ચર્ચા:શરૂઆત દૈનિક

છેલ્લી ટીપ્પણી: દૂર કરવા અંગે ચર્ચા વિષય પર Dsvyas વડે ૮ વર્ષ પહેલાં

દૂર કરવા અંગે ચર્ચા ફેરફાર કરો

ભાઇઓ,
અાપણા વિકિ.ના ધારાધોરણો મુજબ અા લેખ ખરા ઉતરતો નથી. સમાચારપત્રોની શ્રેણીમાં ગુજરાતના મુખ્ય વર્તમાનપત્રો સાથે અા લેખ હતો તેથી ધ્યાન ખેંચાયું.

  1. અા કોઇ વિકિ.નોંધપાત્ર વર્તમાનપત્ર લાગતું નથી. તે જૂનાગઢનું અેક ચોપાનીયું હોય તેમ લાગ્યું .
  2. તેની પોતાની વેબસાઈટ કે ઇ-પેપર નથી, વર્ડપ્રેસ પર બ્લોગમાં સાઇટ બનાવી છે https://sharooatdaily.wordpress.com/ તેના પર સમાચારો મૂકે છે. ડોમાઈન નામ પણ પોતાનું નથી, વર્ડપ્રેસનું મફતનું છે.
  3. સાઇટ જોતાં માલુમ પડ્યું કે માહિતી માત્ર માહિતી ખાતાના સમાચારો મોટા મથાળા સાથે મૂક્યા છે. પ્રમુખ વર્તમાનપત્રોમાં સમાચારોમાં મુખ્ય ઘટનાઓ હોય છે, ચોપાનીયાઓમાં પ્રેસનોટ બેઠેબેઠી હોય છે તેવું અામાં છે.
  4. અાવા લાખો ચોપાનીયા છે, વિકિ.માં તેને સ્થાન અાપવા લાયક નથી.
  5. અા લેખ અાઇ.પી. અેડ્રેસથી બનાવાયો છે, વ્યક્તિએ પોતે જ પ્રચાર માટે મૂક્યો હોવાની શક્યતા છે.

--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૦૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

ચોક્કસ દૂર કરી શકાય. વેબસાઇટ વર્ડપ્રેસ.કોમમાં છે તેથી વિકિલાયક નથી જ. --KartikMistry (ચર્ચા) ૧૦:૩૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
પ્રાથમિક રીતે સહમત, પરંતુ સ્થાનિક પ્રબંધકશ્રીનો મત જોઈને આગળ વધીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "શરૂઆત દૈનિક" page.