જમ્મુ અને કાશ્મીર (રજવાડું)
જમ્મુ અને કાશ્મીર એ જામવાલ રાજપૂત વંશ દ્વારા શાસિત દેશી રાજ્ય હતું.[૧] આ રજવાડાંની સ્થાપના ૧૮૪૬માં મહારાજા ગુલાબસિંહે સિખ સામ્રાજ્યના ઉત્તરી ભાગમાં કરી હતી.[૨] ૧૯૪૭માં પાકિસ્તાની આક્રમણ[૩] બાદ મહારાજા હરિસિંહે જમ્મુ અને કાશ્મીર રજવાડાંનો ભારતમાં વિલય કર્યો હતો.[૪] બ્રિટિશ રાજમાં જમ્મુ અને કાશ્મીર, વિસ્તારની દ્રષ્ટિએ ભારતીય ઉપખંડનું સૌથી મોટું દેશી રાજ્ય હતું.[૫]
જમ્મુ અને કાશ્મીર | |
---|---|
સ્થિતિ | દેશી રાજ્ય (૧૮૪૬-૧૯૪૭) સ્વાયત રાજાશાહી (૧૯૪૭-૧૯૫૨) |
રાજધાની | જમ્મુ શ્રીનગર |
રાજવંશ
ફેરફાર કરોક્રમાંક | નામ | શાસનકાળ |
---|---|---|
૧. | ગુલાબસિંહ | ૧૮૪૬-૧૮૫૭ |
૨. | રણવીરસિંહ | ૧૮૫૭-૧૮૮૫ |
૩. | પ્રતાપસિંહ | ૧૮૮૫-૧૯૨૫ |
૪. | હરિસિંહ | ૧૯૨૫-૧૯૪૮ |
૫. | કરણસિંહ (સગ઼ીર રાજકુમાર) | ૧૯૪૮-૧૯૫૨ |
આ વંશના અંતિમ શાશક હરિસિંહ સૌથી લાંબુ અધિકૃત રાજશિર્ષક ધરાવતા શાસક હતાં, "સદરે સલ્તનતે ઇંગ્લિશિયા ઇન્દ્ર મહેન્દ્ર રાજ રાજેશ્વર મહારાજાધિરાજ મહારાજા શ્રી હરિસિંહ બહાદુર".
દિવાન
ફેરફાર કરો# | નામ | કાર્યારંભ | કાર્યારંત |
---|---|---|---|
૧ | રાજા હરિસિંહ | ૧૯૨૫ | ૧૯૨૭ |
૨ | સર એલ્બિયન બેનર્જી | ૧૯૨૭ | ૧૯૨૯ |
૩ | જ્યોર્જ વૅકફિલ્ડ | ૧૯૨૯ | ૧૯૩૧ |
૪ | હરિ કિશન કૌલ[૬] | ૧૯૩૧ | ૧૯૩૨ |
૫ | ઈલિયોટ જેમ્સ કોલ્વિન[૬] | ૧૯૩૨ | ૧૯૩૬ |
૬ | સર બરજોર દલાલ | ૧૯૩૬ | ૧૯૩૬ |
૭ | સર નરસિંહ અયંગ્ગર | ૧૯૩૬ | ૧૯૪૩ |
૮ | કૈલાશ નારાયણ હક્શાર | ૧૯૪૩ | ૧૯૪૪ |
૯ | સર બેનેગલ નરસિંહ રાવ | ૧૯૪૪ | ૧૯૪૫ |
૧૦ | રામ ચંદ્ર કાક | ૧૯૪૫ | ૧૯૪૭ |
૧૧ | જનકસિંહ | ૧૯૪૭ | ૧૯૪૭ |
૧૨ | મેહર ચંદ મહાજન | ૧૯૪૭ | ૧૯૪૮ |
૧૩ | શેખ અબ્દુલ્લાહ | ૧૯૪૮ | ૧૯૫૩ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Jerath, Ashok (1998). Dogra Legends of Art and Culture, p. 22
- ↑ Panikkar, Gulab Singh 1930, p. 111–125.
- ↑ "Q&A: Kashmir dispute - BBC News".
- ↑ Mehr Chand Mahajan (1963). Looking Back. Bombay: Asia Publishing House. પૃષ્ઠ 162. ISBN 978-81-241-0194-0.
- ↑ Bose, Sumantra (2003). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. પૃષ્ઠ 32–37. ISBN 0-674-01173-2. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૬.૦ ૬.૧ Copland, Ian (1981), "Islam and Political Mobilization in Kashmir, 1931-34", Pacific Affairs 54 (2)