ચારણ

ચારણો ને ગઢવી,કવીરાજ કહી ને સંબોધવા આવે છે.

ચારણ (હિંદી: चारण) ભારતના રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં આ વસવાટ કરતી એક જાતિ/જ્ઞાતિ છે. શ્રીમદ્ ભાગવતમ્ (સ્કંધ ૩, અધ્યાય ૧૦, શ્લોક ૨૮-૨૯) અનુસાર ચારણ જ્ઞાતિ, યક્ષ, ગંધર્વો, દેવો, અપ્સરા જેવા અન્ય દૈવી સ્વરૂપોની સાથે બનાવવામાં આવી હતી અને તેઓ સ્વર્ગમાં રહેતા હતા. એવી પણ માન્યતા છે. આ જ્ઞાતિના સભ્યો તેમના ઉચ્ચ સાહિત્યિક રસ અને જ્ઞાન, સમાજ પ્રત્યે ઊંડી વફાદારી, હોંશીયારી અને યુદ્ધમાં શહાદત વહોરવા માટેની અડીખમ તૈયારી, વગેરે જેવા ગુણો માટે પ્રખ્યાત છે.[૧]

ચારણી સાહિત્યફેરફાર કરો

સાહિત્ય અને કવિતા ચારણોની એક આગવી ઓળખ અને અભિન્ન ભાગ છે. આ સાહિત્યની શૈલી ચારણી સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિંગળ ભાષા અને સાહિત્ય આ જાતિના કારણે અસ્તિત્વ ધરાવે છે. ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્ય ને તેર ઉપશૈલીઓમાં વિભાજન કર્યુ છે:

 • દેવો અને દેવીઓ ના વખાણ ગીતો
 • નાયકો, સંતો અને સમર્થકો વખાણ ગીતો (બિરદાવળી)
 • યુદ્ધ વર્ણનો
 • મહાન રાજાઓ અને પુરૂષોમાં અનિષ્ટ માટે તેમના શક્તિનો ઉપયોગ
 • હિંમત, એક સ્થાયી વિશ્વાસઘાત ની ઠેકડી
 • પ્રેમ કથાઓ
 • મૃત યોદ્ધાઓ, સમર્થકો અને મિત્રો માટે વિલાપ કાવ્ય
 • કુદરતી સૌંદર્ય, મોસમી સુંદરતા અને તહેવારોના વખાણ
 • હથિયારોના વર્ણનો
 • સિંહ, ઘોડા, ઊંટ, અને ભેંસની પ્રસંશા કરતા ગાયન
 • ભાષાની અને વ્યવહારુ કાબેલિયત વિશે કહેવત
 • પ્રાચીન મહાકાવ્યો
 • દુષ્કાળ અને પ્રતિકૂળ સમયમા લોકોનુ વર્ણન

સંદર્ભફેરફાર કરો

 1. Hasmukh gadhavi rozavada, Hasmukh gadhavi rozavadaSanja (2006). "Narrative "Lore" and Legend from Saurashtra (India) Gems Waiting to be polished" (PDF). Asian Folklore Studies. 65: 323–337. Check date values in: |year= (મદદ)