ચર્ચા:મહાશિવરાત્રી દુર્ધટના ૨૦૧૨(ભવનાથ)

છેલ્લી ટીપ્પણી: Deletion વિષય પર Harsh4101991 વડે ૧૨ વર્ષ પહેલાં

સમાચાર પત્ર જેવુ લાગે છે.--Tekina (talk) ૦૮:૨૮, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)

સહમત. આવી અનેક દુર્ઘટનાઓ આપણા દેશમાં થતી જ રહે છે. ૬ મૃત્યુ થાય એટલે એ વિકિપીડિયામાં અલાયદો લેખ બનવા માટેની લાયકાત નથી ધરાવતો. કદાચ આવી ભીડને કારણે જાનહાની થવાની ઘટનાઓ ભવનાથના મેળામાં આ પહેલા પણ બની જ હશે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૫૦, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)

આ લેખ ડિલિટ ન કરવો

ફેરફાર કરો

આ લેખ દુર ન ડિલિટ ન કરવો જોઇએ, કારણ કે અંગ્રેજી તથા ગુજરાતી વિકીપીડિયામાં આના જેવા ઘણા બધા લેખો છે જ. જેમ કે ૨૦૦૮ મુંબઈ હુમલો. અને આ લેખનો ઉદ્દેશ માહિતી આપવાનો છે.

અસહમત. ૨૦૦૮ મુંબઈ હુમલો અને આ ઘટનાને સરખાવી ના શકાય. બંનેની લાક્ષણિકતાઓ અને અસર જુદી છે. આપણા અનેક મંદિરોમાં, અરે ક્યારેક લગ્ન સમારંભમાં પણ ભાગદોડ થવથી જાનહાનિના સમાચાર વાંચ્યા છે. તે દરેક માટે લેખ ના બનાવી શકીએ. વધુમાં મૃતકોની યાદી માટે આ સ્થળ નથી. મહા શિવરાત્રી કે ભવનાથ વિષેના લેખમાં કદાચ એક લીટીમાં આ માહિતી સમાવી શકાય કે ૨૦૧૨ના વર્ષમાં ભવનાથના મેળામાં થયેલી ધક્કામુક્કીમાં ૬ વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા હતા. બસ, તેથી વધુ અવકાશ મને જણાતો નથી. આપનો મત જણાવવા બદલ આભાર. આશા છે કે અન્ય સભ્યો પણ પોતાના મત જણાવે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૫૪, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)


અહીંયા અમદાવાદ જેવા શહેરમાં દરરોજ ૬ થી વધુ માણસો વાહનોની ભાગદોડ વચ્ચે પ્રભુને પ્યારા થઇ જાય છે એ બધાના નામ અહીંયા લખવા બેસીએ તો આ કોશ જ્ઞાન કોશના રહે અને સમાચાર પત્ર બની જાય. અરે હવે તો સમાચાર પત્રો પણ બધા અકસ્માતને વિગતે સમાવતા નથી.--Tekina (talk) ૧૧:૫૧, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)
અસહમત. આ ઘટનાની ટૂંક વિગત અન્ય લાગુ વિષયનાં લેખમાં સમાવી લેવી. (વધારે માહિતી અર્થે તેમાં સમાચાર પત્રની લિંક પણ દાખલ કરવામાં વાંધો નહિ). સ્વતંત્ર લેખ જરૂરી નથી લાગતો. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૦૮, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
હા, એમ જુઓ તો સાચી વાત કે માત્ર છ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા એમાં કાંઇ આખો લેખની જરૂર નથી, પરંતુ આ કરૂણ ઘટનાથી આખા ગુજરાતને અસર તો થઇ જ હતી ને... આપ આ લેખ હવે ડિલીટ કરી શકો છો.નિલેશ બંધીયા (talk) ૧૬:૫૭, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
મારા ભાઈ, આખા ગુજરાતને અસર તો કદાચ એટલા માટે થઈ કે મિડીયાએ તેને ચગાવ્યું. ઈતિહાસમાં જુઓ કે આવી દૂર્ઘટનાઓ આ પહેલા કેટલી વખત થઈ છે, અને અન્ય ક્યાં ક્યાં થઈ છે. મને યાદ છે થોડા સમય પહેલા પાવાગઢમાં પણ આવું કંઈક થયું હતું, કોને યાદ છે? મુંબઈ પરના આતંકવાદી હુમલાને કોઈ ભૂલી નહી શકે, પણ આ ઘટના ૩ વર્ષ પછી કોઈને પુછશો તો કદાચ યાદ પણ નહી હોય. અને ઘટનાને નાની સમજવાની કે અવગણાવાની વાત નથી કરતા, જુઓ ઉપર અમે લખ્યું જ છે કે તેને જુનાગઢના લેખમાં આવરી લેવી જોઈએ, તેને માટે અલગ લેખની જરૂર નથી લાગતી.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૨, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
અરે, પણ એટલે જ તો મેં કહ્યું કે આ પેજ ડિલીટ કરી દો...નિલેશ બંધીયા (talk) ૧૭:૨૪, ૭ માર્ચ ૨૦૧૨ (UTC)
આવી ઘટના શિવરાત્રીના ભાગરૂપે બતાવી શકાય પણ સ્વત્રન્ત પાના રુપે રાખવાની જરુર નથી. વ્યક્તિના નામની યાદી જરુરી નથી લાગતી. અસ્તુ.દિનેશ.
સૌનો આભાર. ઘટતું કરીને આને દૂર કરવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૯, ૧ મે ૨૦૧૨ (IST)ઉત્તર

Deletion

ફેરફાર કરો

સહમત..ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૪૯, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર

સહમત. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૫૧, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "મહાશિવરાત્રી દુર્ધટના ૨૦૧૨(ભવનાથ)" page.