ચર્ચા:રાધા

છેલ્લી ટીપ્પણી: ગુણ ગાન ના શબ્દો હટાવો વિષય પર 2401:4900:78E8:28A1:83E3:AB6F:4FC4:A634 વડે ૧૦ મહિના પહેલાં

ગુણ ગાન ના શબ્દો હટાવો ફેરફાર કરો

મે એવું જોયું છે કે આ પેજમાં પ્રશંસા અને ગુણગાન ખૂબ વપરાય છે. આ પેજ કોઈએ સાંપ્રદાયિક ભાવના થી લખ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. પાત્રો ના નામ આગળ શ્રી આદિ શબ્દો, ઉપનામો, વગેરે મૂકવા વિકી સિદ્ધાંત વિરુદ્ધ છે. પેજ ના મંદિરો વિભાગ માં નકરી પ્રશંસા જ ભરેલી છે.

અને કોઈ મને કહી શકે કે મે જ્યારે રાધાના પતિ તરીકે રાયણ નું નામ લખ્યું તેને કેમ કાઢયું ? હું એના પુરાવા આપી શકું કે રાયણ રાધા નો પતિ હતો.

વિકી પીડિયા સંપ્રદાયના પ્રચાર માટે નથી, વાચકો ને શુદ્ધ અને નિષ્પક્ષ માહિતી મળે એ માટે છે, માટે સૌ એ આ પેજ ને વધુ સારું બનાવવા યોગદાન આપે એવી વિનંતી 2401:4900:78E8:3853:656D:468E:7AD7:D282 ૧૪:૨૧, ૨૪ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

રાયણ નામના સંદર્ભ આપવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૩૫, ૨૪ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
સંદર્ભ આપ્યો છે, પણ સંદર્ભ આપતી વખતે ખબર નહિ કેમ પણ માહિતી ચોકઠુ નીકળી ગયું જેથી ફરી બનાવ્યું છે, અને તેમાં રાયણ નો સંદર્ભ પણ ઉમેર્યો છે જેની નોંધ લેવા વિનંતી 2401:4900:78E8:2861:5576:C0EE:80A:2A67 ૨૦:૧૫, ૨૫ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
તમે આપેલો સંદર્ભ નોંધ સાથે સુધાર્યો છે. કોઇપણ ફેરફારો કરતા પહેલાં તેની પાનાં પર શું અસર થાય છે, તે પૂર્વાવલોકન/Preview વડે ચકાસવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૨૩:૨૨, ૨૫ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
આપે તસ્દી લેવી પડી એ બદલ દિલગીર છું, અને આપે કહેલ સુચન નું પણ ચોક્કસથી પાલન કરીશ, અને સંદર્ભ નોંધ સાથે સુધારવા બદલ આભાર 2401:4900:78E8:28A1:83E3:AB6F:4FC4:A634 ૧૫:૦૩, ૨૬ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
Return to "રાધા" page.