સામાન્ય ગુજરાતી બોલ-ચાલમાં ન વપરાતા હોય એવા વાક્યોની યાદી.

ફેરફાર કરો

આ પહેલી વખત અને છેલ્લી વખત એક મદદ તરીકે કરી આપું છું. આ નિચે લખ્યા એવા વાક્યો ગુજરાતીમાં ક્યાંય ઉપયોગમાં લેવાતા નથી. એવી ભાષા ફક્ત ગુગલ ભાષાંતર કે અન્ય કોઈ સોફ્ટવેરમાંથી જ નિકળે છે અને એ વાંચનારની આંખોને ખટકે અને સમજાય પણ નહી.

  1. અને અટલ બિહારી વાજપેયીના આગેવાન હતા
  2. તેમની સાથે તેમને ત્રણ પુત્રો હતા
  3. લખનૌ માં લાંબા સમયથી બીમારી સામે લડાઈ પછી મૃત્યુ પામ્યા.
  4. તેમને ૮૫ વર્ષ થયાં હતા
  5. તેમના પુત્ર આશુતોષ ટંડને તેમના મૃત્યુની ઘોષણા કરી

તમે ક્યારેય ગુજરાતમાં કોઈના મૃત્યુની ઘોષણા થતી જોઈ છે? ગુજરાતીમાં વાક્ય રચનાનો ક્રમ કેવો હોવો જોઈએ એ પણ સમજવું જરૂરી છે. આ બધા સુધારા કરી નાખો. મારૂ પોતાનું ગુજરાતી નબળું છે. તો પણ મને આટલી ભૂલો દેખાઈ. તો અન્ય લોકો ને તો કેટલી બધી ભૂલો દેખાય અને ખટકે? --A. Bhatt (ચર્ચા) ૧૨:૧૦, ૨૨ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

શ્રી અનિકેત ભાઈ મારું સારી દિશા માં ધ્યાન દોરવા બદલ આભાર VIJAYSINH RANA 542 (ચર્ચા) ૧૨:૨૮, ૨૨ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

હું સુધારાઓ કરીશ. આભાર VIJAYSINH RANA 542 (ચર્ચા) ૧૨:૨૯, ૨૨ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

ગુજરાતી વિકિ સારુ યોગદાન કરી આપતા સભ્યોને કાયમ આવકારે છે. સહુ સભ્યો માતૃભાષા પ્રત્યેના લગાવને કારણે એમના પોતાના વ્યવસાય અને કુટુંબ માટેના અંગત સમય માંથી સમય ફાળવીને અહીં યોગદાન આપી રહ્યા હોય છે. અને સહુનું ધ્યેય આ વિકિનો વિકાસ કરવાનું છે. તમે પણ એમાં જોડાઈને સુંદર સહયોગ કરશો એવી અપેક્ષા સાથે વિરમું છું. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૨:૩૪, ૨૨ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

સુધારા બાબત નોંધ

ફેરફાર કરો

@KartikMistry: હું આવા લેખોને મઠારી ને ગુજરાતી વિકિ માટે યોગ્ય બનાવવા માગું છું. શું હજી પણ આ લેખમાં વાક્ય અથવા વાક્ય રચનામાં સુધારાની જરૂર છે ?

જો આમાં તમને કઇ કચાસ લાગતી હોય, તો જરૂર જણાવશો. જેને હું સુધારવા માં મદદગાર રહી શકું.

VIJAYSINH RANA 542 (ચર્ચા)

Return to "લાલજી ટંડન" page.