ચર્ચા:શિવભદ્રસિંહ ગોહિલ

મ. કુ. શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ વિશેનો લેખ દુર કરવા જેવો નથી. તેઓશ્રી એ પ્રર્યાવરણ માટે ઉત્કૃષ્ટ કાર્યો કરેલા છે. ભાવનગર પાસે આવેલ "વેળાવદર કાળીયાર અભયારણ્ય એમના પ્રયત્નો ને લીધે આજે અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતના વન ખાતાને તેઓ શ્રી લગભગ ૧૯૮૫થી "એશીયાઈ સિંહો ના તજજ્ઞની સમીતી" માં માનદ સેવાઓ આપી રહેલ છે.

મહાત્મા ગાંધી વિષે લખેલો લેખ પણ જો તેમાં કશી માહિતી ના હોય તો તેને દૂર કરવો પડે. આપ ચાહતા હોવ કે અ અલેખ દૂર ના કરવામાં આવે તો તેમાં સત્વરે માહિતી ઉમેરો. જેટલી માહિતી છે તે પુરતી નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૧૮, ૯ જૂન ૨૦૧૧ (UTC)

માહિતી ઊમેરવા માટે પાનાનૂ અસ્તિત્વ ટકી રેહવું જરુરી છે એવો મારો નમ્ર અભિપ્રાય છે કેમકે આપણી પાસેની માહિતી આપણે ટુંકા ગાળામાં લખી શકતા નથી. ઊપરાંત, લગભગ આટલી જ માહિતી ધરાવતા બીજા પાનાઓ નું અસ્તિત્વ જ્યારે સલામત છે ત્યારે આ પાનાને આટલી જડપથી રદ્દ્ કરવાની જરુરિયાત ગળે ઊતરે એમ નથી. વિકીપીડીયાનો ઉદ્દેશ - મારી સમજ પ્રમાણે - વધુ અને વધુ લોકો પોતાની પાસે રહેલી આધારભુત માહિતી અહીં લખે એ છે ત્યારે કોઈનુ યોગદાન આટલી ઝડપથી દુર કરવા એ લોકો ને લખવા માટે નિરૂત્સાહ કરવા બરાબર છે. - ટેકિના

આટલી માહિતી વાળા અન્ય પાના મારા ધ્યાને દોરશો તો તેને પણ દૂર કરવાનું ઘટતું કરવાનો પ્રયત્ન કરીશ. મારે મ.કુ.શી શિવભદ્રસિંહજી સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી કે તેમના જ લેખને દૂર કરવાનો આટલો દુરાગ્રહ રાખું. જો આપણી પાસે માહિતી ના હોય તો લેખ તૈયાર કરવા પાછળ કોઈ લોજીક મને દેખાતું નથી. ઘર બને છે તેમાં રહેતા લોકોથી, દિવાલોને પ્લાસ્ટર હોય, રંગ રોગાન કર્યા હોય અને અંદર બેસવા ઉઠવા માટે ભલે ટેબલ-ખુરશી કે સોફા ના હોય પણ એક ચાદર કે ચટ્ટાઈ હોય તો તે શોભી ઉઠે છે. ફક્ત એકની ઉપર એક ઈંટ ગોઠવીને વગર ચણતરે કે વગર પ્લાસ્ટરે ઉભા કરેલા ખોખાની અંદર વગર સામાને બેસી રહીએ અને કહીએ કે આ મારૂં ઘર છે, આને હું ઘર કહીશ તો જ તેની અંદર સામાન આવશે, શું તે હકીકત છે? આપણે ઘર વસાવતા પહેલાં તેમાં જરૂરી સામાનની ગોઠવણ કરીએ છીએ. લેખને પણ ઘર માનશો તો સમજી શકશો કે તેની અંદર આવશ્યક સામાન સિવાય તેને ઘર ના કહેવાય, ખોખું કહેવાય.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૫, ૧૪ જૂન ૨૦૧૧ (UTC)
સીતારામ... ચર્ચા રસપ્રદ લાગે છે... આપ બન્નેની વાત સાચી લાગે છે. એક કામ કરીયે.. થોડો સમય આ લેખ રહેવા દઇયે ત્યાં સુધીમાં ભાવનગરથી વધું માહિતી મેળવવા હું પ્રયાસ કરું. ત્યાર બાદ યોગ્ય નિર્ણય લઇયે.... મહર્ષિ --Maharshi675 ૧૨:૦૬, ૧૫ જૂન ૨૦૧૧ (UTC)
સીતારામ મહર્ષિભાઈ. લેખને હટાવવા માટે ત્યારે ચિહ્નિત કરવામાં આવ્યો હતો જ્યારે ખરેખર જ તેમાં કોઈ સાર્થક માહિતી નહોતી. મિત્ર ટેકિનાએ તેમાં થોડી ઘણી માહિતી ઉમેરીને હવે તેને સબસ્ટબ કક્ષાએ પહોંચાડ્યો છે, એટલે હવે તકલિફ નથી. પણ ચર્ચા લેખ જે કક્ષાએ હતો તે કક્ષાએથી તેને હટાવવો કે નહી તેના પર હતી અને હજુ છે. અહીં ક્લિક કરવાથી તમને જાણ થશે કે ડિલિશન માટે માર્ક કરતી વેળા લેખમાં શું માહિતી હતી. મધ્યસ્થિ બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૬, ૧૫ જૂન ૨૦૧૧ (UTC)
સીતારામ, મિત્રો, મારી પણ થોડી ડાઢ સળવળી એટ્લે થયુ કે, હું પણ થોડી ટાપસી પુરાવુ, મિત્રો તમને કોઈને વાંધો તો નથીને ? :-) .. મારા ખ્યાલ મુજબ શિવભદ્રસિંહજી પહેલા ધારાસભ્ય તરીકે સેવા બજાવી ચુકયા છે. એટલે આપણે તેને એક રાજઘરાનાનાં સભ્યથી અલગ ઓળખ માટે વિચારીએ તો તેમાં પર્યાવરણ પ્રેમી અને રાજકીય નેતા તરીકે અહીં આ લેખને થોડો વિસ્ત્રુત કરીએ તો કેમ ?--જીતેન્દ્રસિંહ ૧૨:૦૯, ૧૬ જૂન ૨૦૧૧ (UTC)
Return to "શિવભદ્રસિંહ ગોહિલ" page.