ચર્ચા:નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)

છેલ્લી ટીપ્પણી: નિષ્પક્ષતા વિષય પર Dsvyas વડે ૧૨ વર્ષ પહેલાં

નિષ્પક્ષતા

ફેરફાર કરો

આ લેખ પર "નિષ્પક્ષતા"ને લગતી ટૅગ છે. સભ્યશ્રીઓ અહીં મુદ્દા જણાવે અન્યથા ટૅગ હટાવી દેવાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૧૮, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર

અશોકભાઈ, નિષ્પક્ષતાને લગતી ટૅગતો દેખાતી નથી, પણ આ લેખ મૌલિક રીતે લખાયેલો નથી. બલ્કે તે ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પરથી બેઠેબેઠો ઉઠાવીને મુકેલો છે. જેથી તે પ્રકાશનાધિકાર ભંગ કરે છે અને માટે હું તેને દૂર કરવા માટે અંકિત કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૩, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
ધવલભાઇ સાથે સહમત... પણ સફાઇ કરી ને રાખવા યોગ્ય હોયતો ફેર વિચાર કરશો...આજે સફાઇ કામ પુરુ કરી દઈશ... સીતારામ...મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૩૧, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
હવે કદાચ પ્રકાશન અધિકાર અને નિષ્પક્ષતા બન્ને માટૅ ઠીક રહેશે... અન્ય લેખોમાં પણ ચર્ચા અને ટેગિંગ જેટલા સમય માં કાતર મારી ઠીક કરી શકાય તેવું લાગે તો સહેલું પડે... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૬:૪૫, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
અદ્ભુત, હવે ડીલીશન ટેગ પાના દૂર કર્યું છે અને એકાદો સંદર્ભ પણ ઉમેયો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૪, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
શ્રી.ધવલભાઈ અને મહર્ષિભાઈ. આપે "ધૂળધોયો" એવો શબ્દ કદાચ સાંભળ્યો હશે ! સોનીબજારમાંથી ધૂળ એકત્ર કરી, ખૂબ પાણીથી તેને ધોવે અને તેમાંથી અંતે સોનું છૂટું પાડે તે ’ધૂળધોયો’ ! મને આજે હું આ ધૂળધોયા જેવો લાગ્યો !! ભલે ધોવાનું અને સોનું બહાર કાઢવાનું મહત્વનું કાર્ય આપ બંન્નેએ કર્યું પણ ધૂળ ભેગી તો મેં કરી ને ?! :-) ચાલો અંતે એક યોગ્ય લેખ બની ગયો. જો કે તો પણ હું પાટે તો ચઢ્યો જ ! કેમ કે, "નિષ્પક્ષતા" ટૅગ ન હોત તો મને તેની શ્રેણી શ્રેણી:નિષ્પક્ષતા વિવાદમાં આ લેખ દેખાયો ન હોત, અને હું અહીં પહોંચ્યો ન હોત ! અંતે માથાનાં દશ-બાર વાળ ખર્યા એટલું ખંજવાળ્યું ત્યારે જાણવા મળ્યું કે મૂળ નૃસિંહપ્રસાદ ભટ્ટ નામક લેખમાં આ ટૅગ હતી જે પછીથી રિડાયરેક્ટ થઈ નાનાભાઇ ભટ્ટ નામે બન્યો. (શ્રેણીમાં મૂળ નામ દેખાય છે પણ ક્લિક કરતાં આ લેખ પર અવાયું.). જો કે મહર્ષિભાઈએ કરેલો મૈત્રીપૂર્ણ કટાક્ષ પણ આંખમાથા પર !! (ભાઈ, આપ અનાયાસે જ ઝપટે ચઢો છો ! આમાં અમારો કાંઈ વાંક નથી ! :-) ) અન્ય જુના (જે ૭-૮ લેખો જ છે) લેખો પણ વગર ચર્ચાએ શક્ય તેટલા સૂધારવા પ્રયત્ન કરીએ એ પ્રસ્તાવ સાથે સહમત. અંતે, મોરલ ઓફ ધ સ્ટોરી, ગુ.વિકિ. પર એવા કસબીઓ છે જે લેખમાં નકામી માહીતિઓરૂપ ધૂળ વચ્ચે ધરબાયેલા યોગ્ય માહીતિરૂપ સોનાને અલગ કાઢી ખરા ચમકદાર લેખો બનાવી શકે છે. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૫, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
ભાઇ આમ તો આવા અનેક લેખો મેં શરુઆતમાં જાણ્યા જોયા વગર મુકેલા છે... એટલે હવે કાતર લઈને જ બેસવું પડશે... અને આમતો ડિલિટ કરવા જ યોગ્ય હોય તેને તેમ કરવામાં જરાય સંકોચ રાખશો નહીં.....સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૩૩, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
એ તો ઠીક, પણ મને એમ કે મેં "બહુ મહેનતે" (?) ’પદ્મશ્રી’ વિષયે સંદર્ભ શોધી કાઢ્યો તેનો "આભાર" માનતો સંદેશ હશે ! :-) :-) ભ‘ઈ અમારા પણ આગલા સંપાદનો હવે ક્યાંક હાથ ચઢે છે તો અમને જ માથાનાં વાળ પીંખવાનું મન થાય છે !! પણ આવી ચર્ચા અહીં જાહેરમાં બહુ ન કરવી, નવા મિત્રો આપણી પોલમપોલ ભાળી જશે ! :-) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૪૧, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
પેલાના મારા લેખો જોઉ તો હસવું આવે એવું છે... ધવલભાઇ શરુઆતમાં જ કહેતા, માંડ થોડું ઠિક લખતા થયો.. પણ આપડે અધોગતિ નથી કરી અને ઘણું શીખ્યા એટલું સ્પષ્ટ જોઇ શકાય છે... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૦૫, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
મહર્ષિભાઈ, આપણા જેવા લોકો અધોગતિ કરી જ ના શકે. કહે છે ને કે જેણે તરતા શીખ્યું હોય તે કેમે કરીને ડુબીને આપઘાત ના કરી શકે, તેમ જ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૧, ૧૬ મે ૨૦૧૨ (IST)ઉત્તર

પદ્મશ્રી

ફેરફાર કરો

લેખમાં ૧૯૬૦માં ’પદ્મશ્રી’ મળવા પર સંદર્ભ મંગાયો છે તે વિષયે :

  • અધિકૃત સાઈટ પર શોધતાં ૧૯૬૦માં પદ્મશ્રી મેળવનાર ૩ ગુજરાતી છે. તેમાં શ્રી.નાનાભાઈનું નામ નથી. પરંતુ શ્રી.નાનાભાઈ ભટ્ટને ૧૯૬૦માં જ પદ્મશ્રી ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા તેમ ભારત સરકારની અધિકૃત વેબસાઈટ પર છે જ. ક્ષતિ હોય કે પછી અન્ય તકનિકી કારણો હોય પરંતુ તેમને ’મહારાષ્ટ્ર’ વિભાગમાં મેલવામાં આવ્યા છે. જુઓ: (પદ્મશ્રી યાદી) તો આ સંદર્ભ લેખમાં ટાંકું છું. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૪, ૧૫ મે ૨૦૧૨ (IST)ઉત્તર
તમે આ ખાંખાંખોળા કરવામાં મહેર (માફ કરજો માહેર) થઈ ગયા છો. એ ટેગ મેલતા પહેલા મેં એ વેબસાઈટ પર શોધી જોયું હતું, પણ એટલી ગુંચવડાભરી યાદી આવે છે એથી અને મેં ૧૯૬૦માં શોધતા ખાલી ત્રણ જ નામ મળ્યા, તેથી થયું કે બીજા કોઈક વર્ષમાં હોઈ શકે, પણ ઓફિસમાંથી પુરતો ટાઈમ મળવાની શક્યતા નહિવત હોવાથી, સંદર્ભ આપો લખી કાઢ્યું. તમારો અને મહર્ષિભાઈ, બંનેનો આભાર. મહર્ષિભાઈએ લેખનો મનખો ફેરવી નાખ્યો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૦, ૧૬ મે ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)" page.