જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી (૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦) એ એક ભારતીય રાજકારણી છે. હાલમાં તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી છે. ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ (વિધાનસભા)નું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે અને ૨૦૧૬થી ૨૦૨૦ સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહ્યા.

જીતુ વાઘાણી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ
પદ પર
Assumed office
૨૦ ઓગસ્ટ ૨૦૧૬
પુરોગામીવિજય રૂપાણી
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
૨૦ ડિસેમ્બર ૨૦૧૨ – ૧૮ ડિસેમ્બર ૨૦૧૭
બેઠકભાવનગર પશ્ચિમ
પદ પર
Assumed office
૧૮ ડિસેમ્બર ૨૦૧૭
અંગત વિગતો
જન્મ
જીતેન્દ્ર સવજીભાઇ વાઘાણી

(1970-10-27) 27 October 1970 (ઉંમર 53)[૧]
ભાગનગર, ગુજરાત, ભારત[૧]
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીસંગીતા વાઘાણી
સંતાનોમીત વાઘાણી (પુત્ર), ભક્તિ વાઘાણી (પુત્રી)
માતા-પિતાસવજીભાઇ વાઘાણી (પિતા)
મંજુલાબેન વાઘાણી (માતા)
નિવાસસ્થાનભાવનગર, ગુજરાત, ભારત
વ્યવસાયરાજકારણી, ખેડૂત, વ્યાપારી
વેબસાઈટwww.jituvaghani.org

અંગત જીવન ફેરફાર કરો

૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ વાઘાણીનો જન્મ ભાવનગર જિલ્લાનાં વરતેજ ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ લાઠીમાં થયું. તેઓ લૉ ભણેલા છે અને આરઍસઍસના બાળપણથી સ્વયંસેવક છે.[૨]

રાજકીય કારકિર્દી ફેરફાર કરો

વાઘાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સામે ભાવનગર શહેરની દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી ૨૦૦૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતાની સાથે જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો. જોકે તેઓ સાત હજારથી વધુ મતોના અંતરે હારી ગયા હતા. [૩] ૨૦૧૨ માં વાઘાણી ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા, અને આ વખતે તેઓ સફળ રહ્યા હતા. નોંધનીય રીતે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ તફાવતથી તેમણે આ બેઠક જીતી હતી.[૪] ૨૦૧૭ની ગુજરાત ચૂંટણી તેઓ ભાવનગર પશ્ચિમ પરથી કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ સામે લડ્યા હતા. આ સમયે તેઓએ ફરીથી ૨૭૦૦૦ મતોના અંતરથી ભાવનગર પશ્ચિમ બેઠકને જીતી હતી.[૫]

અગાઉના ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી પદે નિમણૂક થયા બાદ ૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં જીતુ વાઘાણીને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા.[૨]

જીતુ વાઘાણીને ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી દરમિયાન 'હરામઝાદા' શબ્દનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી.[૬] જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે આ શબ્દ મોહમ્મદ સુરતી જેવા કૉંગ્રેસના નેતા માટે વાપર્યો હતો, કે જે ૧૯૯૩ના મુંબઈ ધડાકા માટે કસૂરવાર ઠર્યો હતો.[૬] માર્ચ ૨૦૧૯માં વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગરની કૉલેજમાં ચોરી કરતાં પકડાયો હતો અને તે બદલ વાઘાણીએ માફી પણ માંગી હતી અને કહ્યું હતું, "મારા પુત્રથી ભૂલ થઈ ગઈ છે".[૭][૮]

જાન્યુઆરી ૨૦૧૯માં તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જો કે તેઓ એ તે માટે પાછળથી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેમની ટિપ્પણીને તોડી મરોડીને રજૂ કરાઈ છે, જે તેમનો આશય ન હતો.[૯] ૨૦૧૭માં કારડિયા રાજપૂતોએ જીતુ વાઘાણી પર જૂના જમીનના કૅસમાં સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાયો હતો. તેમના આરોપ અનુસાર જીતુ વાઘાણીએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને બુધેલ (તા. ભાવનગર) ગામના સરપંચ પર ખોટા કૅસ કર્યા હતા.[૧૦] વાઘાણી પર તેમના સસરા અંબાલાલ ખંભાળીયાની સારવાર સિવિલ હૉસ્પિટલમાં મફત કરાવવાનો પણ આરોપ લાગ્યો હતો, ૫૨૦૦૦ રુપિયાના બિલમાંથી માત્ર ૧૭૫ રુપિયા જ લેવામાં આવ્યા હતા. વિવાદને શમાવવા વાઘાણીએ હૉસ્પિટલને એક લાખ રુપિયાનું દાન આપ્યું હતું.[૧૧]

૨૦૨૦માં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતાં તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું.[૧૨]

સંદર્ભ ફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ "Vijay Rupani: Member's Web Site". Internet Archive. 30 સપ્ટેમ્બર 2007. મૂળમાંથી અહીં સંગ્રહિત 30 સપ્ટેમ્બર 2007. મેળવેલ 5 ઓગસ્ટ 2016.CS1 maint: bot: original URL status unknown (link)
 2. ૨.૦ ૨.૧ http://deshgujarat.com/2016/08/10/jitu-vaghani-becomes-gujarat-bjp-president/
 3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-11.
 4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-11.
 5. "Gujarat BJP chief Jitu Vaghani retains Bhavnagar (West) seat". The Economic Times. 2017-12-18. મેળવેલ 2019-10-11.
 6. ૬.૦ ૬.૧ Correspondent, dna (2019-04-19). "BJP president Jitu Vaghani gets Election Commission notice for 'haramzada' remark". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-12.
 7. "Gujarat BJP chief Jitu Vaghani's son caught cheating in college exams". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-12.
 8. ""My son committed mistake", Gujarat BJP chief". Deccan Herald (અંગ્રેજીમાં). 2019-03-29. મેળવેલ 2019-10-12.
 9. Jan 29, Ahmedabad Mirror | Updated:; 2019; Ist, 06:16. "Vaghani tries to rise after hitting a low". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-12.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 10. Langa, Mahesh (2017-11-10). "Land dispute returns to haunt BJP in Saurashtra". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-10-12.
 11. abpasmita.in (2018-05-02). "સસરાની મફતમાં સારવારના વિવાદને શમાવવા જીતુ વાઘાણીએ આપ્યું કેટલું દાન ? જાણો વિગત". abpasmita.abplive.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-12.
 12. Langa, Mahesh (2020-07-21). "C.R. Patil appointed Gujarat BJP president". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-07-21.