ચાલ જીવી લઈએ! (ચલચિત્ર)
ચાલ જીવી લઈયે! એ વિપુલ મહેતા દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત ૨૦૧૯ની ભારતીય ગુજરાતી-ભાષી કોમેડી-ડ્રામા રોડ ફિલ્મ છે. રશ્મિન મજીઠીયા નિર્મિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરીયા, યશ સોની અને આરોહી પટેલે અભિનય આપ્યો છે. [૨] ફિલ્મમાં સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું હતું. [૩] આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે .
ચાલ જીવી લઈએ ! | |
---|---|
દિગ્દર્શક | વિપુલ મહેતા |
લેખક | વિપુલ મેહતા અને જૈનિશ ઈજરદાર |
નિર્માતા | રશ્મિન મજીઠિયા |
કલાકારો |
|
છબીકલા | પ્રતિક પરમાર |
સંપાદન | જેતેન્દ્ર કે શાહ |
સંગીત | સચિન-જીગર |
નિર્માણ નિર્માણ સંસ્થા | કોકોનટ મોશન પિક્ચર્સ |
વિતરણ | કોકોનટ મૂવિઝ રિલિઝ |
રજૂઆત તારીખ | ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ |
અવધિ | ૧૩૭ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
બોક્સ ઓફિસ | ₹૩૫ crore (US$૪.૬ million)[૧] |
પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોસફળ અને સાહસિક ઉદ્યોગપતિ બનવાની મહત્વકાંક્ષામાં, આદિત્ય પરીખ (યશ સોની) પોતાના જીવન સહિત તેના પિતા બિપિનચંદ્ર પરીખને (સિદ્ધાર્થ રાંદેરિયા)અવગણે છે. તેના પિતાને પોન્ટાઇન ગ્લિઓમા (મગજમાં એક પ્રકારની વધતી રહેતી ઘાતક ગાંઠ)હોવાનું નિદાન થયું. આદિત્ય તેના પિતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમને ઉત્તરાખંડ લઈ જવા સંમત થાય છે, જ્યાં તે આકસ્મિક રીતે કેતકી મહેતા(આરોહી પટેલ) નામની એક પ્રવાસી (બેકપેકર)ને મળે છે. આ પ્રવાસ તેમને આશ્ચર્યકારક સુખ અને નિકટતાનો દર્શન કરાવતી અનુભૂતિ બની રહે છે.
પાત્રો
ફેરફાર કરો- બિપિનચંદ્ર પરીખ તરીકે સિદ્ધાર્થ રાંદેરિયા
- આદિત્ય પરીખ તરીકે યશ સોની
- કેતકી મહેતા તરીકે અરોહી પટેલ
- ભલા કાકા તરીકે જાગેશ મુકાતી
- ડો. વાડિયા (અતિથિવિશેષ) તરીકે અરૂણા ઈરાની
નિર્માણ
ફેરફાર કરોઆ ફિલ્મનું ચિત્રીકરણ હરિદ્વાર, ચોપ્તા અને કેદારનાથ સહિત ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. [૪]
ગીત સંગીત
ફેરફાર કરોAll lyrics are written by નિરેન ભટ્ટ; all music is composed by સચિન-જીગર.
ક્રમ | શીર્ષક | ગાયકો | અવધિ |
---|---|---|---|
1. | "ચાંદને કહો" | જીગરદાન ગઢવી, સચિન સંઘવી, તનીષ્કા સંઘવી, અન્ય કલાકારો | ૫:૧૯ |
2. | "પા પા પગલી" | સોનુ નિગમ અને અન્ય કલાકારો | ૪:૩૬ |
3. | "ઘણું જીવો" | કીર્તિ સંગીત, ભૂમિ ત્રિવેદી અન્ય કલાકારો | ૩:૦૫ |
4. | "ઘણું જીવો (રીપ્રાઈસ)" | કીર્તિ સંગીત, ભૂમિ ત્રિવેદી અન્ય કલાકારો | ૧:૧૬ |
કુલ અવધિ: | ૧૪:૧૬ |
આ ફિલ્મના ગીતો તેની સત્તાવાર રીલિઝ પહેલાં ઓનલાઇન લિક થયા હતા. [૫]
પ્રદર્શન
ફેરફાર કરોઆ ફિલ્મ ભારતમાં ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ ના દિવસે પ્રદર્શિત થઈ હતી. [૬] ભારતમાં તેના સફળ પ્રદર્શન બાદ, તેને ૧૪ માર્ચ ૨૦૧૯ ના દિવસે ઑસ્ટ્રેલિયામાં, અને ૧૫ માર્ચ ૨૦૧૯ ના દિવસે ન્યુઝિલેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. [૭] આ ફિલ્મે ૧૨ મે ૨૦૧૯ના દિવસે સિનેમાઘરોમાં ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા. [૮]
વકરો
ફેરફાર કરોબોક્સ ઑફિસ
ફેરફાર કરોબુકમાયશૉ નામની ઓનલાઇન ટિકિટ બુકિંગ વેબસાઇટ અનુસાર, આ ફિલ્મે તેના પ્રથમ દિવસે લગભગ ₹૪૪ lakh (US$૫૮,૦૦૦) અને લગભગ ₹૭ crore (US$૯,૨૦,૦૦૦) પ્રથમ અઠવાડિયામાં કમાવ્યા હતા. વ્યવસાય વિવેચક (ટ્રેડ એનાલિસ્ટ) કોમલ નાહતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. [૯] બુકમાય શોએ આ ફીલ્મની કમાણી ₹૩૫ crore (US$૪.૬ million) થઈ હોવાનો અંદાજ લગાવ્યો હતો. ફિલ્મે ઑસ્ટ્રેલિયામાં ₹૫૪ lakh (US$૭૧,૦૦૦) આસપાસ ₹૫૪ lakh (US$૭૧,૦૦૦) ન્યુ ઝિલેન્ડ માં ₹૯ lakh (US$૧૨,૦૦૦) અને યુનાઇટેડ કિંગડમ માં ₹૬.૬ lakh (US$૮,૭૦૦) કમાવ્યા છે. [૭]
ટીકા
ફેરફાર કરોટીકાકારો દ્વારા આ ફિલ્મને મોટે ભાગે સકારાત્મક સમીક્ષા મળી છે. ટાઇમ્સ ઑફ ઈન્ડિયાની શ્રુતિ જાંભેકરે તેને ૫ માંથી ૪નું રેટિંગ આપ્યું હતું અને પટકથા, સંપાદન, છાયાચિત્રણ(સિનેમેટોગ્રાફી), સંગીત અને પ્રદર્શન માટે નિર્દેશકની પ્રશંસા કરી હતી.[૨] સૌરભ શાહે તેને ૫ માંથી ૪ રેટ કરી અને નિર્દેશન, સંગીત અને પ્રદર્શનની પ્રશંસા કરી પરંતુ છેલ્લા દ્રશ્યની લંબાઈની ટીકા કરી.[૧૦] મિડ-ડે ગુજરાતીએ પિતા-પુત્રના સંબંધો પર આધારિત ફિલ્મના વલણને નોંધ્યું હતું અને સકારાત્મક સમીક્ષા આપી હતી. [૧૧] સરજક.ઓર્ગ (Sarjak.org)માં લખતા તુશાર દવેએ તેના સંદેશ, છાયાચિત્રણ, સંગીત અને મુખ્ય કલાકારોના અભિનય માટે ફિલ્મની પ્રશંસા કરી હતી પરંતુ કેટલાક સંવાદો, ભાવનોત્તેજકતા (મેલોડ્રેમા), અરુણા ઈરાનીની કામગીરી અને છેવટના દ્રશ્યની લંબાઈની લંબાઈની ટીકા કરી હતી. [૧૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Chal Jeevi Laiye Box Office Collections". BookMyShow. મેળવેલ ૨૭ મે ૨૦૧૯.
- ↑ ૨.૦ ૨.૧ Jambhekar, Shruti. "Chaal Jeevi Laiye Movie Review 4.0/5". The Times Of India - Ahmedabad eEdition.
- ↑ Chhatwani, Deepali (18 January 2019). "Dhollywood Jodia to watch out for this year". The Times Of India. Ahmedabad. મેળવેલ 15 March 2019.
- ↑ "'ચાલ જીવી લઈએ': ઉત્તરાખંડનાં ખૂબસૂરત સ્થળે લઈ જતી પહેલી ગુજરાતી ફિલ્મ". Chitralekha. મેળવેલ 2019-02-11.
- ↑ "Chal Jeevi Laiye song composed by Sachin-Jigar leaked online". The Times of India (અંગ્રેજીમાં). 2019-01-08. મેળવેલ 2019-02-11.
- ↑ "It was a starry Thursday night at the premieres for Dhollywood". The Times of India. 2019-02-02. મેળવેલ 2019-02-11.
- ↑ ૭.૦ ૭.૧ "Chaal Jeevi Laiye!". www.boxofficemojo.com. મેળવેલ 2019-05-27.
- ↑ "Gujarati film Chaal Jeevi Laiye completes 100 days in cinemas". Creative Yatra (અંગ્રેજીમાં). મેળવેલ 2019-05-27.
- ↑ Baddhan, Raj (2019-03-14). "Box Office: 'Chaal Jeevi Laiye' declared biggest Gujarati hit in history". BizAsia. મેળવેલ 2019-05-09.
- ↑ Shah, Saurabh (2019-02-02). "સિરિયસ થઈને મરવાને બદલે હસતાં રમતાં 'ચાલ, જીવી લઈએ'". NewsPremi Gujarati. મેળવેલ 2019-02-11.
- ↑ "Movie Review:ચાલ જીવી લઈએ, ચાલો જોઈ લઈએ". www.gujaratimidday.com. 2019-02-02. મેળવેલ 2019-02-11.
- ↑ Dave, Tushar (2019-02-02). "Film Review : ચાલ જીવી લઈએ !". Sarjak (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-11.