બંધબેસતુ લખાણ ફેરફાર કરો

મિત્ર જીતેનભાઈ તથા અન્ય મિત્રો,

હું જીતેનભાઈના મત અને લખાણ સાથે સહમત થાઉં છું અને તેમના વિચારોની અને ભાવનાઓની કદર કરૂં છું, આપે વ્યક્ત કરેલી અભિવ્યક્તિઓ ખરેખર ખુબ જ ઉચ્ચ કોટિની છે, અને આજના આડેધડ વિકસી રહેલા અને પાશ્ચાત્ય દેશોની નકલ કરી રહેલા સમાજમાં દરેક સંતાને આ વાતો જાણવાની અને પ્રશ્નો પોતાની જાતને પુછવાની તાતી જરૂર છે. આપના આવા ઉમદા વિચારો પ્રત્યે મને અનહદ માનની લાગણી પ્રગટ થાય છે.

પરંતુ, માફ કરજો, મને લાગતું નથી કે આ લેખ અહીં કે વિકિસ્ત્રોતમાં ક્યાંય પણ આપણે મુકી શકીએ. આ લેખ કે લખાણમાં વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરે છે, આ ન તો કોઇ સાહિત્ય છે કે ન તો કોઈ માહિતિ છે. વિકિપીડિયા, માહિતિનો સ્ત્રોત છે, અને અહિં મુકવામાં આવતી કોઇ પણ માહિતિની સત્યાર્થતા સિદ્ધ કરવી પડે છે (સંદર્ભ આપીને), કોઇ પણ વ્યક્તિનાં પોતાના વ્યુહ કે વિચારો રજુ કરવાનું આ માધ્યમ નથી. સભ્ય ઇચ્છે તો આ માહિતિ તે પોતાના "મારા વિષે" પાના પર પર મુકી શકે છે, પરંતુ લેખમાં તે બંધ બેસતી નથી. માફ કરજો જો આપને એમ લાગતું હોય કે હું લેખકની પાછળ પડી ગયો છું, પરંતુ, એક વાત આપણે સહુએ ધ્યાન રાખવી જોઇએ કે, વિકિ ભલે મુક્ત ફલક હોય માહિતિનાં આદાન પ્રદાન અમટેનું, પણ તે વિચારોના આદાન-પ્રદાન માટેનું ફલક નથી, આ કક્ષાનું લખાણ આપણે કોઇક બ્લૉગમાં મુકી શકીએ, શું કોઇ એનસાઇક્લોપીડિયામાં (ગુજરાતીમાં "ગુજરાતી વિશ્વકોષ" ઉપલબ્ધ છે) મા કે બાપ વિષે જોતા આ પ્રકારનું ભાવના સભર લખાણ જોવા મળશે? વિચારી જુઓ અને અહીં આપના વિચારો જણાવો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૭, ૨૩ માર્ચ ૨૦૦૯ (UTC)

બોધ અને તથ્ય ફેરફાર કરો

વીકીપીડીયા ને આપણે વિશ્વ જ્ઞાન કોષ કહીએ છીએ. અંગ્રેજી વિકી પીડીયાને આધાર ભૂત સ્ત્રોત માનીએ તો એ વાત સમજાય છે કે જ્ઞાનનો અર્થ વીકીના સંદર્ભમાં માહિતી એવો જ થાય છે. માહિતી એટલે વૈજ્ઞાનીક, ઐતિહાસિક, ભૌગોલિક, સાહિત્યીક, આર્થિક, ધાર્મિક આદિ. આ લેખને કોઈ પણ વિભાગમા વર્ગીકૃત કરી શકાતો નથી. આ લેખ એક બોધપ્રદાયી લખાણ છે. જેનો ઉદ્દેશ્ય ખાડે જતી ભૌતિકવાદના સકંજામાં સપડાતી સંસ્કૃતિને ઉગારવાનો હોઈ શકે છે. આ માટે લેખક્ની ભાવનાની કદર કરવી રહી. પરંતુ વિકી, આ માટે યોગ્ય સ્થાન ન ગણાય. આ તો એવી વાત થઈ કે શાક મર્કેટમાં સોનાના દાગીનાની દુકાન ખોલવી. જેમ શાક લેવા ગયેલો સુવર્ણના દાગીના ન લે તેવી રીતે વિકી પર આવનાર મુલાકાતી, માહીતી મેળવવા આવે છે, તેને બોધ આદિ ભાવનાઓમાં રૂચિ ન હોય.આમ આ લેખ વીકિના પ્રાથમિક ઉદ્દેશ્યને પાર પાડતો ન હોવાથી તેને હટાવવો યોગ્ય ગણાશે. લેખકનો સદ ઉદ્દેશ્ય એ જ હશે કે આ માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચે, આ માટે, મા-બાપ આ નામે જો એક બ્લોગ ખોવલમવમાં આવે તો તેમેને વિકી કરતાં વધુ પ્રતિસાદ મળે, અને જનહિતનું તેમનુ કાર્ય વધુ સફળ થાય. --sushant ૧૪:૧૨, ૨૪ માર્ચ ૨૦૦૯ (UTC)

અજ્ઞાત અવતરણો:મા-બાપ એવા શિર્ષક હેઠળ આ લેખ, નામ બદલી ગુજરાતી વિકિપિડિયામાં રાખી શકાય, એમ મારું માનવું છે.--સતિષચંદ્ર ૧૫:૨૭, ૨૪ માર્ચ ૨૦૦૯ (UTC)
મેં જે તે સભ્યની ચર્ચાનાં પાનાં પર મારી મતિ અનુસાર સુચન કર્યું હતું,ફરીથી અહીં રજુઆત કરૂં કે કદાચ આપણે અહીં આ પ્રકારનાં લેખનો સમાવેશ ન કરીએ પરંતુ સતિષભાઇએ સુચવ્યું તેમ (થોડા ફેરફાર શાથે) વિકિસોર્સ પર "સુવિચારો" કે તેવા કોઇ શિર્ષક હેઠળ આવું સાહિત્ય સમાવીએ તો ચાલે ? જેનાથી નવા સભ્યોને પ્રોત્સાહન મળે અને આ પ્રકારનું કોઇ યોગદાન અહીં હોય તો સાવ રદ ન કરતાં આપણે ત્યાં (સોર્સ પર) ફેરવી શકીએ. હા અહીંથી પછી તેને દુર કરાયજ. બાકી આપ સૌના નિર્ણય સાથે મારી સહમતી ગણવી.--અશોક મોઢવાડીયા ૧૦:૩૨, ૨૫ માર્ચ ૨૦૦૯ (UTC)


દિલગીરિ વ્યક્ત કરી આ લેખ દુર કરવો ઘટે. લેખન કર્તાએ લેખના મથાળાથી જ તેમના ઉમદા વ્યક્તિત્વનો પરિચય આપેલો છે. માટે એવી આશા રાખી શકાય કે તેઓ અહીં વિકિપીડિયાની નીતિને સમજી શકશે અને ભવિષ્યમાં યોગદાન ચાલુ રાખી ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવશે. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૨:૪૮, ૨૫ માર્ચ ૨૦૦૯ (UTC)
આભાર મિત્રો, આપના અભિપ્રાયો જણાવવા બદલ, આપણે ચર્ચા કરીને કોઈ પણ નિર્ણય પર પહોંચી શકીએ તેમ છીએ, તેનું આ બીજું જવલંત ઉદાહરણ છે. આશા છે કે ભવિષ્યમાં પણ આ રીતે જ ચર્ચામાં આપ સહુ ભાગ લેતા રહેશો તેનાથી મારૂ કામ ઘણુ સરળ થઈ જાય છે. સર્વ સંમતિ (બહુમતિ)થી નિષ્કર્ષ એવો નિકળે છે કે આ લેખને અહીંથી દૂર કરવો, અને મહર્ષિભાઈએ સાચું જ કહ્યું છે કે,

"લેખન કર્તાએ લેખના મથાળાથી જ તેમના ઉમદા વ્યક્તિત્વનો પરિચય આપેલો છે. માટે એવી આશા રાખી શકાય કે તેઓ અહીં વિકિપીડિયાની નીતિને સમજી શકશે અને ભવિષ્યમાં યોગદાન ચાલુ રાખી ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવશે."

વધુમાં નિયમો/નીતિઓ અને ભાવનાઓ વચ્ચે તફાવત છે, આ બધાને એક બીજાથી જુદા તારવવું ઘણુ અઘરૂ છે પણ આપણે તે કરવું જ રહ્યું. હું આ લખાણને કોઇ પણ શિર્ષક હેઠળ અન્ય ક્યાંય પણ (વિકિસ્ત્રોતમાં પણ) બંધબેસતુ નથી સમજતો, કારણકે આ કોઈ સુભાષિતો નથી, કે નથી કોઇ લોકવાયકાઓ, કે કહેવતો કે મહાવરા. તે ફક્ત ઉપદેશો છે. આપણી પાસે અન્ય એક માધ્યમ છે, વિકિક્વૉટ, પરંતુ તેમા પણ મેં જણાવેલી શ્રેણીઓમાં જ યોગદાન શક્ય છે, હું કે તમે આવતી કાલે કોઇક વાક્યનો ઉપયોગ વારે વારે કરવા માંડીએ (તકીઆ કલામ), તેથી કરીને તે વાક્ય સિદ્ધ નથી થઈ જતું. જેમકે, "ઘરનાં છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો", ભલે આ વાક્ય કોણે રચ્યું તેની જાણ ના હોય, પરંતુ, તે સમાજમાં બહોળા પ્રમાણમાં જાણીતું અને સ્વિકૃત વાક્ય છે, તેને મહાવરો કે કહેવત કહી શકાય અને તેને માટે વિકિક્વૉટમાં સ્થાન છે, પરંતુ, "ભેંસ જબ પૂંછ ઉઠાતી હૈ, તબ ગાના નહી ગાતી, ગોબર હી કરતી હૈ", ભલે પ્રેમ ચોપ્રાનો આ ડાયલોગ, નક્કર સત્ય હોય, પરંતુ તેને ક્વૉટ ના ગણી શકાય. આપણે અહીં યોગદાન કરતી વખતે કોઇને ખોટુ લાગશે કે નહી, તેનું દિલ દુભાશે કે કેમ, તેવા વિચારો કરીને નિતીમાં બાંધછોડ ના કરી શકીએ. જે રીતે "પ્રકાશનાધિકાર"થી સુરક્ષિત કોઇ પણ લખાણ આપણે અહિં ના રાખી શકીએ, કાલે કદાચ હું કશુંક લખી નાંખુ કે કોઇ તસવીર અપલોડ કરૂં જે અન્ય મિત્ર સાબિત કરે કે પ્રકાશનાધિકારથી સુરક્ષિત છે, તો તેને પણ બેધડક પણે વગર વિચારે દૂર કરવું જ પડે, ભાવનાઓમાં વહી જઈને જો આપણે તેને અહિં રહેવા દઈએ તો, વિકિપીડિયા કાયદાકિય આટીઘૂંટીમાં ફસાઇ જાય અને શક્ય છે, કે આપને તેને બંધ પણ કરવું પડે. જે વ્યક્તિનો આવી રચના પર પ્રકાશનાધિકાર હોય, તે જો કોર્ટમાં દાવો કરે તો તેના દાવા પ્રમાણે આપણે ઘણુ ગુમાવવાનું થાય. માટે જ હું નીતિ અને પ્રકાશનાધિકારનિઇ સાથે બાંધ છોડ કરવા તૈયાર કદી નથી થતો. કદાચ થોડું યોગદાન ઓછું થશે તો આપણી ગુજરાતી ભાષાનું કે આપણું માન કાંઇ ઓછુ નથી થઈ જવાનું, પણ જો આપણૅ નિતીભંગ કરતા કે પ્રકાશનાધિકારનો ભંગ કરતા પકડાઇને છાપે ચઢ્યા તો તેથી આપણી ભાષાનું નામ અવશ્ય લજવાશે.
ચાલો, ચર્ચા ક્યાંકથી ક્યાંક પહોંચી ગઈ, માફ કરજો મિત્રો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૪, ૨૬ માર્ચ ૨૦૦૯ (UTC)
Return to "મા-બાપ" page.