જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમુપર

ધરમુપરમાં આવેલું વિજ્ઞાન કેન્દ્ર

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર તાલુકાના મુખ્ય મથક ધરમપુર ખાતે આવેલું એક મહત્વનું વિજ્ઞાન સંકુલ છે.

સાતમી એપ્રિલ, ૧૯૮૪ના દિવસે ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય દ્વારા આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર પ્રજાજોગ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અહીં કુદરતી અને પર્યાવરણ વિષયક સાચવણી અને આ વિસ્તારનો સાંસ્કૃતિક વારસો સાચવવા જેવા પરીબળોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ વિસ્તારની આદિજાતિ લોકોની સાથે આ કેન્દ્ર સતત સંકળાયેલું રહે છે. બાળકોમાં, યુવાનોમાં અને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનાં પ્રયાસો અહીં નિયમિત ધોરણે ચાલી રહયા છે[૧].

યુવાનો અને મહીલાઓ માટે રચનાત્મક અને સર્જનાત્મક કૌશલ્યો વિકસાવવા રોજગારલક્ષી તાલીમ આપવી, રાષ્ટ્રનો સાંસ્કૃતિ વારસો જાળવી રાખવો તેમ જ તેમનું જતન કરવું તથા વૈજ્ઞાનિક રીત-ભાત શીખવવી એ આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ છે. આ કેન્દ્ર ખાતે બાળ પુસ્તકાલય, બાળ ઉદ્યાન, ક્રિડાંગણ, તારા-દર્શન, બાળકો માટેનું મીની થીયેટર તથા રમકડાનો વર્કશોપ વગેરે આકર્ષણો છે.

સંદર્ભો ફેરફાર કરો