જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત એ ગુજરાતી કવિ નર્મદાશંકર દવે (નર્મદ) દ્વારા ૧૮૭૩માં લખાયેલી એક કવિતા છે. ગુજરાત સરકારના સમારોહ દરમિયાન તેનો ઉપયોગ રાજ્ય ગીત તરીકે થાય છે.[૧]
રચના
ફેરફાર કરોનર્મદને પ્રથમ આધુનિક ગુજરાતી લેખક માનવામાં આવે છે. તેમણે ૧૮૭૩માં તેમના પ્રથમ ગુજરાતી શબ્દકોશ નર્મકોશની પ્રસ્તાવનામાં "જય જય ગરવી ગુજરાત" લખ્યું હતું.[૨][૩]
આ કવિતામાં નર્મદ ગુજરાતી ભાષી લોકોના ક્ષેત્રને ઓળખીને પ્રાદેશિક ગૌરવની ભાવનાને રજૂ કરે છે. તેઓ ગુજરાતી ભાષી વસ્તી કઈ સીમામાં રહે છે તેની રેખા રેખાંકિત કરે છે. ઉત્તરમાં અંબાજી; પૂર્વમાં પાવાગઢ; દક્ષિણમાં વાપી નજીક કુંતેશ્વર મહાદેવ; અને પશ્ચિમમાં સોમનાથ, દ્વારકા. તેમણે ઉલ્લેખ કરેલો આ પ્રદેશ હવે ભારત દેશના પશ્ચિમ રાજ્ય આધુનિક ગુજરાત નું નિર્માણ કરે છે.[૨] કવિતાના અંતે નર્મદ ગુજરાતની જનતાને આશા આપે છે કે કાળાં વાદળો હટી રહ્યા છે અને એક નવી સવારની શરૂઆત થવામાં છે.[૪]
૨૦૧૧માં, ગુજરાત સરકાર દ્વારા વિવિધ ગુજરાતી ગાયકો દ્વારા ગવાયેલી રચનાનું વિમોચન કરવામાં આવ્યું હતું.[૧]
ગીત
ફેરફાર કરોગીતના શબ્દો નીચે મુજબ છે:
જય જય ગરવી ગુજરાત (ગુજરાતી લિપિ) |
Jaya jaya garavī gujarāta (લેટિન પ્રતિલિપિ) |
Victory To Proud Gujarat! (અંગ્રેજી) |
---|---|---|
જય જય ગરવી ગુજરાત! |
Jaya jaya garavī gujarāta! |
Victory to proud Gujarat! |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Newest version of Jay Jay Garvi Gujarat song launched(Video)". DeshGujarat. 2011-05-07. મેળવેલ 2016-11-12.
- ↑ ૨.૦ ૨.૧ Bharat Yagnik; Ashish Vashi (2 July 2010). "No Gujarati dept in Veer Narmad, Hemchandracharya varsities". The Times of India. મૂળ માંથી 19 ઑક્ટોબર 2017 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2016. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Tevani, Shailesh (1 January 2003). C.C. Mehta. Sahitya Akademi. પૃષ્ઠ 67. ISBN 978-81-260-1676-1. મેળવેલ 13 November 2016.
- ↑ Suhrud, Tridip. "Narmadashankar Lalshankar: Towards History and Self Knowing" (PDF). Narrations of a Nation: Explorations Through Intellectual Biographies (Ph.D). Ahmedabad: School of Social Sciences, Gujarat University. પૃષ્ઠ 33. hdl:10603/46631.