જસદણ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

જસદણ
—  નગર  —
જસદણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°02′N 71°12′E / 22.03°N 71.2°E / 22.03; 71.2
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
પ્રમુખ વિમલભાઈ છાયાણી
વસ્તી ૩૯,૦૪૬ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 193 metres (633 ft)

જસદણ આઝાદી પહેલાં સૌરાષ્ટ્રમાં આવેલું રજવાડું હતું.[]

ઉદ્યોગો

ફેરફાર કરો

જસદણ ખાતે ફેબ્રીકેશન ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. મગફળી, મકાઈ, બાજરી અને ઘંઊના પાક માટેનાં થ્રેસર મશીન તથા હલર મશીનનું મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે. અહીં ૩૫ જેટલાં કારખાનાંઓ અંદાજે પાંચેક હજાર જેટલાં યંત્રોનું વાર્ષિક ઉત્પાદન કરે છે. અહીંથી ભારતભરમાં આ યંત્રો મોકલવામાં આવે છે. આ ઉદ્યોગના કારણે લગભગ ૧૫૦૦ લોકોને રોજગારી મળે છે.

ઇલેક્ટ્રીક આરતી યંત્ર ઉદ્યોગ

ફેરફાર કરો
 
મંદિર આકારનું આરતી યંત્ર

અહીંનો આરતી યંત્ર બનાવવાનો ઉદ્યોગ પણ વિશ્વવિખ્યાત બન્યો છે. મંદિરોમાં આરતી સમયે જે ધ્વનિનાદ કરવામાં આવે છે, એનું યાંત્રિકીકરણ કરીને ઇલેક્ટ્રીક પાવર વડે આ ધ્વનિનાદ ઉત્પન્ન કરવામાં આવે છે. આ આરતી યંત્રોમા મંદિર આકરનુ યંત્ર એની સલામતીને હિસાબે અતિ લોકપ્રિય બન્યું છે.

ખેત ઓજાર ઉદ્યોગ

ફેરફાર કરો

જસદણમા આશરે ૩૦ જેટલા કારખાનાઓ થ્રેસર તથા હલર અને ઓપનરનું ઉત્પાદન કરે છે, આ સારી ગુણવત્તાના હોવાથી ભારતભરમાં અહીથી વેચાય છે. આ ઉપરાંત અહીં દસેક કારખાનામાં ટ્રેકટર ચાલીત વિવિધ ખેત ઓજારોનું પણ આધુનિક ઢબે ઉત્પાદન થઈ રહ્યું છે. જેમા ટ્રેકટર ટ્રોલી, રોટાવેટર, પ્લાઊ, રિવર્સિબલ પ્લાઊ, ઓટોમેટીક ઓરણી તથા સાંતીડા, પાંચિયા જેવા ખેતીમા બહુ ઉપયોગી ઓજારો એકદમ વ્યાજબી કિમતે બનતા હોવાથી કૃષિ ઓજારોનુ હબ બની રહ્યું છે.

પટારી ઉદ્યોગ

ફેરફાર કરો

જસદણમાં આશરે ૨૦ જેટલા એકમો અને અંદાજે ૩૦૦થી ૪૦૦ જેટલા કારિગરો લાકડાને ઓક્સિડાઈઝ પતરા વડે મઢેલા વિવિધ શો-પીસ બનાવવાના ઉદ્યોગમાં પરોવાયેલા છે. આ ઉદ્યોગને પટારી ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે.

હીરા ઉધોગ

ફેરફાર કરો

જસદણમાં હીરા ઉધોગનાં આશરે ૫૦થી ૬૦ નાના, મધ્યમ અને મોટા કદના એકમો આવેલા છે.

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

જસદણથી પૂર્વમાં ૧૭ કી.મી.ના અંતરે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર આવેલુ છે. આ ઉપરાંત જસદણથી અમદાવાદ રોડ પર આવેલ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય પણ વિખ્યાત છે. નજીકમાં જ હિંગોળગઢનો પૌરાણિક કિલ્લો પણ જોવાલાયક છે. અહીં આવેલું બિલ્લેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રકૃતિની ગોદમાં અતિ નયનરમ્ય સ્થળ છે. હિંગોળગઢના કિલ્લાની નજીકમાં જ આવેલું સતરંગ મંદિર પણ જોવાલાયક છે

  1. The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. "ભારતની વસ્તી ગણતરી, ૨૦૧૧ના આંકડા". વસ્તી ગણતરી. Office of The Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
  2. "Jasdan (Princely State) Homepage with Pictures and Map : Rajput Provinces of India". મેળવેલ ૨૫ ઓક્ટોબર ૨૦૧૬.
જસદણ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન