જૂન ૨૧
તારીખ
૨૧ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૩ દિવસ બાકી રહે છે.
લિપ વર્ષ સીવાયનાં વર્ષોમાં આ દિવસ, ઉત્તર ગોળાર્ધમાં ગ્રીષ્મ અયનકાળ (summer solstice) અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળુ અયનકાળ (winter solstice) તરીકે નોંધાય છે. આજનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં આ વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૨૦૦૪ – 'સ્પેશશિપવન' (SpaceShipOne), અંગત ખર્ચથી બનેલું પ્રથમ અવકાશયાન જેણે અવકાશયાત્રા કરી.
- ૨૦૦૬ – યમ (Pluto)ના નવા શોધાયેલા ચંદ્રોને અધિકૃત રીતે નિક્ષ (Nix) અને હાયડ્રા (Hydra) નામ આપવામાં આવ્યા.
જન્મ
ફેરફાર કરો- ૧૯૫૩ – બેનઝીર ભુટ્ટો, પાકિસ્તાનના ભુતપૂર્વ વડાપ્રધાન (અ. ૨૦૦૭)
- ૧૯૬૯ – પદ્મપાણી આચાર્ય, ભારતીય ભૂમિસેનાના મહાવીર ચક્ર વિજેતા અધિકારી (અ. ૧૯૯૯)
- ૧૯૭૭ – મુક્તિ મોહન, ભારતીય હિન્દી ચલચિત્ર અભિનેત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૯૪૦ – કે. બી. હેડગેવાર, ભારતીય હિંદુ રાષ્ટ્રવાદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને પહેલા સરસંઘચાલક (જ. ૧૮૮૯)
- ૧૯૫૭ – યોહોનેસ શ્ટાર્ક, નોબેલ પારિતોષિક વિજેતા, જર્મન ભૌતિકશાસ્ત્રી
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
- વિશ્વ માનવતાવાદી દિવસ
- વિશ્વ સંગીત દિવસ
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર June 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.