ચર્ચા:બાબાસાહેબ આંબેડકર

છેલ્લી ટીપ્પણી: નામ વિષય પર Aniket વડે ૪ વર્ષ પહેલાં

લાલ કડીઓ

ફેરફાર કરો

મિત્રો, લેખમાં શક્ય તેટલી લાલ કડીઓ ઓછી કરવી. દરેક લેખમાં વિકિ પર હાજર લેખ હોય તેની અથવા જે શબ્દ/વિષય પર વહેલાસર લેખ બનાવી શકાય તેવી શક્યતા હોય તેને જ કડી ([[ ]]) આપવી. લેખમાં વારંવાર આવતા શબ્દો/વિષયોને દર વખતે કડી આપવી જરૂરી નથી, એકાદ બે વખત કડી આપવાથી કામ ચાલી જાય છે. લેખમાં રહેલી વધારે પડતી લાલ કડીઓ લેખની ગુણવત્તા ઘટાડે છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૭, ૧૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર

અશોકભાઈ ડો.ભીમા સાહેબ નું ઐતિહાસિક યોગદાન અને તેમાં લખેલ બૂક વિષે થોડું લખવા વિનંતી છે KRUNALPATEL86 (ચર્ચા) ૧૩:૩૨, ૨૫ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

લેખનશૈલી

ફેરફાર કરો

આ લેખની લેખનશૈલી અને ભાષા જ્ઞાનકોશને અનુરૂપ ન જણાતા બ્લોગ કે પ્રશસ્તિ પુસ્તકને અનુરૂપ વધુ લાગે છે. ઉદાહરણ તરીકે.. લેખનું એકદમ શરૂઆતનું ચોથું વાક્ય "આમ ભીમરાવ ખરેખર 'ચૌદમું રતન " થવાજ સર્જાયા હતા. " અને આગળ જતા ત્રીજા ફકરાની ત્રીજી લીટી "....પિતાનું મૃત્યુ એ મહત્વાકાંક્ષી ભીમરાવને કારી ઘા હતો. ભીમરાવનું નસીબ જોર કરતુ હતું,..." આમ ચૌદમું રતન, મહત્વાકાંક્ષી ભીમરાવ, કારી ઘા, નસીબ જોર કરતું.... વગેરે જેવા વાક્યો કોઈ ઇતિહાસમાં કે જ્ઞાનકોશમાં જોવા નથી મળતા. લેખ ખુબ સરસ લખાઈ રહ્યો છે, પણ આવા વાક્યોને કારણે આખા લેખની નીષ્પક્ષતા પર પ્રશ્ન ઊઠી શકે છે, માટે શરૂઆતથી જ ચેતીને ચાલવું વધુ સલાહભર્યું છે. એટલું જ નહિ, સંદર્ભોના અભાવે ભલે લેખ ગમે તેટલો સારો લખાયો હશે, તેને આપણે ગુણવત્તાસભર લેખમાં નહિ ગણાવી શકીએ, તો મારો અનુરોધ છે કે અત્યારથી જ લેખમાં સંદર્ભ ઉમેરતા જવું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૪, ૧૪ મે ૨૦૧૨ (IST)ઉત્તર

મિત્રો, આ લેખની ભાષા હજુ જ્ઞાનકોશને અનુરૂપ નથી થઈ રહી. આ એક નિબંધ કે પ્રશસ્તિ પત્ર જેવું વધુ લાગે છે. અનિલભાઈ, જો આપ આ સંદેશો વાંચો તો ખાસ આપને નિવેદન છે કે જ્યાં સુધી લેખમાં સંદર્ભો ના ઉમેરાય ત્યાં સુધી નિષ્પક્ષતા વાળો ઢાંચો દૂર ના કરશો. અને હા, આ લખાણ ક્યાંથી લેવામાં આવ્યું છે તેનો સ્રોત જણાવશો તો સંદર્ભ કેવી રીતે ઉમેરવા તે જણાવવામાં મદદરૂપ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૧૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર

સંદર્ભ વિશે

ફેરફાર કરો

માર્ગદર્શન બદલ આભાર.... પરંતુ મને સંદર્ભ વિશે વધારે માહિતિ આપશો..... જય ભારત User:અનિલ કંટારિયાચર્ચા/યોગદાન

કૃપયા અંગ્રેજી વિકિ પરનાં આ બે માર્ગદર્શક લેખનો અભ્યાસ કરવાથી સંદર્ભ વિષયનું સારું એવું જ્ઞાન મળશે. સંદર્ભ કઈ રીતે આપવા અને સંદર્ભ ક્યારે આપવા. આગળ આપણે માત્ર ગુજરાતી જાણતા મિત્રોનાં લાભાર્થે આ પ્રકારનાં માર્ગદર્શક લેખોને ગુજરાતીમાં લાવવા પણ પ્રયત્ન કરીશું. આપ મિત્રો આ ભાષાંતર કાર્યમાં પણ સહકાર આપશો જ તેવી આશા છે. સંદર્ભ માગવો અને સંદર્ભ આપવો એ જ્ઞાનકોશ પર નિરંતર ચાલતી પ્રક્રિયા છે, સંદર્ભ ચકાસણી કરી શકાય તે પ્રકારનો હોવો જોઈએ. માત્ર એક ઉદા. આપું તો, ’ફલાણાએ "આમ" લખ્યું કે "આમ" કહ્યું’ તેટલું માત્ર પૂરતું ન થતાં વાક્યને અંતે <ref> </ref> ની વચ્ચે ફલાણાએ આમ ક્યાં (પૂસ્તક, પ્રકરણ, પાનું કે કઈ તારીખનું, કયું, અખબાર કે અન્ય કોઈ પ્રસિદ્ધ થયેલી નોંધ) લખ્યું/કહ્યું તે (વેબ પર હોય તો લિંક સાથે) જણાવવું અને લેખને અંતે એક પેટા મથાળું ==સંદર્ભ== બનાવી તેની નીચે ઢાંચો {{reflist}} મુકવો. વધુ જાણકારી માટે પૃચ્છા સદાય આવકાર્ય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૮, ૧૪ મે ૨૦૧૨ (IST)ઉત્તર

આભાર

ફેરફાર કરો

અશોકભાઇ સહયોગ બદલ અભાર..... પ્રથમ પ્રયાસ વખતે desh border લાઇન વાળુ કોષ્ટક મારાથી નિકળતુ નહતુ....અને માહિતી ચોકઠા ઉપરથી લખાણ જતુ હતુ..ત્યાર બાદ આપે લેખ મા સુધારો કર્યો અપને પણ કદાચ આ સમસ્યા આવી હશે. તેના માટે શુ કરવાનુ હોય માર્ગદર્શન આપશો...-અનિલ કંટારિયાચર્ચા/યોગદાન

અનિલભાઈ, અહીં નવી લીટી ચાલુ કરતાં પહેલાં એક સ્પેશ પણ ખાલી છોડીશું તો desh border લાઇન વાળુ, કોષ્ટક જેવું (અને પાનાની બહાર નીકળી જતું) લખાણ થશે. આથી નવી લીટી ચાલુ કરતાં પહેલાં સ્પેશ આપવી નહીં. આપે લીટીની શરૂઆતમાં એક સ્પેશ છોડી હશે તેથી કદાચ desh border લાઇન વાળુ કોષ્ટક બન્યું. ફકરો પાડવામાં પણ <br> આપવા કરતાં ફકરો પૂર્ણ થયે એક લીટીની જગ્યા છોડી નવો ફકરો ચાલુ કરવાથી ફકરાઓ સરસ પડશે. (લેખના શરૂઆતનાં કેટલાક ફકરાઓ મેં તે રીતે કર્યા છે. સમજવા માટે)

ઉદા:

અબકડ........(જુઓ આગળ એક સ્પેશ છોડી છે !) અમારે લાયક કામકાજ નિઃસંકોચ જણાવવું. આભાર.

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૫, ૨૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર

૨૨ પ્રતિજ્ઞા

ફેરફાર કરો

પ્રિય અશોકભાઇ જ્યા સુધી મને ખ્યાલ છે ત્યા સુધીબૌદ્ધ ધર્મ વિભાગમા ૨૨ પ્રતિજ્ઞા હ્તી(૪ રેફરન્સ સાથે) જે અત્યારે નથી.મારે અભ્યાસ ચાલુ હોવાથી હુ બધુ ચકાસી શકુ તેમ નથી.તો ઘટતુ કરવા વિનન્તી.ને આવી તોડ-ફોડ વાળી પ્રવ્રૂતિ કરતા હોય તેવા તત્વો પર ધ્યાન આપવુ.મે આ પ્રતિજ્ઞા ઓને ઘણી બધી જગ્યા એ રેફરન્સ આપેલો છે તેથી ઘટતુ કરશો-અનિલ કંટારિયાચર્ચા/યોગદાન

એ ભાગ કોઈ અનામી સંપાદકે હટાવ્યો હોવાનું જણાય છે. જો કે તે તોડફોડ ન જણાતા, અસંદર્ભ લખાણ હટાવવાની બાબત જણાયેલી હોય અને અસંદર્ભ અથવા અયોગ્ય સંદર્ભ વાળું લખાણ કોઈપણ હટાવી શકે તથા આમાં જે ત્રણ સંદર્ભ હતા તે "અયોગ્ય" હતા તેથી તેને રિવર્ટ કરાયું નહિ હોય. (અયોગ્ય એ અર્થમાં કે બે તો ખાનગી બ્લૉગનાં હતા અને એક હિંદી વિકિપીડિયાનો, જે ત્રણે અમાન્ય છે.) પણ............આપની વાત સાચી છે કે આ ૨૨ પ્રતિજ્ઞાઓ વાળો મુદ્દો પ્રસિદ્ધ છે એટલે યોગ્ય સંદર્ભ શોધવો જોઈએ એમ માની શોધ્યો તો (વાયા અંગ્રેજી વિકિ) એક પ્રકાશિત પુસ્તકમાં આ ઉલ્લેખ જણાયો તેને સંદર્ભ લેખે અને સાથે એક ચિત્ર પણ અહીં મુકી આખો ફકરો ફરી અહીં દર્શાવ્યો છે. જોઈ જશો. જો કે એમાં વ્યાકરણ અને શબ્દોની ભુલ ઘણી છે એટલે હજુ સુધારવું જરૂરી છે. આશા છે આપ તેમાં સહકાર કરશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૦, ૧૭ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર અશોક્ભાઇ સહયોગ બદલ.મારો સહકાર હમેંશા રહેશે.-અનિલ કંટારિયાચર્ચા/યોગદાન ૦૨:૧૫, ૨૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

નામ

ફેરફાર કરો

@Aniket, @Dsvyas, આ લેખનું નામ બાબાસાહેબ આંબેડકર કરવા વિનંતી છે. હાલમાં આ નામનું દિશાનિર્દેશન છે, એટલે મારાથી તે શક્ય નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૧૩, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

  '. કામ થઈ ગયું. --A. Bhatt (ચર્ચા) ૦૮:૧૮, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર
Return to "બાબાસાહેબ આંબેડકર" page.