જસદણ રાજ્ય  બ્રિટિશ શાસન દરમિયાન સૌરાષ્ટ્રમાં આવેલું રજવાડું હતું. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ તેના છેલ્લાં શાસકે ભારત ગણતંત્રમાં ભળવાની સંધિ કરી હતી.[૧] રાજ્યનું પાટનગર જસદણ શહેર હતું.

જસદણ સ્ટેટ
જસદણ
રજવાડું
૧૬૬૫–૧૯૪૮
Flag of જસદણ
Flag

જસદણનું સૌરાષ્ટ્રમાં સ્થાન
વિસ્તાર 
• ૧૯૨૧
767 km2 (296 sq mi)
વસ્તી 
• ૧૯૨૧
30633
ઇતિહાસ 
• સ્થાપના
૧૬૬૫
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત

ઈતિહાસ ફેરફાર કરો

જસદણ રાજ્યની સ્થાપના ૧૬૬૫માં વિકા ખાચર દ્વારા ખેરડીના ખુમાણોને હરાવીને કરાઇ હતી. ૧૮૦૭માં તેના શાસક વજસુર ખાચરે બ્રિટિશરો અને ગાયકવાડ રાજ્ય જોડે સંધિ કરી હતી જેથી જસદણ બ્રિટિશ સંરક્ષિત રાજ્ય બન્યું. ૧૯મી સદીના અંતમાં જસદણ બોમ્બે પ્રેસિડેન્સીના કાઠિયાવાડ એજન્સીનો ભાગ બન્યું.[૨]

બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં પોતાની ટપાલ ટિકિટ ધરાવતા રાજ્યોમાં સૌથી નાનું રાજ્ય હતું.[૩]

શાસકો ફેરફાર કરો

જસદણ રાજ્યના શાસકો કાઠી ક્ષત્રિય વંશના રાજપૂતો હતા.[૪] રાજ્યના શાસકોને દરબાર કહેવાતા હતા.[૫]

  • .... - ૧૮૦૯ વજસુર ઓધા ખાચર (મૃત્યુ ૧૮૦૯)
  • ૧૮૦૯ - ૨૭ ઓક્ટોબર ૧૮૫૧ ચેલા વજસુર ખાચર બીજા (મૃત્યુ ૧૮૫૧)
  • ૧૮૫૨ - ૧૯૦૪ આલા ચેલા ખાચર શ્રી વજદુર ઓધા (જન્મ ૧૮૩૧ - મૃત્યુ ૧૯૦૪)
  • ૨૧ ૧૯૦૪ - ૨૧ ડિસેમ્બર ૧૯૧૨ ઓધા આલા ખાચર બીજા (મૃત્યુ ૧૯૧૨)
  • ૧૧ ડિસેમ્બર ૧૯૧૨ - ૧૦ જુલાઈ ૧૯૧૯ વજસુર ઓધા ખાચર બીજા (મૃત્યુ ૧૯૧૯)
  • ૧૧ જુલાઈ ૧૯૧૯ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ આલા વજસુર ખાચર (જન્મ ૧૯૦૫ - મૃત્યુ ૧૯૭૩)
  • જુલાઈ ૧૯૧૯ - ૧ ડિસેમ્બર ૧૯૨૪ - વાલીપણા હેઠળ

રાજવી પરિવારના જાણીતાં સભ્યો ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Bhavnagar Princely State". મૂળ માંથી 2017-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-02. સંગ્રહિત ૨૦૧૭-૧૨-૨૫ ના રોજ વેબેક મશિન
  2. Imperial Gazetteer of India, v. 14, p. 66.
  3. Andreas Birken: Philatelic Atlas of British India, CD-ROM, Hamburg 2004
  4. - Rajput Provinces of India - Bhavnagar State (Princely State)
  5. Princely States of India