ધરમપુર
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ધરમપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલું એક નગર છે, જે ધરમપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે.
ધરમપુર | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 20°32′18″N 73°10′29″E / 20.538258°N 73.174788°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | ધરમપુર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | નાગલી, ડાંગર, વરાઇ |
મુખ્ય બોલી | કુકણા |
ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રજવાડું હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર રજવાડું ભારતમાં જોડાયું હતું.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરો- મ્યુઝીયમ
- જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર
- રાજાનો મહેલ
- વિલ્સન હિલ
- બરુમાળ શિવમંદિર (ત્રયોદશ જ્યોતિર્લીંગ)
- શંકર ધોધ (વાઘવળ)
- જોડીયા-માવલી ધોધ (બિલપુડી)
- શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ
આ પણ જુઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |