ચર્ચા:પ્રબોધિની એકાદશી

માહિતિનો સ્ત્રોત ફેરફાર કરો

જીતેન્દ્રસિંહ, આપનું લખાણ સુંદર લાગે છે, પરંતુ આપે લખેલાં અન્ય લેખોની સાથે આ લેખની લેખન શૈલી સરખાવતાં કાંઇક પ્રાસ બેસતો હોય તેમ નથી લાગતું. આ લખાણ શૈલી આપની શૈલી કરતાં તદ્દન અલગ તરી આવે છે અને કોઇક પુસ્તક કે છાપામાં લખાયેલા લેખ જેવું લાગે છે. જો તેમ હોય તો કૃપા કરીને જે તે માહિતિ સ્ત્રોતનો સંદર્ભ લેખને અંતે આપશો. આ ઉપરાંત શાસ્ત્રોક્ત વાતો નો પણ સંદર્ભા પણે વચ્ચે વચ્ચે આપવો જોઇએ તેમ મારૂં માનવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૩, ૭ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

વ્યક્તિનું પ્રવચન ફેરફાર કરો

ધવલભાઈ, જય માતાજી, હરે કૃષ્ણ. જયારે પણ તમારો સંદેશો મળે એ વાતથી મને આનંદ આવે છે, કારણકે મને એવું લાગે છે કે કાંઈક જાણવા મળશે. આજે પણ એવુ જ થયુ કે કોઈ પણ લખાણ લખતા પહેલા સાત વાર વિચાર કરવો. ઘણીવખત આપણા મગજમાં ન હોય તેવી વાત પણ સામે આવતી હોય છે. હવે વાત એવી છેકે જે લેખ વિષે વાત કરવાની તે લેખ પ્રબોધિની એકાદશી નું લખાણ મે કોઈપણ પુસ્તક માંથી સીધુજ તો નથી લખ્યુ, પરંતુ કોઈના પ્રવચન સાંભળીને લખેલ છે. મને ખ્યાલ નથી કે કયાં પુસ્તકમાં આવુ લખેલ છે. પરંતુ મારો કેવાનો અર્થ એ છેકે કોઈપણ પુસ્તક લખવાવાળો તો એક માણસ જ ને, જેથી એવુ ૧૦૦ % કહી ન શકીએ કે લખાણ કોઈ પુસ્તકનું જ છે. છતા પણ હું આ લેખનું અમુક લખાણ કે સામાન્ય ગણાય તે જ રાખુ છુ, જેથી આગળ કાંઈ વાંધો ન આવે. બીજુ કે મારી ઉંમર ફકત ૩૦ વર્ષની છે છતા પણ હું ગુજરાતનાં ઘણા ખરા ધાર્મિક સ્થળોએ જઈને મારો ઘણોખરો સમય અલગ અલગ સંતોનાં સાનિધ્ય અને સત્સંગમાં પસાર કરૂ છું જેથી મે સાંભળેલુ પણ લખુ છુ અને તે ઉપરાંત પણ અલગ અલગ પુસ્તકોનાં વાંચન માંથી પણ હોય. હવે આપ જ રસ્તો બતાવો કે આવા લખાણ માટે મારે માહિતિ સ્ત્રોત તરીકે શુ લખવું ? બીજુકે વિકિપીડિયામાં જે જરૂરી છે તે જ હું લખવા માંગુ છુ. બીજુ કશુજ નહી.

કદાચ લાંબી ચર્ચા થઈ હોય તેવુ લાગે છે, આમ પણ તમે કયાં હાથમાં આવો છો. આભાર...સીતારામ...--જીતેન્દ્રસિંહ ૦૩:૫૨, ૮ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

શ્રી જીતેન્દ્રસિંહજી,રામ રામ.
આપે ધાર્મિક બાબતો પર સારૂં લખાણજ કરેલ છે. હું શ્રેણીઓ તથા પરસ્પર કડીઓ જરા વધુ સારી રીતે ગોઠવી આપુ છું,બિજું કે ધવલભાઇએ જે માર્ગદર્શન કર્યું તેનો અર્થ એ છે કે (મારી સમજણ મુજબ), જો કોઇ ચોક્કસ પુસ્તક વગેરેમાંથી લખાણ લીધેલ હોય તો "સંદર્ભ" વિભાગ હેઠળ ઉલ્લેખ કરવો. જો તેમ હોય તો નહીંતર જરૂર નથી. આપ આ બધી એકાદશીનીં વ્રત કથાઓ પણ ટુંકમાં આપનીં આગવી શૈલીમાં પ્રસ્તુત કરો તેવી માંગણી છે. મુળ વાત શું છે કે કોઇ પણ લેખને જ્યાં જ્યાં મોકો મળે ત્યાં જરૂરી સંદર્ભ શાથે જોડતા જઇએ તો તે લેખ વિશાળ જ્ઞાનભંડારનાં એક ભાગરૂપ બને અને વાંચનારને વધુ માહિતીઓ પ્રાપ્ત થાય.બાકી આમે પણ (પ્રાચિન)લોકસાહિત્ય,(પ્રાચિન)લોકગીતો,ધર્મકથાઓ કે પૌરાણીક કથા-વાર્તા પર કોપીરાઇટનો કોઇ પ્રશ્ન હોતો નથી. આભાર,જય માતાજી.--અશોક મોઢવાડીયા ૦૯:૪૨, ૮ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, આભાર, તમે મારી વાત એકદમ સાચી રીતે સમજી ગયા, અને જીતેન્દ્રભાઈ, માફી માંગું છું મેં કોઈ રીતે તમારૂં દિલ દુભાવ્યું હોય તો, જેમ અશોક્ભાઈ એ કહ્યું તે પ્રમાણે જો તેમ હોય તો જે તે સ્ત્રોતનો ઉલ્લેખ કરવો, કેમકે ભલે કોઈ શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત લખાણને કોપીરાઈટ નથી હોતો, પણ આલકાલ આ દુનિયા ખુબ સ્વાર્થિ થઈ ગઇ છે, અને આ સ્વાર્થની દુનિયામાં દરેક વસ્તુ પર કોઈને કોઈક હક્ક જમાવવા આવી જ જાય છે, તમને તો ખબર હશે જ કે ૨-૪ વરસ પહેલાં આપણાં બાસમતી ચોખા, લીમડા અને હળદર ઉપર અમેરિકામાં પેટન્ટ નોંધવાની બાબતે ચકચાર જામી હતી, આ પેટન્ટ અને કોપીરાઈટ બન્ને કાકા-બાપાનાં દિકરા જ છે. આપણા શાસ્ત્રો ને પુરાણો સંસ્કૃતમાં લખાયાં છે અને કોઈક એક કે બિજા માણસે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, હવે આ અનુવાદ કરનાર લવ્યક્તિ કે તે અનુવાદને પ્રકાશિત કરનાસ પ્રકાશક આવા લખાણ ઉપર પ્રકાશનાધિકાર (કોપીરાઈટ) ધરાવતા હોય અને વિકિપીડિયાનાં પ્રબંધક તરિકે મારી ફરજ છે કે આવું કોઈ પણ પ્રકાશનાધિકારથ્ઈ સુરક્ષિત લખાણ અહીં પ્રકાશિત ના થવા દેવું, માટે જ મેં આપને જણાવ્યું ફરી એક વખત માફ કરજો અને આપનું જ્ઞાન વહેંચવાનું ચાલુ રાખજો. આવું સુંદર લખાણ લખવા બદલ ઘણો ઘણો આભાર. હું પોતે પણ ધાર્મિક વ્યક્તિ છું પણ આવું સુંદર લખાણ લખવાની મારી તાકાત નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૮, ૮ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
Return to "પ્રબોધિની એકાદશી" page.