ચર્ચા:ભારતીય ઉપખંડ પર મુસલમાની આક્રમણો

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૬ વર્ષ પહેલાં

"મહાખંડ" અને "આક્રમણ" "Muslim conquests of the Indian subcontinent"નું યોગ્ય ભાષાંતર નથી. --લાલા ખાન (ચર્ચા) ૧૯:૪૮, ૭ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

દર વખતે આપણે શબ્દશ: ભાષાંતર કરવું જરૂરી નથી. વિષયવસ્તુ અને લેખ આધારિત શીર્ષક હોવું જરૂરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૫૨, ૭ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
કાર્તિકભાઈ, શબ્દશઃ ભાષાંતર કરવું જરૂરી નથી, પરંતુ ભાષાંતર હંમેશા યોગ્ય હોવું જોઈએ. લેખ હવે સ્ટબ છે જેનો અર્થ છે કે તેમાં વિશ્વજ્ઞાનકોશીય વિષયવસ્તુની ગેરહાજરી છે, લેખનો સાચો વિષય "ભારતીય ઉપખંડ પર મુસ્લિમ વિજય" હોવો જોઈએ. હકીકી ચોકસાઈ અને તટસ્થત્વના પરિપ્રેક્ષ્યમાંથી "મહાખંડ" (subcontinent કે supercontinent?) અને "આક્રમણ" જેવા શબ્દોનો પ્રયોગ શંકાસ્પદ પણ છે. --લાલા ખાન (ચર્ચા) ૨૨:૪૦, ૭ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
"સ્ટબ"નો અર્થ એવો થાય કે આ લેખ નાનો છે અને તેને વિસ્તૃત કરવાનો છે. મહાખંડની જગ્યાએ "ઉપખંડ" ચોક્કસ રાખી શકાય. લેખનો હેતુ વિજય દર્શાવવાનો નથી પણ ઇસ્લામિક આક્રમણોનો ચિતાર આપવાનો છે, એટલે આક્રમણ યોગ્ય જ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૨, ૭ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
આક્રમણ યોગ્ય જ છે અને ઉપખંડ રાખી શકવા બાબત સહમત. Aniket (ચર્ચા) ૨૩:૨૭, ૭ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
કેવી રીતે યોગ્ય છે? મારા મતે "conquest"નું યોગ્ય ભાષાંતર "વિજય" જ છે. દક્ષિણ એશિયાના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ ઘટનાઓને "આક્રમણ" તરીકે દર્શાવવું ભ્રામક અને કલ્પિત છે. [૧] વિકિડેટા સાઇટ્લિંક્સ પણ જુઓ, ફ્રેન્ચ વિકિમાં આ વિષય પર ઉમદા લેખ હાજર છે, અને તેમાં શબ્દ "Conquêtes" આવેલો છે, બંગાળીવિકિમાં શબ્દ "বিজয়" (બિજૉય-વિજય) પણ આવેલો છે. હિંદિવિકિપર લેખનું નામ [૨]સાથે વધુ સંબંધિત છે, પરંતુ આ "આક્રંમણ"નો સમાનાર્થી શબ્દ નથી. આ ઐતિહાસિક કાર્યો મુસ્લિમો કે મુસલમાનો દ્વારા કર્યા હતા, શીર્ષકમાં ઈસ્લામનું નામ લેવાની જરૂર નથી. લેખના વર્તમાન નામનું અંગ્રેજીમાં શબ્દશઃ ભાષાંતર "Islamic aggression on the Indian supercontinent" છે, જો આ વિષયનું પાનું અંગ્રેજી વિકિપર બનાવ્યું હતું, તો આ નિઃસંદેહ તટસ્થત્વનું ઉલ્લંઘન કહેવાય છે. --લાલા ખાન (ચર્ચા) ૦૦:૧૩, ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
વધુ યોગ્ય નામફેર કર્યો છે. આ લેખમાં વિવિધ આક્રમણો વિશે માહિતી મૂકતા તે સાર્થક બનશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૦, ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
આક્રમણ જ વધુ યોગ્ય શબ્દ છે. પાશ્ચાત્ય દસ્તાવેજકારો આપણા દેશ સાથે સંકળાયેલી ઘટનાઓને એમના નજરબિંદુથી મૂલવે એ સ્વાભાવિક છે, પણ આપણે આપણને લાગતી વળગતી ઘટનાઓની મૂલવણી આપણી સંસ્કૃતિ અને તેની માન્યતાઓને આધારે જ કરવી જોઈએ નહિ કે ત્રાહિત વ્યક્તિના દૃષ્ટિકોણથી. ભારત પર અંગ્રેજોએ કરેલા શાસન (અને દમન)ને અંગ્રેજો પોતાના દસ્તાવેજોમાં જસ્ટિફાય કરે જ અને ભારતના ભલા માટે કરેલું કાર્ય ગણાવે, પણ એનો અર્થ એ નથી કે આપણે પણ એમ ગણવું.
એ દૃષ્ટિકોણ અને મૂલવણીનો મુદ્દો અલગ રાખીએ તો પણ, સમગ્ર ભારત પર મુસલમાનો (ધ્યાનમાં લેશો કે મુસ્લિમ નહિ, મુસલમાન-મુસ્લિમ એ અંગ્રેજી શબ્દ છે, જ્યારે એ જ અંગ્રેજી શબ્દ માટે ગુજરાતી અને ઉર્દુમાં મુસલમાન શબ્દ હાજર જ છે)એ વિજય મેળવ્યો નહોતો. રાજસ્થાનના ઘણા ભાગ, દક્ષિણમાં, પૂર્વમાં એમ વિવિધ સ્થળોએ રજપૂતો અને અન્ય શાસકોનું રાજ હતું જ. અંગ્રેજી મિશ્રિત ગુજરાતીનો ઉપયોગ ટાળવા આ પાનાનું નામ ભારતીય ઉપખંડ પર મુસલમાની આક્રમણો કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૭, ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "ભારતીય ઉપખંડ પર મુસલમાની આક્રમણો" page.