લવકુમાર ખાચર

ભારતીય પક્ષી-વિશારદ

લવકુમાર ખાચર (૨૪ ફેબ્રુઆરી, ૧૯૩૧ - ૨ માર્ચ, ૨૦૧૫) ભારતના જાણીતા પક્ષીશાસ્ત્રી અને વન્ય જીવન સંરક્ષણકર્તા હતા.

લવકુમાર ખાચર
અભ્યાસ સંસ્થા
  • સેંટ સ્ટીફન કોલેજ Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

લવકુમારનો જન્મ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ રાજવી કુટુંબમાં જસદણ, ગુજરાત ખાતે થયો હતો. તેઓનું શિક્ષણ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે થયું અને તેમણે સેંટ સ્ટિફન કોલેજ, દિલ્હી ખાતેથી બી.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ ૧૯૫૬માં તેઓ રાજકુમાર કોલેજ ખાતે જીવવિજ્ઞાન અને ભૂગોળનું અધ્યાપન કાર્ય કરતા હતા.[૧][૨]

કારકિર્દી ફેરફાર કરો

૧૯૫૦ના દાયકાથી તેઓ પક્ષીશાસ્ત્રમાં સંકળાયેલા હતા અને બીજાં પક્ષીશાસ્ત્રીઓ જેવાં કે સલીમ અલી, હુમાયું અબ્દુલઅલી અને ઝફર ફુટેહાલી સાથે પણ સંકળાયેલ હતા. તેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (BNHS) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF) ભારત સાથે નજીક હતા. ૧૯૭૬માં વન્યજીવન અંગેના શિક્ષણ માટે તેઓને WWF તરફથી અનુદાન મળેલું. ૧૯૮૪માં તેઓએ નેચર ડિસ્કવરી સેન્ટર, સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન (CEE) ના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. તેઓએ કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બનાવવા માટે કાર્ય કર્યું હતું, જે ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેઓ ગીરના અભ્યારણમાં વન્યજીવનના સંરક્ષણમાં સંકળાયેલ હતા. તેઓ હીંગોળગઢ નેચર કન્વર્ઝન એજ્યુકેશન સેન્ચ્યુરીના સ્થાપક હતા, જે જસદણના રાજવી કુટુંબ દ્વારા બનાવવામાં આવેલ. તેઓ દિલ્હી બર્ડ ક્લબના સભ્ય હતા.[૧][૨][૩][૪][૫]

તેમનું અવસાન ૨ માર્ચ, ૨૦૧૫ના રોજ રાજકોટ, ગુજરાત ખાતે પ્રોસ્ટેટ કેન્સરને કારણે થયું. તેઓને એક પુત્ર અને એક પુત્રી છે.[૨][૩]

સન્માન ફેરફાર કરો

તેમને પક્ષીશાસ્ત્રમાં પક્ષીઓનાં સંરક્ષણ અને પક્ષીઓનાં રહેઠાણ અંગેના કાર્યો માટે સલીમ અલી - લોક વાન થો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેમને પ્રિન્સ ફિલિપ તરફથી પ્રમાણપત્ર મળેલું. ૨૦૦૪માં તેમને વિનુ મેનન લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળેલો.[૧][૨][૩][૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Pioneer of nature education Lawkumar Khachar dies". The Times of India. ૩ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Renowned ornithologist K.S. Lavkumar Khachar dies at 84". Live Mint. ૪ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૫.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ DeshGujarat (૪ માર્ચ ૨૦૧૫). "BNHS mourns the demise of Lavkumar Khachar". DeshGujarat. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૫.
  4. ૪.૦ ૪.૧ "Veteran ornithologist Lavkumar Khachar no more". The Asian Age. ૭ માર્ચ ૨૦૧૫. મૂળ માંથી ૨ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૫.
  5. "K.S. Lavkumar — The death of a birdman". ૪ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૫.