ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. ચેતક, એટક/નેટક સાથે, ગુજરાતના ખોડગામના દંતી શાખાના ચારણ વેપારીઓ દ્વારા પ્રતાપ અને તેના ભાઈ શક્તિ સિંહને રજૂ કરવામાં આવ્યા હતા. માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો. બદલામાં, દાંતી-ચારણના વેપારીઓને ત્યારબાદ મેવાડના ગઢવાડા અને ભાણોલ ગામોની જાગીર અનુદાન આપવામાં આવી હતી.[][][][][]

ચેતક પર સવાર મહારાણા પ્રતાપનું પૂતળું

હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.

હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઇના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી. માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મુગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા. મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તુટી પડી, એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા. આ વેળા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઇ ગયો હતો, આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઇને તે લડાઇના મેદાનની બહાર નીકળી ગયો હતો. મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો.

મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે.

  1. The Warhorse, 1250-1600 - Ann Hyland, page:- 172
  2. Elizabeth, Thelen, (2017-04-22). "Riding Through Change: History, Horses and the Restructuring of Tradition in Rajasthan" (અંગ્રેજીમાં). Cite journal requires |journal= (મદદ)CS1 maint: extra punctuation (link)
  3. "National Police Academy dominates equestrian meet - Times of India". The Times of India. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૭.
  4. Chandra, Yashaswini (2021-01-22). The Tale of the Horse: A History of India on Horseback (અંગ્રેજીમાં). Pan Macmillan. ISBN 978-93-89109-92-4.
  5. Gadhvi, Priyvrat (2020-05-26). "HISTORICAL REFERENCES TO THE HORSE IN INDIA". Influx of the Kathiawari into Mewar was historically older, and apart from Charan traders regularly trading horses (a sub-class of Charans are known as ‘sauda’ barhats, such as those from Soniyana village in Mewar)... According to popularly held folk-view and backed by historical logic, Chetak was a Kathiawari stallion, presented as a young foal to Rana Pratap along with his older sibling Natak by Danti Charan traders. Chetak was believed to be bred at the Kathi darbar’s place in Bhimora village, in Chotila taluka of Surendranagar district. The Danti Charan traders were originally from village Khod near Chotila and subsequently were given grants of villages Gadhwada and Bhanol in Mewar. Till very recently, their descendants in these villages must have been well aware of this history. There is a story, perhaps apocryphal, of Rana Pratap selecting Chetak based on the spirit displayed by Natak when he was tested for swiftness of response. Cite journal requires |journal= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો