જેરામ પટેલ
જેરામ પટેલ (૨૦ જૂન ૧૯૩૦ -૧૮ જાન્યુઆરી ૨૦૧૬) ગુજરાત સોજિત્રા ખાતે જન્મેલા એક ભારતીય કલાકાર હતા. તેઓ કાષ્ઠ માધ્યમ પર બ્લોટોર્ચનો ઉપયોગ કરવા માટે જાણીતા હતા. આ પદ્ધતિ તેમણે જાપાનમાં શીખી હતી અને ત્યારબાદ ભારતમાં તેની પહેલ કરી હતી. જેરામ, ગ્રુપ ૧૮૯૦ નામના કલાકારોના જૂથનો ભાગ હતા. તેઓ અમૂર્તતાવાદી તરીકે જાણીતા હતા.[૧]
પ્રારંભિક જીવન અને શિક્ષણ
ફેરફાર કરોજેરામ પટેલે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈમાં અભ્યાસ કર્યો હતો અને સેન્ટ્રલ સ્કૂલ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ, લંડન ખાતે ટાઇપોગ્રાફી અને પબ્લિસિટી ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો. તેમણે એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં ફેકલ્ટી મેમ્બર તરીકે પણ સેવાઓ આપી હતી. તેમણે ૧૯૬૨માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ સાથે ગ્રાફિક ડિઝાઇન સલાહકાર તરીકે કામ કર્યું હતું.[૨]
પ્રદર્શનો
ફેરફાર કરો૨૦૦૬ સુધીમાં તેમણે ભારત અને વિદેશમાં ૩૭ સોલો પ્રદર્શનો કર્યા છે.[૨]
મૃત્યુ
ફેરફાર કરો૨૦૧૬માં વડોદરા એક હોસ્પિટલમાં ૮૬ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેમને તીવ્ર ઠંડી અને સંકુલન બાદ ૧૫ દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Noted artist Jeram Patel dies | Vadodara News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). 19 Jan 2016. મેળવેલ 2021-05-03.
- ↑ ૨.૦ ૨.૧ Shukla, Prayag (2006). Jeram Patel (Englishમાં). Delhi: Palette Art Gallery.CS1 maint: unrecognized language (link)
- ↑ "Explore Dark Loams With Modern Artist Jeram Patel | Verve Magazine". www.vervemagazine.in (અંગ્રેજીમાં). 2016-10-17. મેળવેલ 2021-05-03.
- ↑ "Group 1890 returns to the forefront with a historic exhibition in Delhi". The Sunday Guardian Live (અંગ્રેજીમાં). 2016-09-10. મેળવેલ 2021-05-03.