નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં નંદાદેવી શિખર (૭૮૧૭ મી)ની આસપાસ આવેલ છે. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરાયું અને ૧૯૮૮માં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું []. તે ૬૩૦.૩૩ ચો.કિમી. વિસ્તારમાં પથરાયેલું છે.[].

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

આ ઉદ્યાનમાં નંદાદેવી સેંક્ચ્યુરી નામની એક હિમ નદી છે જે ૬૦૦૦મી થી ૭૫૦૦મી ઉંચા શિખરોથી ઘેરાયેલી છે. તે ઋષી ગંગા નામની કરાડમાંથી નીકળે છે. આ કરાડ એકદમ સીધી અને પાર ન કરી શકાય તેવી છે. વાયવ્ય ખૂણે આવેલી વેલી ઓફ ફ્લાવર્સ સાથે મળી તે વિશ્વ ધરોહર સ્થળ બનાવે છે. આ બંને રાષ્ટ્રીય ઉદ્યાનો નંદાદેવી જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર(૨,૨૩,૬૭૪ હેક્ટર) માં પથરાયેલા છે જે ૫૧૪૮.૫૭ ચો.કિમીના અનામત ક્ષેત્રથી ઘેરાયેલું છે[].

આ સમગ્ર ઉદ્યાન સમુદ્ર સપાટીથી ૩૫૦૦મી કે તેથી વધારે ઉંચાઇએ આવેલો છે.

અભયારણ્યનો નક્શો

ફેરફાર કરો
 
અભયારણ્યનો કોન્ટૂર નક્શો

આ અભયારણ્યને બે ભાગમાં વહેંચી શકાય છે, આંતરીક અને બાહ્ય. સજોડે, તેઓ અભયારણ્યની મુખ્ય દિવાલની અંદર આવેલાં છે જે મહદ અંશે ચોરસ ક્ષેત્ર છે અને જેની ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષીણમાં સળંગ ગિરિમાળા છે. પશ્ચિમમાં પણ ઓછી ઉંચાઈ વાળી ગિરિમાળા છે જે ઉત્તર અને દક્ષિણ માં આવેલ ઋષિગંગા કરાડ તરફ નીચે ઉતરે છે અને અભયારણ્યને પશ્ચિમ તરફ નીતારે છે.[]

આંતરીક અભયારણ્ય લગભગ ઉદ્યાનનો પૂર્વીય ૨/૩ ભાગ છે જેમાં નંદાદેવી શિખર અને તેની પડખે બે મુખ્ય હિમનદી ઉત્તરી ઋષિગંગા અને દખ્ખણી ઋષિગંગાનો સમાવેશ થાય છે જેમાં અનુક્રમે નાની ઉત્તરી નંદાદેવી અને નાની દક્ષિણી નંદાદેવી અવીને ભળે છે.[] આંતરીક અભયારણ્યમાં નોંધાયેલો પ્રથમ માનવીય પ્રવેશ ૧૯૩૪માં એરીક સીમ્પ્ટન અને એચ.ડબલ્યુ. ટીલમેન દ્વારા ઋષી કરાડમાંથી થયો.[]

બાહ્ય અભયારણ્ય કુલ અભયારણ્યનો પશ્ચિમી ૧/૩ ભાગ રોકે છે, જે આંતરીક અભયારણ્યથી ઉંચી ગિરિમાળાઓ દ્વારા વિભાજીત થાય છે, અને તેમાં થઈને જ ઋષીગંગા વહે છે. ઋષીગંગા બાહ્ય અભયારણ્યને બે ભાગમાં વહેંચી નાંખે છે, ઉત્તર તરફ દુનાગિરિ અને ચંગબંગ પર્વતોના ઢાળ પરથી ઉતરી આવતી રમણી હિમનદી અને દક્ષિણમાં ત્રિશુલ પર્વતના ઢોળાવ પરથી વહેતી ત્રિશુલ હિમનદી. અભયારણ્યનાં આ ભાગમાં બહારથી પહોંચી શકાય છે (જો કે તે માટે પણ ૪૦૦૦મી ઉંચો ઘાટ પસાર કરવો પડે). આ બાહ્ય અભયારણ્યને પસાર કરવાનો પ્રથમ ગંભીર પ્રયત્ન ૧૯૦૭માં થોમસ જ્યોર્જ લોંગસ્ટાફે કર્યો જે નામ્સ્ત્રોત હિમનદી વાટે ત્રિશુલ પર ચડ્યાં.[]

ઋષી કરાડ

ફેરફાર કરો

ઋષી ગંગાની શરુઆત આંતરીક અભયારણ્યમાં બનેં ઋષી હિમનદીઓના સંગમથી થાય છે. આગળ વધી તે ઋષી કરાડમાંથી વહે છે. જેના બે વિભાગ છે. ઉપરી કરાડ જે ૩ કિમી લાંબી છે અને બાહ્ય અને આંતરીક અભયારણ્યને જોડે છે. આ ક્ષેત્ર સીમ્પટન અને ટીલમેનના રસ્તાનો સૌથી કઠીન માર્ગ હતો. ઋષી કોટના શિખરેથી, ઉપરી કરાડની ઉત્તરમાં નદી તરફ એક ૨,૫૦૦મી ઉંડો ઉભો ઢાળ છે જે આ ક્ષેત્રની ઉંડાઈ અને ઢોળાવનો ખયાલ આપે છે. આ ક્ષેત્રમાંથી પસાર થતાં લાંબા સમય સુધી પથરાયેલાં ઢળતા, સીધા, અને ખૂબ ઓછી વનસ્પતિવાળા ખડકો જોવા મળે છે.[]

ઉપરી કરાડ પસાર કરી આગળ ૪ કિમી સુધી જતાં ખીણ પહોળી બને છે અને બંને તરફ ઢોળાવની તીવ્રતા ઘટે છે. શીપ્ટન-ટીલમેનનો માર્ગ અહીં થી એક મોટા પથ્થર દ્વારા બનેલા પ્રકૃતિક પુલ દ્વારા નદી પાર કરે છે અને કરાડની ઉત્તર તરફથી નિમ્ન કરાડમાં ઉતરે છે જ્યાં હવે ઉપરી ઋષી કરાડનો પુરી થાય છે. નિમ્ન કરાડ ૪ કિમી લાંબી છે. તે ઉપરી કરાડ કરતાં પણ વધુ તીવ્ર ઢોળાવ ધરાવે છે. ૧૯૩૪માં ગોવાળો તેની ફરતે જતા પણ તેને સીધી રીતે કોઈએ સર કરી ન હતી.[]

ઉદ્યાનનાં અને આસપાસનાં નામાંકીત શિખરો

ફેરફાર કરો

ઉદ્યાનની અંદર

ફેરફાર કરો
 
નેંદાદેવી શિખર

નંદાદેવી શિખર સિવાય, નીચે આપેલા અન્ય શિખરો આંતરીક અને બાહ્ય ઉદ્યાનની વચ્ચે આવેલી ગિરિમાળામાં આવેલા છે

  • નંદાદેવી: ૭,૮૧૬ મી. (૨૫,૬૪૩ ફૂટ)
  • દેવીસ્તાન ૧, ૨: ૬,૬૭૮ મી. (૨૧,૯૦૯ ફૂટ), ૬,૫૨૯ મી. (૨૧,૪૨૧ ફૂટ)
  • ઋષી કોટ: ૬,૨૩૬ મી. (૨૦,૪૫૯ ફૂટ)

ઉદ્યાનની ફરતે

ફેરફાર કરો

આ શિખરોને ઘડીયાળની દિશામાં ઋષી કરાડથી શરુ કરી અનુક્રમે બતાવ્યાં છે. આમાંના અમુક તો ખૂબ નાના શિખરો છે અને ભૌગોલિક રીતે ઓછું મહત્ત્વ ધરાવે છે અને અમુક સ્વતંત્ર શિખરો પણ છે.

  • હનુમાન: ૬,૦૭૫ મી. (૧૯,૯૩૧ ફૂટ)
  • [[દુનગિરિ]: ૭,૦૬૬ મી. (૨૩,૧૮૨ ફૂટ)
  • ચંગબંગ: ૬,૮૬૪ મી. (૨૨,૫૨૦ ફૂટ)
  • કાલંકા: ૬,૯૩૧ મી. (૨૨,૭૪૦ ફૂટ)
  • ઋષી પહાડ: ૬,૯૯૨ મી. (૨૨,૯૪૦ ફૂટ)
  • મંગરાન: ૬,૫૬૮ મી. (૨૧,૫૪૯ ફૂટ)
  • દેવ દામ્લા: ૬,૬૨૦ મી. (૨૧,૭૧૯ ફૂટ)
  • બામ્ચુ: ૬,૩૦૩ મી. (૨૦,૬૭૯ ફૂટ)
  • સક્ર્મ: ૬,૨૫૪ મી. (૨૦,૫૧૮ ફૂટ)
  • લાટુ ધુરા: ૬,૩૯૨ મી. (૨૦,૯૭૧ ફૂટ)
  • નંદાદેવી પૂર્વ: ૭,૪૩૪ મી. (૨૪,૩૯૦ ફૂટ)
  • નંદા ખાટ: ૬,૬૧૧ મી. (૨૧,૬૯૦ ફૂટ)
  • પનવાલી દોઅર (અથવા "પનવાલી દ્વાર"): ૬,૬૬૩ મી. (૨૧,૮૬૦ ફૂટ)
  • મૈકટોલી: ૬,૮૦૩ મી. (૨૨,૩૨૦ ફૂટ)
  • મૃગથુની: ૬,૮૫૫ મી. (૨૨,૪૯૦ ફૂટ)
  • ત્રિશુલ ૧, ૨, ૩: ૭,૧૨૦ મી. (૨૩,૩૬૦ ફૂટ), ૬,૬૯૦ મી. (૨૧,૯૪૯ ફૂટ), ૬,૦૦૮ મી. (૧૯,૭૧૧ ફૂટ)
  • બેથારટોલી હિમાલ: ૬,૩૫૨ મી. (૨૦,૮૪૦ ફૂટ)

ઉદ્યાન બહાર

ફેરફાર કરો

ઉદ્યાનના બહારના ભાગમાં આવેલ આ શિખરો નોંધનીય છે, તે ઉદ્યાનની ગિરિ સીમા સાથે ઘાટ દ્વારા જોડાયેલા છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Official UNESCO site
  2. ૨.૦ ૨.૧ "World Conservation Monitoring Centre". મૂળ માંથી 1997-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.
  3. ૩.૦ ૩.૧ Garhwal-Himalaya-Ost, 1:150,000 scale topographic map, prepared in 1992 by Ernst Huber for the Swiss Foundation for Alpine Research, based on maps of the Survey of India.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ H. W. Tilman, The Ascent of Nanda Devi, Cambridge University Press, 1937. Reprinted in The Seven Mountain-Travel Books, The Mountaineers, Seattle, 2003, ISBN 0-89886-960-9.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો