે રજુ કરેલા દુહામા પણ 'જાડેજા' સબ્દ બહારથી ઉમેરેલો હોય તેવુ લાગે છે. અને આ દુહા જુના હોય કે કોઇ પૂસ્તકમા હોય તેવો સંદર્ભ પણ રજુ કરવામા આવ્યો નથી. ઉપરાંત તેમણે કથિત સમાચાર પત્રની ફોટોની લિંક પણ મુકિ છે. તે પ્રમાણે તેને રાજપુત ગણાવ્યો છે. પરંતુ આવો લેખ તો દિવ્યભાસ્કમા પણ પ્રસિધ થયેલો હતો જેમા તેને આહીર જણાવવામા આવ્યો છે. તો આમ લેખકોએ તેમના આપેલા પરિચયમા વિરોધાભાસ પ્રવર્તે છે. તેથી દેદારમલને જાડેજા સિધ કરી ન શકાય. ઉપરાંત તેમણે મુકેલ "સૌરાષ્ટ્રનો ઇતિહાસ" પુસ્તકનો સંદર્ભ જણાવ્યો છે જેમા ધ્યાનથી આ સંદર્ભ જોતા તેમા ફક્ત રા' રાજવી અને તેના સસરા દુદાજીના યુદ્ધનુ વર્ણન છે જે દુદાજી અને દેદારમલ ગોહિલ બન્ને અલગ વ્યક્તિઓ છે. અને તે પૂસ્તકના પેજમા ક્યાય પણ એવુ નથી લખેલુ કે દેદો રાજપુત જાડેજા હતો. જાડેજા શબ્દ કે તે ગોહિલનો ભાણેજ હતો એવુ કશે લખેલુ ધ્યાને આવતુ નથી તો દેદારમલ જેવા વિરાટ ઐતિહાસિક પાત્રના ઇતિહાસ સાથે છેડછાડ કરી તેને જાડેજા કેમ દર્શાવવામા આવે છે? દેદારમલ ગોહિલ હતો એવુ સિદ્ધ થતુ હોય તો તે જાડેજા કેવી રિતે હોય શકે ? અહિ તેના બિજા પક્ષે વિચારતા લાઠી અમરેલીના સ્થાનિક ગઢવી અને બારોટોને પુછવામા આવે તો તે દેદા ગોહિલની બહાદુરીનુ વર્ણન કરતા તેને આહીર જણાવે છે. અને આજે પણ લાઠીમા ગોહિલ શાખ વાળા આહીરોની મોટી વસ્તિ છે. તેથી રજુ કરેલા મૌખિક ઇતિહાસને અહિ સદર્ભ તરિકે રજુ નથી કરી શકાતા એ દુર્ભાગ્ય છે. અહિ ગેરસમજ થવાનુ મુખ્ય કારણ એ છે કે ગોહિલ શાખ આહીરમા પણ હોય અને રાજપુતમા પણ હોય. પરંતુ તેને જાડેજા દર્શાવવો એ વાત એકપણ સંદર્ભમા સિધ્ધ થતી નથી.

તો કોઇ પણ આધાર વિના આટલા મોટા લેખમા આવા ફેરફારો યોગ્ય જણાતા નથી. તેથી વિકિપેડીયા સંચાલકોને આગ્રહ છે કે મુળ લેખ પાછો લખવામા આવે અથવા તો લેખમાથી જાતિગત શબ્દો દુર કરવામા આવે. જેથી લોકો વારવાર આ ઇતિહાસ વાચિને ભ્રમિત ન થાય. સાભાર સહ... --Historyking5151 (ચર્ચા) ૧૪:૪૩, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયાઉત્તર

મારા મતે તો કોઇપણ આધાર વગરનો લેખ વિકિપીડિયા પર હોવો જ ન જોઇએ. આખો લેખ જ દૂર કરવો જોઇએ જેથી વધુ ચર્ચાને બદલે આપણે સારા લેખો બનાવીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૪૮, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
મા. @Historyking5151:, મેં ઉપર મારી દલીલોમાં જણાવ્યું જ છે કે દેદો અને દુદામલ એક જ વ્યક્તિ છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી, અને એ જ રીતે દેદારમલ, દુદામલ, દેદામલ, વગેરે બધાજ એક જ વ્યક્તિના નામો છે તેવો કોઈ લેખિત પૂરાવો હજુ સુધી કોઈએ રજૂ કર્યો નથી. તમે પણ અહિં એ જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છો. આમ જો લેખ બનાવનાર અને સુધારનાર બન્નેમાં એ એક જ સંશય હોય કે ખરેખર આ લેખ કઈ વ્યક્તિ પર લખાયો છે અને તેના સંબંધિત સંદર્ભ્યો ક્યાં છે, તો આ લેખને અહિં રાખવો જોઈએ નહિ. હું લેખને હટાવવા માટે નામાંકિત કરું છું. જો લાઠીના દેદામલ વિષે ૩ દિવસમાં કોઈ યોગ્ય સંદર્ભ રજૂ નહિ કરવામાં આવે તો આ લેખ દૂર કરવામાં આવશે. ત્યાં સુધી હું લેખને સુરક્ષિત કરી રહ્યો છું જેથી એમાં વધુ કોઈ ફેરફારો ન થાય. હવે પછી, આ લેખનિ સત્યાર્થતા વિષે જે કાંઈ ચર્ચા કરવી હોય તે અહિં ચર્ચાના પાને કરવા વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૦, ૩૦ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર


કોઇ પણ ચર્ચા માં પુર્વાગ્રહ આધારીત વાર્તાલાપ કરાઇ રહ્યુ હોઇ ત્યા આપેલા કોઇ પણ સંદર્ભ/પ્રુફ ની અવગણના તથા તથ્યો સામે આખ આડા કાન થતા હોઇ છે જે સાચી માહિતી ના વિકાસ ને રુંધે છે.જે અગાઉ ચર્ચા નુ રટણ થયુ તે હજી પુનરાવર્તીત કરતા હુ તમામ ને સમજાવા ઇચ્છુ છુ કે જે રીવાજ દેદા કુટવાનો છે, જે વ્યક્તિ એ તેના માટે શહાદત વહોરેલી છે તે વ્યક્તિ જન્મે રાજપુત જ છે. આહિર સમાજ પ્રત્યે માન છે તે પણ લડાયક અને ખમીરવંતી કોમ છે પરંતુ હવે આધારો તપાસતા અગર દેદા રાજપુત ઉપસી આવે તો હાની શુ છે? એ ખેલદિલી પુર્વક સ્વીકારાવુ જોઇએ.

ડીકે રાવલિયા ભાઈ દ્વારા થતા પ્રશ્નો મા ગેરમાર્ગે દોરવાની પ્રવૃતી વધુ દેખાય છે. હાલ અમે કડીબધ્ધ માહિતી આપીએ છીએ એ અંગે વધુ સમજાશે. ૧) પ્રથમ તો ડીકે રાવલિયા ભાઈ આપ 'સૌરાષ્ટ્ર નો ઇતિહાસ' (પ્રકાશન વર્ષઃ ૧૯૫૭,૧૯૬૮,૧૯૯૦, ચેપટર નુ નામઃ રા'માંડલિક-૩જો(pravin prakashan)ની ફુટ નોટ સુધી નથી વાંચી રહ્યા અને એમા ફક્ત માંડલિક અને દુદાજી ના યુધ્ધ ની વાત જણાવો છો તો આપ ૬૦૦/૭૦૦ વર્ષ જુના ઇતિહાસ સુધી કેવી રીતે વાત કરી શકો છો? ફુટ નોટ મા લખ્યુ જણાય છે કે 'હાય હાય દુદો મરાણો લાઠી ના ચોક માં' અહિ લેખલે દેદા ને દુદાજી ગણાવ્યા હતા આ એમનુ અનુમાનીક મતંવ્ય છે પણ તે આગળ અમે આગળ ના પોંઇટ મા વધુ સમજાવીશુ કે જાડેજા કેમ વધુ યોગ્ય છે. ૨)ડી.રાવલિયાઃ રજપુત હોવાનો પક્ષ મજબુત નથી જવાબઃ આ કેવી હાસ્યાસ્પદ વસ્તુ છે જે એમણે અગાઉ એમની પોસ્ટ મા વાંકિયા ગામ ની વેબસાઇટ નો રેફરન્સ મુકેલો એમાજ તો દેદા રજપુત શબ્દ છે તો તેમણે શુ કામ એમણે રજપુત શબ્દ ની લિન્ક રેફર્ન્સ મા વાપરી? (વાંકિયા ગામ ની વસ્તી ૧૧૦૦૦+ છે અને આવા ઘણા ગામો મા આ રીવાજ છે જે વાંકિયા ની બહુમત પ્રજા ની જેમ દેદા ને રાજપુત જ માને છે અને કન્યાઓ એમનુ ચિત્ર બનાવતી વખતે રાજપુતી વેશભુષા રાખે છે.) અમે દિ.ભાસ્કર અને ગુજરાત સમાચાર ના કટીંગ ઉપરાત ગોરધનદાસ સોરઠીયા (અમરેલી ની આરસી-૧૯૯૭),યશવંત વ્યાસ (લોકસાહિત્ય નુ રસદર્શન-વર્ષ-૧૯૫૬) ના રેફરન્સ આપ્યા છે જે તમામ મા રાજપુત છે. ૩)ડી.કે રાવલિયાઃ લાઠી મા ગોહિલ આહિરો ની મોટી વસ્તી છે. જવાબઃ લાઠી ગોહિલ રાજપુતો નુ સ્ટેટ છે એ કેમ આપ ભુલી જાઓ છો દરેક આવા રાજ્ય ની પ્રજા એમના શાશન કર્તા ની અટક વાપરે છે આથી લાઠી મા આહિર,વસવાયા,પ્રજાપતી તેમજ દલિત કોમો મા પણ ગોહિલ બહોળા પાયે છે. માટે આ કંઇ તર્ક જ નથી. ગામ ગઢાળી પણ લાઠી રાજપુત ભાયાત હતુ અને દેદા એ એમના ભાણેજ જાડેજા હતા. ૪)ડીકે રાવલિયાઃલાઠી અમરેલી મા ગઢવી/બારોટો દેદા ને આહિર કહે છે.તેમજ એમનો ઇતિહાસ મૌખીક છે તેથી આપવો અશક્ય છે. જવાબઃ આ દલિલ પણ રાવલિયા સાહેબ ની ઘણી હદે ગેરમાર્ગે દોરનારી છે કેમ કે તેઓ ભલી ભાતી જાણે છે કે વિકિપીડીયા ના મોડરેટરભાઇઓ ત્યા ચકાસણી માટે આવવાના નથી. અરે,જ્યા આખા વાંકિયા ગામ ના લોકો એમના પુજ્ય ને રાજપુત માનતા હોઇ ત્યા ગઢવી બારોટ પણ એમાજ આવી જાય.. તેમજ ગઢવી-બારોટ પાસે મૌખીક જ ઇતિહાસ હોઇ એવુ કોયે કિધુ? તેમની પાસે હસ્તપ્રત,ચોપડો,પરિયો અને વંશાવલિ હોઇ છે. જે બારોટ દાવો કરતા હોઇ એમની પાસે અવશ્ય આ લખાણ હોઇ જ તો તમે અમને અપાવો અમે સ્વખર્ચે એ હસ્તપ્રત ની ભાષા ઉકેલાવડાવી ને પરત કરીશુ. પરંતુ આ ગંભીર ચર્ચા મા ચારણ/બારોટ ના અપ્રાસંગીક સાક્ષ્ય મા ના ભરમાવો જે ક્યારેય રજુ નથી થઇ શકવાના કેમ કે એ હોવાનો સંભવ જ નથી. અધુરામા પુરુ આપ આખ્યાનકાર પોપટગીરી બાપુ નુ કુંભારાણા આખ્યાન ખંડ કેસેટ ખરીદી સાંભળો એમા દેદા નુ ઉદાહરણ અપાયુ છે એ પણ એક રાજપુત તરીકે. ૫)ડીકે રાવલિયાઃદેદારમલ દેહુમલ એક જ છે એવો લેખીત પુરાવો નથી મળ્યો. જવાબઃ શુ વચ્છરાજ સોલંકિ કે વત્સરાજ સોલંકિ અલગ અલગ થાય જી ના, આ તો લોકભાષા મુજબ બોલાતા શબ્દો છે. તેમજ એ વખતે બર્થ સર્ટી ના હતા કે લેખીત પુરાવા હોઇ તેમજ જો આપની પાસે શુ જાતી નો દાખલો છે કે દેદા આહિર હતા? આમ નાહક નો ગુંચવડો ઉભો શીદ ને કરો છો??? 6)દેદા જાડેજા હતા કે ગોહિલઃ હા મિત્રો હવે આ એક જ કન્ફ્યુઝન હોઇ શકે કે તેઓ ગોહિલ હતા કે જાડેજા, કેમ કે તેઓ રાજપુત હતા કે આહિર એ બાબત મા દરેક પુરાવા રાજપુત ની તરફેણ કરે છે. મુરબ્બી શ્રી નાનાભાઇ જેબલિયા તથા જોરાવરસિંહ જાડેજા ના અભીપ્રાયો યોગ્ય સુદ્રઢતા થી જાડેજા હોવાનુ આલેખન કરે છે, બેઉ ના લેખો મા લાઠી ના ગોહિલ ભાયાત ના ભાણેજ જાડેજા હોવાનો જ ઉલ્લેખ છે.આ બંને લેખકો રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા છે.

https://drive.google.com/open?id=11Snsr0KalOxkZIIQenVhMY4Q8TRJtZ1y : લાઠી ગામ માં દેદા ની જગ્યા

ઘણીવાર આવી ઇતિહાસ ની કથા,મા થતા આવા જાતીવાદ ના ખટવાદો ઇતિહાસ ની માન્યતા ને વધુ કલ્પીત અને અમાન્ય કરી નાખે છે આપણે જાતીવાદ થી ઉપર ઉઠી ને કથાઓ ને આવકારવી જોઇએ પણ એમા થતી છેડછાડ હરગીજ અમાન્ય હોવી જોઇએ જેથી કથા નુ મહત્વ જળવાઇ રહે, અમે તમામ સંદર્ભો ટાંક્યા છે અને દેદા વિશે અમારી કથા મુકવા માન્યતા પ્રાપ્ત ઠરીએ છીએ,અમને અમારી લોકલથા મુકવાનો અવકાશ ખુલ્લો કરવા મા આવે કેમકે ૫૦ વર્ષ જુનુ સાહિત્ય તથા સદિઓ થી ગવાતા મરશીયા અને દેદા કુટવા ની પ્રથા દરમિયાન ગવાતા ગીતો ખુબ વિસ્તાર થી મુકિ શકિએ છીએ જે વાચકો ને મનપ્રદ રહેશે...

Divyarajsinh.Khachar (ચર્ચા) ૧૨:૦૫, ૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

divyasihn khachar જી તમે દેદાના વ્યક્તિત્વ કરતા તેના રાજપુત, જાડેજા હોવા પર વધારે ભાર મુકી રહયા છો . તે ગોહિલ હતો કે જાડેજા તેમા પણ તમોને શંસય છે. હાલમા જે છેલ્લે તમે લિંક રજુ કરી છે તેમાં પણ બહારથી ફોટો ઇડિટિંગ એપ્લિકેશનથી જાડેજા લખી દિધેલુ છે. તમોશ્રી આવા આધારવિહિન સંદર્ભથી ફક્ત કઇ રિતે દેદાને જાડેજા દર્શાવી શકો? તમોએ જે મોટા મોટા લેખકોના અને કવિઓના નામ રજુ કર્યા છે કયારે દેદાને જાડેજા રજપુત બતાવ્યો તેનો સંદર્ભ તો રજુ કરી શકો જો હકિકતમા તેમણે દેદા વિસે લખ્યુ પણ હોય તો. દેદો આહીર હતો કે જાડેજા હતો કે ગોહિલ હતો કે એ વિશે તમે ખુદે જ શંસય ઉભો કર્યો છે તેથી આ ગેરસમજ દુર થાય તે માટે હુ એક ઠોસ સંદર્ભ રજુ કરૂ છુ. જેથી આ સંદર્ભ ધ્યાને લેવા સંચાલકોને વિનંતી.

"લેખક: નટુદાન બારોટ પૂસ્તક: આહીરની ઉદારતા ભાગ-૩ પકરણ: ૭ (પેજ નં. ૫૭) "

આ પૂસ્તક મારે હાથવગુ ન હોવાથી લિંક મુકી શક્તો નથી. પરંતુ જલ્દ જ ઉપલબ્દ કરાવીશ. જેમા સ્પષ્ટ લખેલુ કે દેદો આહીર હતો.

ખાચરજી એ રજુ કરેલા કોઇ પૂસ્તકનો ઠોસ સંદર્ભ આપેલો નથી. આપેલો છે સંદર્ભ (સૌરાષ્ટ્રનો ઇતિહાસ વાળો) તેમા પણ અન્ય વિગતો છે પરંતુ તેને જાડેજા પુરવાર કરતુ વાક્ય પણ લખેલુ નથી. આમ મે રજુ કરેલો સંદર્ભ યોગ્ય ઠરે તો મુળ લેખ પાછો લખવામા આવે અથવા જો યોગ્ય ઠરે નહિ તો લેખ જ સંપૂર્ણ પણે દુર કરવામા આવે જે સાથે હુ મારી સંમતિ રજુ કરૂ છુ. કેમ કે ત્યારપછી વધુ વિરોધાભાસ ઉત્પ્ન ન થાય અને વાંચકો ભ્રમિત ન થાય. --Historyking5151 (ચર્ચા) ૧૪:૧૭, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયાઉત્તર

સચોટ સંદર્ભો આપશો ફેરફાર કરો

આ લેખ દૂર કર્યો છે, કેમકે દેદામલ, દુદામલ, દેદો, ગોહિલ, જાડેજા, આહિર, વગેરે બધા જ મિશ્ર ઉલ્લેખો મળે છે એટલે આ લેખ આ બધી વ્યક્તિઓમાંથી કઈ વ્યક્તિ વિષે છે તે સ્પષ્ટ નથી. @Divyarajsinh.Khachar અને Historyking5151:, આપને વિનંતિ કરવાની કે હવે પછી ફક્ત આ વ્યક્તિના ચોક્કસ નામ અંગેના સ્પષ્ટ સદર્ભો અહિં રજૂ કરશો જેથી ખરા અર્થમાં વાંચકોને ઉપયોગી થાય એવું કાંઈક અર્થસભર અહિં લખી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૩, ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ (IST) dedalmal kaya gamma parnva jata hata te chek karo.....kai atak ma lagan hata te chek karo....biju ke story mujab jayare hindu dikrio ne pachi lavvama aave se tayare lathi gaamni baharti dedalmal aave se tenathi falit thay ke dedalmal lathi gaam na na hovathi lathi gaamna ahir gohil sathe kai sanbandh na hoy sake....biju aek karan jo ae lathi na hoy to gaamna aagevano ane loko ane khass kari ne hindu dikrio temne olketaj....story mujab aa loko temne nathi olkhta biju aek ke dedalmal pote janave se ke ajani ben dikrione aamarathi jaan ma na lai javay....teno arth aeke teo na to lathi gaam na se ke na teo ne ado ke sidho sanbandh lathi gaamna gohil atak vala ahiro sathe hoy.....bijuke aa dedalmal mama na ghare rahi ne samany gharvala hoy sake aetle aemne mota rajvada sathe pan sanbandh na hoya sake....jayare aava veer puruso ni vaato hoy to saty savikari ne raju karvi joiye pachi bhale te aahir hoy ke rajput hoy .....popatgiri bapu ni keset parmane teo rajput batavaya se....ane me je kai lakhyu se te temni stori uparthi lakhyu se....aa story uparthi aetlu to falit thay j se ke dedalmal lathi gaamna to hataj nahi....ane biju stori mujab teo nana hata tayare mama na ghare aavya tayarna stori mujab na sabdo temna mata na aevahata ke have kutunbio garas na karne dedalmal ne mari pan nakhe tevu popatgiri bapuni keset ma se ...aetle rajput j hoy sake aeto falit thay se.....8128189889 mari koi bhul thati hoy to mafi aapjo ...hu pote kardiya rajpit vikramsinh parmar. ...mane story mujab je jaan hati te lakhyu se....jay matajiઉત્તર

દેડમલ જાડેજા ફેરફાર કરો

દેદમલ આહીર હોવાનો એક પણ પુરાવો ઇતિહાસ માં મળતો નથી 2405:204:8006:361D:0:0:1902:50B0 ૦૯:૨૭, ૯ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

Return to "દેદામલ ગોહિલ" page.