ચર્ચા:DINESH SHARMA 22/મંજુ રાની

મંજુ રાની

ફેરફાર કરો

મંજુ રાની (જન્મ 26 ઑક્ટોબર, 1999 રોહતક, હરિયાણા) હરિયાણાના રિથલ ફોગાટ ગામનાં એક ભારતીય મહિલાઍમેચ્યોર બૉક્સર છે.[]

તેમણે 2019માં રશિયાના ઉલાન-ઉડેમાં એઆઈબીએ મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

તેઓએ બલ્ગેરિયામાં પ્રતિષ્ઠિત સ્ટ્રાન્ડજા મેમોરિયલ બૉક્સિંગ ટુર્નામેન્ટ 2019માં રજતપદક પણ જીત્યો[] અને એ જ વર્ષે થાઇલૅન્ડ ઓપન અને ઇન્ડિયા ઓપનમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.[]

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

રાનીનો જન્મ 26 ઑક્ટોબર, 1999ના રોજ હરિયાણાના રોહતક જિલ્લાના રિથલ ફોગાટ ગામમાં થયો હતો. તેમનો પરિવાર મોટો હતોજેમાં સાત બહેનો અને ભાઈઓ હતાં. તેમના પિતા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના સૈનિક હતા. તેમના પિતાનું 2010માં કૅન્સરથી મૃત્યુ થયા બાદ તેમના પરિવારનો આવકનો સ્રોત માત્ર પેન્શન જ હતું.

તેમના પરિવારમાં કોઈ રમતગમતમાં નહોતું. રાનીએ ગામની અન્ય છોકરીઓને જોઈને શરૂઆતમાં કબડ્ડી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમના કોચે તેમને બૉક્સિંગમાં જવાની સલાહ આપી હતી.

2012ના લંડન સમર ઑલિમ્પિક્સ ભારતીય બૉક્સિંગનાં લિજેન્ડ બ્રૉન્ઝમેડલ વિજેતા મેરી કોમ (એમસી)ના પ્રદર્શનથી પ્રભાવિત થઈને રાનીએ બૉક્સિંગમાં આવવાનો નિર્ણય કર્યો.[] []

તેમનાં માતા તેમના સ્વર્ગસ્થ પતિના નજીવા પેન્શનથી સાત બાળકોનો ઉછેર કરતાં હતાં છતાં કપરી આર્થિક સ્થિતિ વચ્ચે રાનીએ કારકિર્દીમાં પ્રગતિ કરી.

રાની નાના હતા ત્યારે યોગ્ય આહાર કે બૉક્સિંગ ગ્લવ્ઝની જોડી મેળવવી પણ મુશ્કેલ હતી.[]

જોકે તેમણે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 2019ની આસપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે સફળતા મેળવી.

20 નવેમ્બર, 2020ના રોજ ઍથ્લીટે સ્પૉર્ટ્સ મૅનેજમૅન્ટ કંપની ઇન્ફિનિટી ઑપ્ટિમલ સોલ્યુશન્સ (IOS)એ કરાર સમાપ્ત કરવાની નોટિસ આપી હતી.

તેમણે ઑક્ટોબર 2019માં કંપનીને તેના વેપારી હિતોને સંચાલિત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કંપની પર કરારની શરતોનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો હતો.[]

વ્યાવસાયિક સિદ્ધિઓ

ફેરફાર કરો

રાનીની તેમના રાજ્યમાં પસંદગી ન થતા તેઓ પંજાબ ગયાં હતાં અને જાન્યુઆરી 2019માં સિનિયર રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.[]

ત્યારબાદ ફેબ્રુઆરી 2019માં તેમણે બલ્ગેરિયાની સ્ટ્રાન્ડજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો, જે યુરોપની શરૂઆતની બૉક્સિંગ ઇવેન્ટ્સમાંની એક છે અને તે સૌથી વધુ ટફ રમત છે.[] તે જ વર્ષે તેમણે થાઇલૅન્ડ ઓપન અને ઇન્ડિયા ઓપનમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.[૧૦]

એઆઈબીએ (AIBA) વુમન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ 2019

રાનીએ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સારા પ્રદર્શનથી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો અને લાઇટ ફ્લાઇટવેઇટ ક્લાસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે મેરી કોમ, જમુનાબોરો અને લોવલિના બોર્ગોહેન જેવી અન્ય ભારતીય ટીમની ખેલાડીઓએ બ્રૉન્ઝ મેડલ્સ મેળવી સંતુષ્ટ થવું પડ્યું.[૧૧]

ફાઇનલમાં હરિયાણાની આ યુવતીએ કોરિયન કીમ હયાંગની ટોચની પ્રતિસ્પર્ધી કિમ મીને 4-1થી હરાવી હતી.[૧૨]

રાની કહે છે કે, તેમણે 2024માં પેરિસ સમર ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.[૧૩]

https://www.bbc.com/gujarati/india-55873859[1]

https://sportstar.thehindu.com/boxing/manju-rani-settles-for-silver-on-debut-at-womens-world-boxing-championships/article29672495.ece [2]

https://www.dnaindia.com/sports/report-will-do-everything-to-change-colour-to-gold-says-world-boxing-champion-silver-medalist-manju-rani-2797368#:~:text=16%20AM%20IST-,Manju%20Rani%20made%20a%20brilliant%20debut%20campaign%20at%20the%20Women's,final%20to%20Russia's%20Ekaterina%20Paltceva. [3]

https://timesofindia.indiatimes.com/sports/boxing/world-no-2-boxer-manju-rani-alleges-non-fulfillment-of-sponsorship-deal/articleshow/79479582.cms?from=mdr [4]

જમણી બાજુનું બૉક્સ:

ફેરફાર કરો

વ્યક્તિગત માહિતી:

પૂરું નામ : મંજુ રાની

નાગરિકત્વ : ભારતીય

જન્મ : 26 ઑક્ટોબર, 1999

જન્મસ્થળ : રિથલ ફોગાટ ગામ, રોહતક જિલ્લો, હરિયાણા

રમતગમત : બૉક્સિંગ (મુક્કાબાજી)

વજન ક્લાસ : લાઇટ ફ્લાઇટવેઇટ

પ્રતિનિધિત્વ  : ભારત

સિલ્વર મેડલ : 2019 એઆઈબીએ મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ, ઉલાન-ઉડે, રશિયા

સિલ્વર મેડલ : 2019 સ્ટ્રાડન્જા મેમોરિયલ બૉક્સિંગ ટુર્નામેન્ટ, બલ્ગેરિયા

બ્રૉન્ઝ મેડલ : 2019 ઇન્ડિયા ઓપન

બ્રૉન્ઝ મેડલ: 2019 થાઇલૅન્ડ ઓપન

  1. "મંજુ રાની : એ બૉક્સર જેમની પાસે બૉક્સિંગ ગ્લવ્ઝનાં પૈસા નહોતા". BBC News ગુજરાતી. મેળવેલ 2021-02-17.
  2. PTI. "Manju Rani settles for silver at Women's World Boxing Championships". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  3. "'Will do everything to change colour to gold,' says World boxing Champion silver medalist Manju Rani". DNA India (અંગ્રેજીમાં). 2019-10-17. મેળવેલ 2021-02-17.
  4. "મંજુ રાની : એ બૉક્સર જેમની પાસે બૉક્સિંગ ગ્લવ્ઝનાં પૈસા નહોતા". BBC News ગુજરાતી. મેળવેલ 2021-02-17.
  5. PTI. "Manju Rani settles for silver at Women's World Boxing Championships". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  6. "મંજુ રાની : એ બૉક્સર જેમની પાસે બૉક્સિંગ ગ્લવ્ઝનાં પૈસા નહોતા". BBC News ગુજરાતી. મેળવેલ 2021-02-17.
  7. Nov 29, TNN /; 2020; Ist, 22:28. "World No. 2 boxer Manju Rani alleges non-fulfillment of sponsorship deal | Boxing News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.CS1 maint: numeric names: authors list (link)
  8. PTI. "Manju Rani settles for silver at Women's World Boxing Championships". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  9. PTI. "Manju Rani settles for silver at Women's World Boxing Championships". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  10. "'Will do everything to change colour to gold,' says World boxing Champion silver medalist Manju Rani". DNA India (અંગ્રેજીમાં). 2019-10-17. મેળવેલ 2021-02-17.
  11. PTI. "Manju Rani settles for silver at Women's World Boxing Championships". Sportstar (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  12. "'Will do everything to change colour to gold,' says World boxing Champion silver medalist Manju Rani". DNA India (અંગ્રેજીમાં). 2019-10-17. મેળવેલ 2021-02-17.
  13. "મંજુ રાની : એ બૉક્સર જેમની પાસે બૉક્સિંગ ગ્લવ્ઝનાં પૈસા નહોતા". BBC News ગુજરાતી. મેળવેલ 2021-02-17.
Return to "DINESH SHARMA 22/મંજુ રાની" page.