અર્જુન તથા સુભદ્રા (કૃષ્ણની બહેન)નો પુત્ર અભિમન્યુ (સંસ્કૃત: अभिमन्युः) (શબ્દાર્થ: "આત્યન્તિક ક્રોધ") એ મહાભારતનાં મહાનાયકો પૈકિનો એક કરુણન્તિક નાયક હતો. તે પોતાના પિતાની હરોળનો જ એક અજોડ ધનુર્ધર હતો. તે ચંદ્ર દેવનાં પુત્રનો અવતાર હતો.

અભિમન્યુને યુધ્ધમાં જતા જોતી ઉત્તરા

જન્મ, અભ્યાસ અને યુદ્ધ

ફેરફાર કરો
 
શિલા પર કોતરેલું શિલ્પ જેમાં અભિમન્યુને ચક્રવ્યુહમાં પ્રવેશતો દર્શાવવામાં આવ્યો છે.

અભિમન્યુ જન્મ પહેલાં જ તેની માતાની કોખમાં જ અભેદ્ય એવા ચક્રવ્યુહમાં પ્રવેશવાની કળા શીખી આવ્યો હતો. ગ્રન્થોમાંથી જાણવા મળે છે કે જ્યારે તે માતાનાં ગર્ભમાં હતો ત્યારે તેણે અર્જુનને પોતાની માતા સાથે તે વિષે વાતો કરતાં સાંભળ્યા હતા. અર્જુને ચક્રવ્યુહમાં પ્રવેશવાની વાત કરી અને જોયું કે સુભદ્રા ઝોકાં ખાઈ રહી હતી. આ વાત સાંભળતા સુભદ્રા સુઈ ગઈ માટે તેણે ચક્રવ્યુહમાંથી બહાર નિકળવાની વાત માંડી વાળી. આમ ગર્ભમાં રહેલો અભિમન્યુ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાની રીત જાણી ન શક્યો.

આભિમન્યુએ પોતાનું બળપણ તેની માતાના શહેર દ્વારકામાં ગાળ્યુ. તેને શ્રીકૃષ્ણના પુત્ર પ્રધ્યુમ્ન અને પિતા અર્જુનના હાથ નીચે શિક્ષણ મેળવ્યું અને શ્રીકૃષ્ણ ની દેખરેખ નીચે તેનો ઉછેર થયો. સામે આવતા કુરુક્ષેત્રના યુદ્ધ ને ધ્યાનમાં લઈ તેના પિતાએ તેના લગ્ન વિરાટ રાજાની સુપુત્રી ઉત્તરા, સાથે કરાવી આપ્યા, જેથી પાંડવ અને વિરાટ કુળ વચ્ચે ઐક્ય રહે. પોતાના દેશવટાનુ છેલ્લુ વર્ષ પાંડવો ને ગુપ્તવાસમાં ગાળવાનુ હતુ, તે તેમને વિરાટના મત્સ્ય રાજ્યમાં ગાળ્યુ હતુ.

વિસ્મયકારક હથિયારો અને હજારો વીરોના સંહારક એવા યુદ્ધના દેવ ચન્દ્રનો પૌત્ર હોવાથી, અભિમન્યુ બહાદુર અને વીર યોદ્ધા હતો. પોતાના પિતાની સમકક્ષ ધર્નુવિદ્યા અને બહાદુરીને લીધે તે યુદ્ધમાં દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, સૈલ્ય,કર્ણ, દુર્યોધન અને દુશાશનને રોકી શક્યો હતો. પોતાના પિતા,કાકાઓ અને ધ્યેય પ્રત્યેના તેના સંપૂર્ણ સમર્પણ અને વીરતા માટે તેના ખૂબ વખાણ કરવામાં આવ્યા.

અભિમન્યુનું મૃત્યુ

ફેરફાર કરો
 
ચક્રવ્યુહ

અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો અને મહત્વપૂર્ણ લડવૈયા જેમ કે કુમાર લક્ષમણ-દુર્યોધનનો પુત્ર અને બૃહદબળ-ઇક્ષ્વાકુ કુળનો કોશલનો રાજા.

યુદ્ધના ૧૩મા દિવસે, કૌરવોએ પાંડવોને ચક્રવ્યુહ(જુઓ. હિન્દુ પૌરાણિક યુદ્ધ કળા) ભેદવા માટે આહ્વાન આપ્યું. પાંડવોએ તે આહ્વાન સ્વીકાર્યું કેમકે તેઓમાં આ ચક્ર તોડવાની કળા અર્જુન અને શ્રીકૃષ્ણ બન્નેને આવડતી હતી.

પરતું તે દિવસે અર્જુન અને શ્રીકૃષ્ણને બીજે મોરચે સમસપ્તક સાથે લડવા વિવષ હતા. પાંડવોએ તે આહ્વાન પહેલેથી સ્વીકાર્યું હતું અને અભિમન્યુ સિવાય ચક્રવ્યુહ વિષે સૌ અજ્ઞાન હોવાથી,કમ સે કમ તે ચક્રવ્યુહ ભેદવાનું જાણતો હતો, આથી યુવાન અભિમન્યુને મોકલવા સિવાય અન્ય કોઇ રસ્તો પાંડવો પાસે ન હતો, અભિમન્યુ ચક્રવ્યુહ માં ન ફસાય તેની સુરક્ષા માટે બહાર નીકળતી વખતે પાંડવ ભાઈઓએ તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો. એ વાતનું ધ્યાન રહે કે આ યોજના અર્જુન અને શ્રીકૃષ્ણના સુશર્માની સમસપ્તક સામે ના પ્રસ્થાન પછી ઘડાઈ હતી.

તે નિર્ણાયક દિવસે, અભિમન્યુ તેની કળાનો ઉપયોગ કરી સફળતાથી ચક્રવ્યુહના કોઠા તોડી પાડે છે. પાંડવ ભાઈઓ તેની પાછળ ચક્રવ્યુહમાં પ્રવેશ કરવા મથે છે, પણ સિંધુ નરેશ, જયદ્રથ, શિવના વરદાનનો ઉપયોગ કરે છે, જેના દ્વારા તે અર્જુન સિવાય અન્ય સૌ પાંડવ ભાઈઓને એક દિવસ માટે રોકી રાખવા સમર્થ છે. આમ, અભિમન્યુ સમગ્ર કૌરવ સેના સામે એકલો પડી જાય છે.

જ્યારે અભિમન્યુએ તેના સારથિને રથ દ્રોણ તરફ હંકારવા આદેશ આપ્યો ત્યારે ૧૬ વર્ષના તરુણને સારથિએ યુદ્ધ શરુ કરવા પહેલાં ફરી વિચાર કરવા જણાવ્યું. તેણે જણાવ્યું કે લાડકોડ અને ઐશોઆરામ વચ્ચે ઉછરેલ અભિમન્યુ યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. તે જણાવે છે કે અભિમન્યુ ખૂબ જ પ્રેમ, લાડ-કોડ અને આરામ વચ્ચે ઉછર્યો છે અને તે યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. જોરથી અટ્ટહાસ્ય કરી અભિમન્યુ તેના સારથિને કહે છે, "મારી સામે દ્રોણ કે આખી કૌરવ સેના શી વિસાતમાં છે, જ્યારે હું અન્ય દેવો સહિત ઐરાવત પર આરુઢ સાક્ષાત ઈંદ્ર સામે લડી શકું છું. અરે, વિશ્વ જેની વંદન, અર્ચના કરે છે તેવા સાક્ષાત રુદ્ર સામે પણ હું તો યુદ્ધ કરી શકું છું."

મનમાં જરા પણ ખુશી વગર સારથિ તેને આગળ લઈ જાય છે. અભિમન્યુ ચક્રવ્યુહને તોડી પાડે છે. તેની પાછળ કલાકો સુધી ચાલેલા ભયંકર યુદ્ધમાં તે સામાન્ય લડવૈયા કે વીર યોદ્ધા સૌને એક સમાન રીતે હણતો જાય છે જેમકે હવાના વમળના માર્ગમાં આવતાં નાના છોડ કે મોટા વૃક્ષ સમાન રીતે ઉખડી પાડે છે. અભિમન્યુ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સહિત અન્ય યોદ્ધાઓને એક્લાં લડતા હણતો જાય છે. તે સિવાય અશ્મકનો પુત્ર, શલ્યનો નાનો ભાઈ, શલ્યનો પુત્ર રુક્મરથ, દીર્ઘલોચન, કુંડવેધી, સુશેના, વસતિય, કૃથ અને ઘણાં વીર યુદ્ધાઓને તેણે મારી નાખ્યાં. તેણે કર્ણને એવી રીતે ઘાયલ કર્યો કે તેણે યુદ્ધ ભૂમિ છોડીને ભાગવું પડ્યું. અને દુશાસનને મૂર્છિત કરી દીધો અને અન્ય માણસોએ તેણે યુદ્ધભૂમિમાંથી બહાર લઈ જવો પડ્યો. પોતાના પુત્રના મૃત્યુની વાત સાંભળી દુર્યોધન ક્રોધાવેશમાં પાગલ થઈ ગયો અને ચક્રવ્યૂહુના તમામ યોદ્ધાને અભિમન્યુ પર આક્રમણ કરવા આદેશ આપ્યો. અભિમન્યુને નિશસ્ત્ર કરવાના તમામ ઉપાયોમાં નિષ્ફળ થતાં દ્રોણની સલાહ પર અભિમન્યુના ધનુષ્યને પાછળથી હુમલો કરી તોડી પાડ્યો. ટૂંક સમયમાં જ શસ્ત્ર વિહીન અભિમન્યુના રથ સારથિ અને ઘોડાનો નાશ કરવામાં આવ્યો. અને તેના લીધેલા શસ્ત્રો કામ ન આવ્યાં. અંતે તેણે બાણ વરસાવતાં દુશ્મનોનો ઘોડા હાથી પર બેસીને રથના પૈડાંને પોતાને ઢાલ બનાવીને તલવાર લઈ યુદ્ધ કરતો રહ્યો. દુશાસનનો પુત્ર તેની સાથે મલ્લયુદ્ધમાં ઉતરી પડ્યો. યુદ્ધના તમામ નિયમોને ભૂલી સૌ કૌરવો તેના એકલાની સામે લડવા માંડે છે. જ્યાં સુધી તેની તલવાર અને રથનું પૈડું તૂટી નથી જતું ત્યાં સુધી તે લડત ચાલુ રાખે છે. છેવટે એક્પણ શસ્ત્ર ન રહેતાં દુશાસનનો પુત્ર ગદા વડે તેનું મસ્તક કચડી નાખે છે. એમ કહેવામાં આવે છે અભિમન્યુના મૃત્યુ પછી યુદ્ધમાં નિયમોને વળગી રહેવાનો અંત આવ્યો. જે ક્રૂર અને નિયમભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે. દ્રોણાચાર્યની હત્યા કરવા માટે પણ આજ કારણ બતાવાય છે. કોઈ કહે છે આ માત્ર આ યુદ્ધના જ નિયમભંગ નહી પણ પછીના નિયમોવાળા યુદ્ધોનો જ અંત થયો.

અર્જુનનો મહાન બદલો / જયદ્રથ વધ

ફેરફાર કરો

અભિમન્યુ પર થયેલ છળ અને ક્રૂરતાના સમાચાર અર્જુનને સાંજે મળ્યાં અને ત્યાંજ તેણે પ્રતિજ્ઞા કરી કે તે બીજે દિવસે સૂર્યાસ્ત પહેલા જયદ્રથની હત્યા કરશે તેમ ન થાય તો તે તુરંત અગ્નિ સ્નાન કરશે. બીજે દિવસે કૌરવો જયદ્રથને અર્જુનથી સૌથી દૂર રાખે છે અને સંસપ્તક(જેને યુદ્ધભૂમિ માં યાતો વિજયી અથવા મૃત જ નીકળવાનું વરદાન છે) સહિત સર્વ લડવૈયાઓને અર્જુનને રોકવામાં લગાવી દેવામાં આવે છે. અર્જુન બીજે દિવસે કૌરવ સેનાને ચીરતો હજારો લાખો લડવૈયાને એકજ દિવસમાં મારી નાખે છે. સૂર્યાસ્ત નજીક હોવાં છતાં અર્જુનનો રથ ક્યાંય જયદ્રથની નજીક નથી પહોંચતો. અર્જુન પોતાની નિષ્ફળતા જોતો દુ:ખી થઈ જાય છે અને માનસિક રીતે પોતાને અગ્નિસ્નાન માટે તૈયાર કરે છે. કૃષ્ણ સર્વ શક્તિમાન હોવાથી તાત્પુરતુ સૂર્ય ગ્રહણ રચે છે. કૌરવો અને પાંડવો સૌ માને છે કે સૂર્યાસ્ત થઈ ગયો અને યુદ્ધના નિયમ અનુસાર યુદ્ધ બંધ થાય છે. બંનેં તરફના લોકો અર્જુનનો અગ્નિદાહ જોવા ભેગા થયાં. અર્જુનનો અગ્નિદાહ જોવા જયદ્રથ પણ ઉતાવળે આગળ આવી ગયો. કૃષ્ણએ પોતે રચેલી સ્થિતીનો ફાયદો જોઈ સૂર્યને ગ્રહણમાંથી બહાર આવે છે. કૌરવો સ્થિતીને સંભાળે તે પહેલાં જ કૃષ્ણ અર્જુનને પોતાનું ગાંડીવ સંભાળી ને જયદ્રથનો વધ કરવા જણાવે છે. અર્જુનના અચૂક બાણ જયદ્રથને નિહત્થો કરી દે છે અને તેના જયદ્રથને સૂર્યાસ્ત પહેલાં મારી અભિમન્યુની હત્યાનો બદલો લેવાનું કાર્ય પૂર્ણ થાય છે. સૂર્યગ્રહણ રચવાનું કારણ ઘણી જગ્યાએ અર્જુનને બચાવવા માટેની યોજના બતાવવામાં આવે છે કેમકે જયદ્રથને તેના પિતા દ્વારા વરદાન મળ્યું હતું કે જેના દ્વારા જયદ્રથનું માથું જમીન ઉપર પડશે તેનું તત્કાળ મૃત્યુ થશે. આથી જણે કરીને કૃષ્ણએ અર્જુન દ્વારા જયદ્રથનું નિશાન આસાનીથી સધાય અને તેનો જીવ ન જોખમાય એ ઉદ્દેશ્યથી આ સ્થિતિ નિર્માણ કરી. અર્જુનએ જયદ્રથનું માથું એવી કળાથી ઉડાવ્યું કે જેથી તે ઉડીને સીધું તેના પિતાના ખોળામાં જઈ પડે જેઓ વૃક્ષ નીચે બેઠા હતાં. ખોળામાં કંઈક પડેલું જોઈ તેના પિતા ચોંકી ઉઠ્યા અને ઊભા થઈ ગયાં.આમ કરતાં જયદ્રથનું માથું જમીન પર પડી ગયું અને તત્કાળ તેમનું મૃત્યુ થયું.

તેના મૃત્યુની સમજણ

ફેરફાર કરો

અભિમન્યુ ચંદ્રદેવના પુત્ર વર્ચસનો અવતાર હતો. જ્યારે અન્ય દેવોએ તેના પુત્ર વર્ચસને પૃથ્વી પર અવતરવાની વાત કરી ત્યારે ચંદ્રદેવએ માત્ર ૧૬ વર્ષ પૃથ્વી પર રહેવાની પરવાનગી આપી કેમકે તેથી વધુ સમય તેઓ તેનાથી અલગ ન રહી શકે. અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે ૧૬ વર્ષનો હતો.

મહાભારત યુદ્ધના પછી તેનો પુત્ર પરીક્ષીત એક માત્ર કુરુ વંશજ જીવંત રહ્યો અને પાંડવ કુળ આગળ ચલાવ્યું. અભિમન્યુને હમેંશા પાંડવ પક્ષના મહાન લડવૈયા તરીકે જોવામાં આવતો જેને સ્વેચ્છાએ પોતાના પ્રાણોની આહુતી આપી.

અભિમન્યુના દાનવીય ગુણો

ફેરફાર કરો

ઉત્તર તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની દ્રૌપદી જાતિ પરથી અભિમન્યુના દાનવીય ગુણોની માહિતી મળે છે. તેમની વાયકા અનુસાર કૃષ્ણ અભિમન્યુના અગુણોને જાણતા હતાં માટે જ પોતાની બહેનનો પુત્ર હોવા છતાં તેમણે તેને ચક્રવ્યૂહમાં એકલો પડાવી દ્રોણના હાથે મરાવ્યો. દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ જન્મે તે રાક્ષસ બન્યો. પૂર્વ ભવમાં તે રામના મહેલનો દ્વારપાળ હતો અને તેણે દુર્વાસા ઋષિને અંદર જવા અનુમતિ ન આપી આથી ક્રોધે ભરાયેલ દુર્વાસાએ તેને આગલા જન્મમાં રાક્ષસ તરીકે જ્ન્મવાનો શ્રાપ આપ્યો. કૃષ્ણની અભિમન્યુના મૃત્યુ થવા દેવાની ઈચ્છાનું કારણ એ ન હતું કે તે રાક્ષસ હતો પણ તે એકલો સમગ્ર કૌરવ સેનાનો નાશ કરવા સક્ષમ હતો, જો તે તેમ કરે તો પાંડવ ભાઈઓની પ્રતિજ્ઞા પૂરી ન થાય તેમ હતું.

એક અન્ય આવૃત્તિ અનુસાર માયકલ મધુસુદન દત્તના કાવ્ય મેઘનાદવધના પરિશિષ્ટ અનુસાર અભિમન્યુનો જન્મ એક અન્ય શ્રાપને કારણે થયો. આ વાર્તા અનુસાર ચંદ્રદેવ ગર્ગ ઋષિને પૂરતું સંરક્ષણ ન પાડી શક્યા આથી તેમણે ચંદ્રને અભિમન્યુ રૂપે પૃથ્વી પર જન્મવાનો શ્રાપ આપ્યો. આમ અભિમન્યુ એ શ્રાપિત ચંદ્રદેવ જ છે. ચંદ્ર દેવના માફી માંગવાથી ગર્ગ ઋષિએ શ્રાપની અવધિ ૧૬ વર્ષ કરી ને યુદ્ધમાં તેનુ મૃત્યુ થશે તે પછી તે સ્વર્ગમાં પાછો જઈ શકશે.

અભિમન્યુ અને અશ્વત્થામા

ફેરફાર કરો

અધુરા જ્ઞાન છતાં ડહાપણ કરવાના પરિણામ માટે અભિમન્યુ અને ચક્રવ્યૂહનું ઉદાહરણ અપવામાં આવે છે. અભિમન્યુને માત્ર ચક્રવ્યૂહુમાં પ્રવેશવાની રીત ખબર હતી કેમકે તેને બહાર નીકળવાની રીત ખબર ન હતી તે મુસીબતના સમયમાં બચીને તેમાંથી બહાર ન નીકળી શક્યો અને તેને મરણને શરણ થવું પડ્યું. તેજ રીતે અશ્વત્થામાને પણ બ્રહ્માસ્ત્ર પ્રદીપ્ત કરવાનું અધુરું જ્ઞાન જ પ્રાપ્ત હતું. આને લીધે કૃષ્ણ દ્વારા તેને મહાભારતને અંતે શાપ મળ્યો. માત્ર અર્જુનને જ ચક્રવ્યૂહ (તોડવું અને તેમાંથી બહાર નીકળવું) અને બ્રહ્માસ્ત્રનું પૂરું (જગાવવું અને પાછું ખેંચવુ) જ્ઞાન હતું. અભિમન્યુ ખરેખર તો કંશનો અવતાર હતો અને તે કૃષ્ણને મારી નાખવાનો હતો. જોકે તેણે હવે સારા કુટુંબમાં જન્મ લીધો હતો. માટે કૃષ્ણ દ્વારીકા તેના ગુરુ (પ્રધ્યુમ્ન થકી) હોવા છતાં તેને ચક્રવ્યૂહની બહાર નીકળવાની પૂરી જાણકારી ન મળે તેની તકેદારી રાખી. આમ અભિમન્યુ ચક્રવ્યૂહ વિષે જાણવા આતુર હોવા છતાં કૃષ્ણ તેને આ વાત નથી જણાવતા અને તે વાત અર્જુન પાસેથી જાણી લેવા જણાવે છે. અને સંજોગ વસાત અભિમન્યુને પોતાના પિતા ગુપ્તવાસમાં હોવાથી આ શીખવાનો ક્યારેય મોકો નથી મળતો. વળી અભિમન્યુ એવો યોદ્ધા હતો કે જેને દ્વંદ્વ યુદ્ધમાં સમગ્ર કૌરવ સેનામાંથી ભીષ્મ સિવાય કોઈ હરાવી શકે તેમ ન હતું. આમ યુદ્ધના ૧૩મા દિવસે જ્યારે ચક્રવ્યુહુની રચના થઈ ત્યારે તેને એક એક્ક યુદ્ધમાં દરેક મહારથી ને હરાવ્યા અને તે દિવસે તે સમગ્ર કૌરવ સેના પર મોંઘો પડ્યો. આવી સ્થિતી થતાં કૌરવ મહારથીઓ એ સાથે મળીને તેની પર હુમલો કર્યો. અને તેને શસ્ત્રવિહીન કરી દીધો. અભિમન્યુને મોક્ષ મેળવવાનો આ જ એક માર્ગ હતો. આમ યુદ્ધના તેરમા દિવસે તેની ખૂબ જ મહત્વ પૂર્ણ ભૂમિકા રહી. અશ્વત્થમા પર દ્રોણને અર્જુન જેટલો વિશ્વાસ ન હતો. આથી તેમણે અશ્વત્થામાને માત્ર બ્રહ્માસ્ત્ર જાગૃત કરતાં જ શીખવ્યું પણ તેને પાછું ખેંચતા ન શીખવ્યું. જો ધનુર્ધારી ને આ બન્ને વસ્તુ આવડી જાય તો તે ચહે તેટલી વાર તેનો ઉપયોગ કરી શકે. આથી અશ્વત્થામા દ્વારા વારે વારે બ્રહ્માસ્ત્ર ઉપયોગ કરતો રોકવા દ્રોણે તેને અધૂરું જ્ઞાન જ આપ્યું.

અભિમન્યુના શશિરેખા સાથે લગ્ન

ફેરફાર કરો

શશિરેખા બલરામની પુત્રી હતી. બલરામને દુર્યોધન પ્રત્યે કુણી લાગણી હતી. તેઓ પોતાની બહેન સુભદ્રાને અર્જુનને બદલે દુર્યોધનને પરણાવવા માંગતા હતાં. આ વાતને જાણતા કૃષ્ણએ સુભદ્રાનું હરણ કરાવી પરણાવી દીધાં. આ જ સંજોગ ફરી પુનરાવર્તન પામ્યાં. લક્ષ્મણ દુર્યોધનનો પુત્ર હતો. હવે બલરામ તેની પુત્રી શશિરેખાના વિવાહ અભિમન્યુને બદલે લક્ષમણ સાથે કરવા માંગતા હતાં. માટે કૃષ્ણએ અભિમન્યુ અને સશિરેખાને ઘટોત્કચ્છની સહાયતા લેવા સૂચવ્યું. ઘટોત્કચ્છે સશિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો