ચર્ચા:નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન

કોતર એક નારી જાતિ શબ્દ છે તેને નાન્યતર જાતિમાં ન ફેરવશો.

મિત્ર સુશાંત, આપની કાંઇક ભૂલ થતી લાગે છે, કોતર કદાચ હિંદી ભાષામાં (કે જેમાંથી આપ મોટે ભાગે અનુવાદ કરો છો) સ્ત્રીલિંગનો શબ્દ હોઈ શકે, પરંતુ ગુજરાતીમાં તે નાન્યતર જાતી (નપુંસકલિંગ)નો શબ્દ છે, અને તેને તેમ જ લખવો જોઇએ. વધુમાં આપને ફરી એક વખત વિનંતી કરવાની કે ચર્ચાનાં પાના પર સંદેશો લખ્યા પછી આપની સહી કરવાની આદત કેળવશો. આપ કોતર શબ્દ કયા લિંગનો છે તેના પર થોડું સંશોધન કરી જુઓ, જો નિષ્ફળતા મળે તો મારો સંપર્ક કરશો, હું આપને શોધી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૦, ૨૨ ડિસેમ્બર ૨૦૦૯ (UTC


ભાઈ ધવલ,
આપે જણાવેલ વાત મેં શબ્દ કોષમાં જોઈ છે અને કોતર નાન્યતર જાતિ છે તે વાત સત્ય છે. પણ ઉમાશંકર જોષીની કવિતા “ભોમિયા વિના” નામની ગુજરાતી કવિતામાં આપ્રમાણે ઉલ્લેખ છે “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતીમ જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાની આંખ લ્હોવીતી” એ પ્રમાણે ઉલ્લેખ છે. જે હોય તે. કોતરનો સમાનાર્થી જોતા તેનો અર્થ ગુફા જેવું પોલાણ થાય છે નદી કોતરમાંથી વહી ન શકે આમ આ શબ્દ આ લેખમાં યોગ્ય નથી તેથી કાઢીને કરાડ શબ્દ વાપર્યો છે.

--sushant ૧૫:૪૩, ૨૩ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

સુશાંતભાઈ, ચાલો આપ મારી સાથે સહમત તો થયા. આપે સ્ત્રીલિંગનો જ શબ્દ વાપરવો તેમ નક્કી કર્યું હતું તો છેવટે સ્ત્રીલિંગનો શબ્દ શોધીને જ જંપ્યા. જો કે કોતરમાંથી નદી ના વહી શકે તેવું નથી, ખરા અર્થમાંતો નદીની આસપાસનાં ખડકો નદીના પ્રવાહને કારણે કોતરાઈ ગયા હોય છે, તેને જ કોતરો કહેવામાં આવે છે, એટલે ખરા અર્થમાંતો નદી આ કોતરોની વચ્ચે થઈને જ વહે છે. અને રહી વાત ઉમાશંકર જોષીની કવિતાની તો, તેઓ જ કહી શકે કે નપુંસકલિંગના શબ્દને તેમણે સ્ત્રીલિંગમાં કેમ વાપર્યો હતો, પણ હવે તે શક્ય નથી, માટે આપણે તેને અપવાદ ગણીને ચલાવી લેવું જ યોગ્ય છે, અપવાદોને નિયમ તો ના બનાવી શકાયને?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૨, ૨૩ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)
સારૂ ચાલો, તમે બન્ને મિત્રોએ ચર્ચાને અંતે યોગ્ય નિર્ણય લઈ લીધો છે. જેથી નરસિંહ મહેતાનાં અંદાજમાં કહુ તો ભલુ થયુને ભાંગી ઝંઝાળ, હવે નિરાંતે લખશુ બીજા નવા લેખ..:-) ચાલો તો, જય માતાજી..--જીતેન્દ્રસિંહ ૦૪:૫૩, ૨૪ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન" page.