જનતા દળ (ગુજરાત) ગુજરાત, ભારતનો રાજકીય પક્ષ હતો. તે જનતા દળમાંથી વિભાજન પામેલું જૂથ હતું. આ જૂથના આગેવાનો ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતા હતા. પછીથી આ પક્ષ અને તેના નેતાઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા.[] જનતા દળ (ગુજરાત‌) પક્ષ ૧૯૯૦માં સત્તામાં આવ્યો હતો અને ૧૯૯૫ સુધી સત્તા પર રહ્યો હતો. તેમની પાસે વિધાનસભાના ૭૦ ધારાસભ્યો હતા અને કોંગ્રેસ પક્ષના ૩૫ ધારાસભ્યનો ટેકો તેમને મળ્યો હતો.

રાજ્ય સભામાં દિનેશ ત્રિવેદીએ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[]