જેકબ હીરો, (અંગ્રેજી: Jacob Diamond, જેકબ ડાયમંડ) જેને ઈમ્પિરિયલ અથવા વિક્ટોરિયા હીરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતની ગોલકોંડા ખાણમાંથી કાઢવામાં આવેલો રંગહીન હીરો છે.[] વિશ્વના પાંચમા સૌથી મોટા ઘસેલા હીરા તરીકે તેની ગણના થાય છે. [] [] હૈદરાબાદ રજવાડાના છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાનને આ હીરો ચૌમહલ્લા પેલેસમાં તેના પિતા મહબૂબ અલી ખાનની મોજડીમાં જડેલો મળી આવ્યો હતો. તેમણે લાંબા સમય સુધી આ હીરો કાગળ ઉપરના વજનિયા (પેપર વેઇટ) તરીકે વાપર્યો હતો. જેકબ હીરો ભારત સરકારે ૧૯૯૫માં અંદાજે ૧.૩ કરોડ અમેરિકી ડોલરમાં ખરીદ્યો હતો. તે લંબચોરસ ગાદી-કટમાં કાપવામાં આવેલો છે, જેમાં ૫૮ પાસાઓ છે અને 39.5 millimetres (1.56 in) લાંબો, 29.25 millimetres (1.152 in) પહોળો અને 22.5 millimetres (0.89 in) ઊંચો છે. હીરાનું વજન ૧૮૪.૭૫ કેરેટ (૩૬.૯૦ ગ્રામ) છે. હાલમાં, તે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભંડારમાં રાખવામાં આવ્યો છે. ૨૦૦૧ અને ૨૦૦૭માં નિઝામના ઝવેરાત પ્રદર્શનના ભાગ રૂપે જેકબ હીરો સાલાર જંગ મ્યુઝિયમ, હૈદરાબાદમાં એક મુખ્ય આકર્ષણ રહ્યો હતો.

જેકબ હીરો
Weight184.5 carats (36.90 g)
Colorરંગહીન
Cutલંબચોરસ ગાદી કટ
Country of originભારત ભારત
Mine of originગોલકોંડા
Discovered૧૮૮૪
Original ownerહૈદરાબાદના નિઝામ
Ownerભારત સરકાર
Estimated value₹૪૨.૨૧ કરોડ (૧૯૯૫માં)

પ્રખ્યાત કોહીનૂરથી વિપરીત જેકબ હીરાએ તેના અસ્તિત્વના ઇતિહાસમાં માત્ર બે માલિક બદલ્યા છે અને હિંસા સાથે બિલકુલ સંકળાયેલો નથી.

તેને ઘસવા માટે યુરોપ મોકલવામાં આવ્યો તે પહેલાં, કાચો હીરો 400 carats (80 g) કરતાં પણ વધુ વજનનો હોવાનું માનવામાં આવે છે.[]

૧૮૯૧માં એલેક્ઝાન્ડર માલ્કમ જેકબે હીરાને વેચાણ માટે મૂક્યો હતો, તેથી તેનું નામ જેકબ હીરો પડ્યું. સૌથી પહેલા મહબૂબ અલી ખાનને પૂછવામાં આવ્યું હતું પણ નિઝામને હીરામાં બિલકુલ રસ ન હતો અને તેણે તેના માટે માત્ર ૪૦ લાખ રૂપિયાની કિંમત આંકી હતી. નિઝામને કહેવામાં આવ્યું હતું કે જો તેમને હીરામાં ખરેખર રસ હોય તો ભરોસો બતાવવા માટે તેમણે એક થાપણ (ગુડફેઇથ ડિપોઝિટ) મૂકવી પડશે. યુરોપીયન હિરા ઘસનારાને આ ઓફર ગમી ન હતી પરંતુ જ્યારે તેઓ નિઝામે મૂકેલી થાપણનો હિસાબ ખોઈ બેઠા ત્યારે તેમને અદાલતમાં જવાની ફરજ પડી હતી. આખરે જ્યારે અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે નિઝામને તેમણે હામી ભરેલી રકમ કરતા લગભગ અડધી જ કિંમત ૨૩ લાખ રૂપિયામાં આ હિરો એનાયત કરવામાં આવ્યો હતો. આ આખી પ્રક્રિયાથી કંટાળી અને હવે તેને કમનસીબ ગણી ને નિઝામે તેને કપડામાં લપેટીને છુપાવી દીધો.[]

તેમના પિતાના મૃત્યુના કેટલાક વર્ષો પછી છેલ્લા નિઝામ ઉસ્માન અલી ખાનને ચૌમહલ્લા પેલેસમાં તેમના પિતાની મોજડીના અંગૂઠામાં જેકબ હીરો મળ્યો હતો અને હીરાની સાચી કિંમતની જાણ થઈ ત્યાં સુધી તેણે લાંબા સમય સુધી હીરાનો ઉપયોગ કાગળ ઉપરના વજનિયા તરીકે કર્યો હતો. બાદમાં પરિવારે અન્ય ઝવેરાતની સાથે જેકબને વેચવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ ભારત સરકારે આ ઝવેરાત રાષ્ટ્રીય ખજાનો છે એમ જણાવી ને વિદેશીઓને વેચાણ અટકાવી દીધું હતું.[][]

ઘણી વાટાઘાટો પછી ભારત સરકારે ૧૯૯૫માં નિઝામના અન્ય ઝવેરાત સાથે નિઝામના ટ્રસ્ટ પાસેથી અંદાજિત ૧.૩ કરોડ ડોલરમાં હીરો ખરીદી લીધો હતો અને તે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તિજોરીમાં રાખવામાં આવ્યો છે.[][] The Jacob diamond along with jewels of Nizam were handed over by his descendants including Himayat Ali Mirza, and Mukaffam Jah.[]

૨૦૦૧ અને ૨૦૦૭માં નિઝામના ઝવેરાત પ્રદર્શનના ભાગ રૂપે પ્રદર્શિત, જેકબ હીરો હૈદરાબાદના સાલાર જંગ મ્યુઝિયમમાં મુખ્ય આકર્ષણ બન્યો હતો.[]

  1. Responsible Tourism & Human Accountability for Sustainable Business. Zenon Academic Publishing. 2016. પૃષ્ઠ 129. ISBN 9789385886010. મૂળ માંથી 7 October 2022 પર સંગ્રહિત. મેળવેલ 7 October 2022.
  2. Bedi, Rahul (12 April 2008). "India finally settles £1million Nizam dispute". The Daily Telegraph. London. મૂળ માંથી 11 April 2019 પર સંગ્રહિત. મેળવેલ 3 March 2018.
  3. "The Victoria". Famous, Historic and Notable Diamonds. મૂળ સંગ્રહિત માંથી 1 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 June 2006.
  4. Srivastava, Ahana (2019-04-29). "10 Interesting Facts About The Diamond That's Bigger Than The Kohinoor". www.scoopwhoop.com (Englishમાં). મૂળ સંગ્રહિત માંથી 15 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-29.CS1 maint: unrecognized language (link)
  5. ૫.૦ ૫.૧ "Diamond in a Shoe: The Jacob Diamond". www.livehistoryindia.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 14 March 2021 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-29.
  6. ૬.૦ ૬.૧ "The world's largest diamonds". business.rediff.com. મૂળ સંગ્રહિત માંથી 15 September 2021 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-29.
  7. "One of The Largest Gems In The World, The Jacob Diamond". Israeli Diamond. મૂળ સંગ્રહિત માંથી 25 June 2021 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-29.
  8. "Himayat Ali Mirza raises voice against negligence, illegal encroachments towards Nizam's properties". www.daijiworld.com (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 18 November 2021 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-09.
  9. "Heart In Diamond". www.heart-in-diamond.com. મૂળ સંગ્રહિત માંથી 3 January 2022 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-21.