નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)
નાનાભાઈ ભટ્ટ (મૂળ નામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ) (૧૮૮૨-૧૯૬૧) એ ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર અને જીવનનાં છેલ્લા વર્ષો દરમ્યાન કથાકાર હતા.
નાનાભાઈ ભટ્ટ | |
---|---|
જન્મ | ૧૧ નવેમ્બર ૧૮૮૨ પચ્છેગામ |
મૃત્યુ | ૩૧ ડિસેમ્બર ૧૯૬૧, ૧૨ ડિસેમ્બર ૧૯૬૧ ભાવનગર |
અભ્યાસ સંસ્થા |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોનાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને ૧૯૨૬ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી.[૧]
કારકિર્દી અને સામાજીક યોગદાન
ફેરફાર કરોનાનાભાઈ ભટ્ટની કારકિર્દી અને સામાજીક યોગદાનની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.[૨]
વર્ષ | ઘટનાઓ |
---|---|
૧૯૦૪ | મહુવાની શાળામાં આચાર્ય |
૧૯૦૬ થી ૧૯૧૦ | શામળદાસ કોલેજમાં અધ્યાપક |
૨૮ ડીસેમ્બર ૧૯૧૦ | શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના સર તખ્તસિંહજી ધર્મશાળાના મકાનમાં સ્થાપના.[૩] |
૭, ૮, ૯ ડીસેમ્બર ૧૯૧૫ | ગાંધીજીની વરતેજ અને ભાવનગર મુલાકાત અને એ દરમ્યાન એમણે પટ્ટણી સાહેબના આગ્રહથી શ્રી દક્ષીણામુર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી.[૩] |
૧૩ નવેમ્બર ૧૯૧૬ | ગિજુભાઇ બધેકા નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા.[૩] |
ઓગષ્ટ ૧૯૧૯ | ત્રિવેદી હરીશંકર દુર્લભજી (હરભાઇ ત્રિવેદી) નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા.[૩] |
૬ ડીસેમ્બર ૧૯૨૫ થી ૧૯૨૮ | શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં નિયામક ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠના વાઇસ-ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો.[૩] |
૧૯૩૩ | મનુભાઇ પંચોળી નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા.[૩] |
૧૯૩૪ | મનુભાઇ પંચોળી શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી સ્વેચ્છાએ મુક્ત થયા.[૩] |
૧૯૩૬ | ગિજુભાઇ બધેકા શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી રાજીનામું આપી સ્વેચ્છાએ છુટા થયા.[૩] |
૧૯૩૮ | આંબલામાં ગ્રામ-દક્ષીણામૂર્તિની સ્થાપના |
એપ્રીલ ૧૯૩૯ | શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીમંડળની માંગણી કે નાનાભાઇની વય નિવૃત્તિ-લાયક (૫૮ વર્ષ) થઇ ગઇ છે એટલે એમણે નિવૃત્ત થવું જોઇએ એ કારણે નાનાભાઇ શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંસ્થામાંથી રાજીનામું આપી મુક્ત થયા.[૩] |
૧૬ એપ્રીલ ૧૯૩૯ | ગ્રામ દક્ષીણામૂર્તિ, આંબલા અને શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવન બન્ને સંસ્થા અલગ બની. |
૧૯૪૮ | સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન. |
૧૯૫૩ | સણોસરામાં લોક ભારતીની સ્થાપના. |
૧૯૫૨ થી ૧૯૫૬ | રાજ્ય સભામાં. |
૧૯૬૦ | પદ્મશ્રી વડે નવાજવામાં આવ્યા.[૪] |
૧૯૬૧ | ૩૧ ડિસેમ્બરે અવસાન. |
રાષ્ટ્રની સેવામાં
ફેરફાર કરોસર્જન
ફેરફાર કરોતેમણે 'આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો' - ‘લોકરામાયણ’, 'આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો', 'દૃષ્ટાંત કથાઓ ૧ અને ૨', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર - ૧, ૨', 'સંસ્થાનું ચરિત્ર' અને 'પથારીમાં પડ્યાં પડ્યાં' વગેરે રચનાઓ આપી છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "નાનાભાઈ ભટ્ટ". કર્તા પરિચય. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૧૫-૦૫-૨૦૧૨. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ લોક ભારતી (૧ ઓક્ટોબર ૨૦૧૫). "લોક ભારતીના જાળ સ્થળ પર સ્થાપક તરીકે". લોક ભારતી. મૂળ માંથી ૧ ઓક્ટોમર ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ ભરતભાઇ એન. ભટ્ટ (જુલાઇ ૨૦૧૫). "કોડિયું". પૃષ્ઠ ૫૨૦-૫૨૪. Cite magazine requires
|magazine=
(મદદ) - ↑ "૧૯૬૦ના પદ્મશ્રી પુરસ્કારો". Padma Shri Awardees. ભારત સરકાર. મેળવેલ ૧૫-૦૫-૨૦૧૨. Check date values in:
|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી]