ચર્ચા:50 વર્ષ વય પછી ગર્ભધારણ
ડો પંકજ નરમનું છૂપું માર્કેટિંગ?
ફેરફાર કરોથોડી ઉંડાણમાં તપાસ કરતા જાણવા મળ્યું કે જે સભ્ય દ્વારા આ લેખ બનાવાયો છે, તે ડો પંકજ નરમ સંબંધી લેખો (દા.ત. આર્યુવેદ)ના લેખોમાં ડોક્ટરને લગતી કડીઓ ઉમેરે છે, તેમજ સાવધાની પૂર્વક ફિલ્મ કલાકારોના લેખોમાં મોટાભાગે મશીન ભાષાંતરિત વિગતો ઉમેરવાનું કામ કરે છે. @Dsvyas, @Aniket - ચકાસી લેવા વિનંતી. ---કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૬, ૩ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)
નમસ્તે, આ ચર્ચા શુરુ કર્યા માટે આપનો ખૂબ આભાર ! આ ચર્ચા થી જાણવા મળશે કઈ કઈ અને કેવી રીતે કળિયો ઉમેરી શકાય ! એ માન્ય છે કે ડો. પંકજ નરમ ને લાગતી કડી ઉમેરી છે, પરંતુ હેતુ ફક્ત જાણકારી નો છે ! હજુ ઘણી વિગતો ઉમેંરવાની છે, અન્ય ડોક્ટરો અને પીડિતો ની તથા ઉપચારો ની ! મારા જવાબ નો હેતુ ખુલાસો કરવાનો છે અને દલીલ નો નહિ, અને જુના સભ્યો થી માર્ગદર્શન મેળવા ની આશા છે ! અમે હજુ નવા સભ્ય બન્યા છે, અને હજુ શીખી રહ્યા છે ! હમારો હેતુ જે જાણકારી વધારે પ્રસિદ્ધ નાં હોય એની કળિયો ઉમેરવાનો છે ! અમે વિકિપેડિયા ની પોલીસી નું પાલન કરવા માં કતીબુદ્ધ છે.---શ્વેતા શાહ ચર્ચા ૧૧.૫૭, ૨ માર્ચ ૨૦૧૭ (IST)
- ખુલાસા અને યોગદાનો માટે આભાર. ધ્યાનમાં રાખશો કે વિકિપીડિયામાં જાહેરખબર કે માર્કેટિંગ માન્ય નથી - ભલે તે માહિતી ઉપયોગી હોય. ગુજરાતી વિકિપીડિયા ઘણું નાનું છે, તેમાં હાજર રહેલા લેખોને સુધારવાનું (સંપૂર્ણ મશીન ભાષાંતર વગર!) કામ કરશો તો વધુ લોકોને ફાયદો થશે. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૨, ૩ માર્ચ ૨૦૧૭ (IST)
માર્ગદર્શન આપવા માટે આભાર. વધુ વિગતો ઉમેરી છે , જેથી કોઈ પણ એક વ્યક્તિ અથવા વસ્તુ ને અજાણતા અને અણધાર્યો માર્કેટિંગ લાભ ના મળે, કારણ કે વિકિપેડિયા ની પોલીસી નું પાલન કરવા નુ હમારો હેતુ છે, અને નાહક માર્કેટિંગ નુ નહિ. આશા છે આ ફેરફાર ને યોગ્ય લાગશે. ---શ્વેતા શાહ ચર્ચા ૧૭.૦૪ , ૯ માર્ચ ૨૦૧૭ (IST)
ચર્ચા વગર દૂર કરવા માટેનું ટેગ ન હટાવવું
ફેરફાર કરો@Shwetamits મહેરબાની કરીને ચર્ચા કર્યા વગર લેખ દૂર કરવા માટેનું ટેગ ન હટાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૫, ૧ એપ્રિલ ૨૦૧૭ (IST)