ચર્ચા:યોગ (મનોશારીરીક જીવનશૈલી)
છેલ્લી ટીપ્પણી: નામ બદલવા વિનંતી વિષય પર Dsvyas વડે ૪ મહિના પહેલાં
નામ બદલવા વિનંતી
ફેરફાર કરોઆ લેખને યોગ નામ આપી શકાય તેમ ન હોય તો આવા લાંબા અને અટપટા નામને બદલે યોગવિદ્યા નામ આપવા વિનંતી.-101.56.122.13 ૦૯:૩૯, ૨૩ જૂન ૨૦૧૬ (IST)
- યોગ નામે સંદિગ્ધ પાનું અસ્તિત્વમાં છે જ. આ શીર્ષકમાં અટપટું કશું ભાસતું નથી, મારા મતે નામ યોગ્ય જ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૪, ૨૩ જૂન ૨૦૧૬ (IST)
- યોગ સંબંધિત જેટલું પણ અહીં છે એટલે યોગ, યોગદર્શન લેખમાં એ બધું ખોટું છે એવું હું સમજાવવા પ્રયત્ન કરુ છું. જો યોગ્ય લાગે તો કરશો બાકી વાંધો નથી.
- 1) યોગ - આ સ્પષ્ટતા લેખ બરાબર છે.
- 2) યોગદર્શન - જે પ્રાચીન યોગ ની પ્રદ્ધતિનું સ્પષ્ટિકરણ કરતો લેખ હોવો જોઈએ.
- 3) યોગશાસ્ત્ર - આનું શીર્ષક આવું હોય - હેમચન્દ્રાચાર્યનું યોગશાસ્ત્ર
- 3) યોગશાસ્ત્ર - આમાં બધા પ્રકારનાં યોગનાં સિદ્ધાન્તો નિરૂપિત થાય અને સાથે ગ્રન્થો લિ., નેહલ દવે ૨૦:૩૭, ૧૯ જુલાઇ ૨૦૨૪ (IST)
- @Dsvyas:, લેખ શીર્ષકમાં જોડણી દોષ છે. યોગ (મનોશારીરીક જીવનશૈલી) ને યોગ (મનોશારીરિક જીવનશૈલી) કરવું જોઈએ. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૨૧, ૨૦ જુલાઇ ૨૦૨૪ (IST)
- મનોશારીરિક જીવનશૈલી આવું લખવું યોગ્ય ન ગણાય કારણ કે
- 1) યોગ સમ્પૂર્ણ યોગતત્ત્વ પર આ લેખમાં ચર્ચા કરાય છે. માત્ર મનોશારીરિક જીવનશૈલી ની અહીં ચર્ચા નથી.
- 2) અંગ્રેજીમાં આ યોગ વિષય ને લગતો લેખ છે.
- 3) યોગ માત્ર મનોશારીરિક જીવનશૈલી નથી આ એ ભ્રમણા છે, આ આત્મતત્ત્વની ચર્ચા કરે છે, જે મનથી તો પરે જ ગણાય. (योगश्चित्तवृत्तिनिरोधः) યોગ એટલે સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત સમાધિ. જ્યાં ચિત્તની સમસ્ત વૃત્તિઓનો નિરોધ થાય અને આત્મતત્ત્વ ચિત્તથી (મન) થી પરે જતું રહે એ યોગ છે. એનું બીજું નામ અસમ્પ્રજ્ઞાત સમાધિ પણ છે.
- હું માત્ર તથ્યો પ્રસ્થાપિત કરું છું, બાકી આપ જેમ યોગ્ય સમજો તેમ રાખજો. આનું શીર્ષક યોગશાસ્ત્ર હોવું જોઈએ, જે વાસ્તવિકતામાં આનાં લખાણ અને યોગની ગરીમા ને અકબંધ રાખે છે. લિ., નેહલ દવે ૧૯:૪૫, ૨૧ જુલાઇ ૨૦૨૪ (IST)
- શીર્ષક સાથે લેખનું લખાણ પણ સુધારવા વિનંતી છે! -- કાર્તિક ચર્ચા ૨૦:૦૪, ૨૧ જુલાઇ ૨૦૨૪ (IST)
- જી અવશ્ય હું પૂર્ણ પ્રયાસ કરીશ કે આ લેખનું લખાણ શાસ્ત્ર દૃષ્ટિ એ શુદ્ધ હોય. લિ., નેહલ દવે ૦૮:૧૧, ૨૨ જુલાઇ ૨૦૨૪ (IST)
- શીર્ષક સાથે લેખનું લખાણ પણ સુધારવા વિનંતી છે! -- કાર્તિક ચર્ચા ૨૦:૦૪, ૨૧ જુલાઇ ૨૦૨૪ (IST)
- પાંચ-સાત વરસ પહેલા મને આ શીર્ષક યોગ્ય લાગતું હતું પરંતુ આજે વિચારું છું તો યોગ (મનોશારીરિક જીવનશૈલી) યોગ્ય નથી લાગતું. એટલે કે યોગને ફક્ત મનોશારીરિક જીવનશૈલી તરીકે વ્યાખ્યાયિત કરવું ઉચિત નથી. મારા મતે યોગ (વિદ્યા), યોગવિદ્યા, યોગ (આયુર્વેદ) કે પછી ફક્ત યોગ એવું કશુંક રાખી શકાય. એક વખત નામ નક્કી કરીએ પછી આને બદલું. ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૭, ૨૨ જુલાઇ ૨૦૨૪ (IST)
- @Dsvyas:, લેખ શીર્ષકમાં જોડણી દોષ છે. યોગ (મનોશારીરીક જીવનશૈલી) ને યોગ (મનોશારીરિક જીવનશૈલી) કરવું જોઈએ. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૨૧, ૨૦ જુલાઇ ૨૦૨૪ (IST)