જનમેજય પરિક્ષિતનો પુત્ર, અભિમન્યુનો પૌત્ર અને અર્જુનનો પ્રપૌત્ર અને હસ્તિનાપુરનો રાજા હતો. જન્મથી જ અજ્ય હોવાથી તે જનમેજય કહેવાયો. તેના નામનો બીજો અર્થ જે 'જન'નો ઉદ્ધાર કરે તે જનમેજય એમ પણ થાય છે. તેના પિતા પરિક્ષિતનું મૃત્યુ તક્ષક નાગદંશને લીધે થયું હોવાથી પ્રતિશોધ લેવા તેણે નાગયજ્ઞ કર્યો હતો.[] તેણે લગભગ બધા સર્પોનો સંહાર કર્યો, પરંતુ તક્ષક નાગની રક્ષા ઇન્દ્રએ કરીને આમ તે ઉગરી ગયો.

જનમેજય
રાજા
વેદ વ્યાસ અને રાજા જનમેજય
પુરોગામીપરિક્ષિત
અનુગામીઅશ્વમેઘદત્ત
પિતાપરિક્ષિત
માતામદ્રાવતી
જનમેજય વડે નાગયજ્ઞ. આસ્તિક મુનિ તેને રોકવાનો પ્રયત્ન કરે છે.

જનમેજયને કળિયુગના પ્રથમ રાજા પણ માનવામાં આવે છે.

  1. Gopal, Madan (1990). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ 72.