ચર્ચા:નવાઘરાં (તા. માલપુર)

આ ગામના સ્વતંત્ર અસ્તિત્વનો પુરાવો મળતો નથી. શક્ય છે કે એ અન્ય ગોઈ ગામનું પરું હોય. ચકાસીને સરકારી સંદર્ભ આપવો, નહિતર આ લેખ દૂર કરવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૩, ૨૮ ઓકટોબર ૨૦૧૫ (IST)

આ જુઓ, એક પ્રાથમિક શાળાનો પુરાવો મળ્યો! http://sabarkanthadp.gujarat.gov.in/sabarkantha/taluka/malpur/sakhao/shikshan/sikshakoni-mahiti6.htm --KartikMistry (ચર્ચા) ૨૦:૫૫, ૨૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
હા, એ તો મને પણ ગુગલમાં સર્ચ કરતા મળ્યો, પણ એનાથી એ સાબીત થતું નથી કે આ ગામ છે કે પરું. તાલુકા પંચાયતની વેબસાઇટ પર કે અન્ય કોઈ સ્થળે આનો ઉલ્લેખ નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૪, ૨૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
આ મારુ ગામ છે. તમે આને શા માટે દુર કરવા માગો છો ? --Manthanચર્ચા/ [[:Special:Contributions/Manthan|યોગદાન]
ભાઈ શ્રી મંથન, મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે નવાઘરાં નામનું કોઈ અલગ ગામ હોય એવો કોઈ પુરાવો મળતો નથી. શું આ ગામ અન્ય કોઈ ગામનું પરું છે? તમારા ગામની આજુબાજુના ગામોના નામ જણાવો તો જરા નક્શામાં જોઈને ખાતરી કરી શકીએ. ગામના અસ્તિત્વ સામે પ્રશ્ન નથી, પરંતુ તે ગામ સરકારી ચોપડે સ્વતંત્ર ગામ તરીકે નોંધાએલું હોય તો જ અહિં આપણે એનો અલાયદો લેખ રાખી શકીએ. તાલુકા પંચાયત, મહેસુલ વિભાગ અને વસ્તીગણતરી એમ બધે તપાસી જોયું પણ નવાઘરાં નામનું કોઈ ગામ અલગથી માલપુર તાલુકામાં હોય એવું દર્શાવતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૦, ૨૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
આજુ બાજુ ના ગામ ના નામ દેવદાતિ ,પનાવડા,મંગલપુર છે. આ ગામ સરકારી ચોપડે સ્વતંત્ર ગામ તરીકે નોંધાએલું છે. અહિ જમીનો ના દસ્તાવેજો ના પુરાવા મા અને બધી જ્ગ્યાએ આ જ ગામ નુ નામ લખાય છે. ગુગલ ના નક્શા ની ખબર નહી પણ નોકિયા ના મોબાઇલ મા આ ગામ નુ નામ સચોટ પણે બતાવે છે. ત્યા ના નેશનલ હાઇવે પર પન ગામ મા જવા માટે બોર્ડ્ મારેલુ છે. અને અહી આવેલુ એલ & ટી કંપની નુ ટોલ ટેક્ષ પન આજ ગામ ના નામે ઓલખાય છે.--Manthanચર્ચા/ [[:Special:Contributions/Manthan|યોગદાન]
ભાઈ શ્રી, આ નામે ગામ હોવા વિષે કોઈ શક નથી, પરંતુ વિકિપીડિયાની ગામડાઓના લેખોને લગતી નીતિ અનુસાર સ્વતંત્ર લેખ આપણે ફક્ત એવા જ ગામોના બનાવીએ છીએ કે જે ગામ તરીકે સરકારી સ્વિકૃતિ પામ્યું હોય. દા.ત. કૃષ્ણપુર અને એની બાજુમાં રહેલું શીવપુરા કંપા જુઓ, આ બંને ગામો ગુગલમેપ પર દેખાય છે, પણ સરકારી દસ્તાવેજોમાં તે સ્વતંત્ર ગામો નથી, ઘણા કંપાના પાટીયા જોવા મળે છે, પણ મોટે ભાગે બધા જ કંપા ગામના પરા તરીકે ગણાય છે. મારું કહેવું એ જ છે કે નવાધરાં એના નામ પરથી પણ એમ સુચવે છે કે કોઈક ગામનો નવો વિકસેલો વિસ્તાર જે તે સમયે નવાઘરાં કહેવાયો હશે જે પાછળથી વધુ વિકસતા (કંપાની જેમ) નાનકડા ગામ જેટલું બન્યું અને લોકોએ તેને અલગ ગામ ગણવા માંડ્યું. પરંતુ સરકારી મહેસુલ કચેરીમાં સાતબારના ઉતારા માટે કે વસ્તી ગણતરીના આંકડા માટે તેને અલગ ગામ ગણવામાં ન આવતું હોય.
એક વાતની ખાતરી આપું છું કે આ ફક્ત ચર્ચા ચાલુ કરી છે, તમારી મહેનત રદબાતલ જવા દેવાનું મન તો મને પણ નથી થતું, અને એટલે જ લેખ ને ફટ કરતોક ને દૂર કરવાને બદલે આ ચર્ચા દ્વારા ગામની ગામ તરીકેના અસ્તિત્વને ચકાસવાની કવાયત આદરી છે. તમે ખૂબ સુંદર યોગદાન કરી રહ્યા છો, એ ચાલુ રાખજો અને મારા કે વિકિપીડિયા વિષે કોઈ પૂર્વાગ્રહ કે મનદુ:ખ ના કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૫, ૩૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
Return to "નવાઘરાં (તા. માલપુર)" page.