જોંક નદી મહા નદીની એક સહાયક નદી છે કે જે આશરે ૨૧૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. આ નદી મધ્ય ભારતમાં ઑડિશા રાજ્યના નુઆપડા જિલ્લા અને બરગઢ જિલ્લા તેમ જ છત્તીસગઢ રાજ્યના મહાસમન્દ જિલ્લા અને રાયપુર જિલ્લામાં થઈને વહે છે.[] આ નદીનો ઉદ્‌ગમ સુંદાબેડાના ઉચ્ચપ્રદેશ ખાતે થાય છે અને પછી મારાગુડા ખીણમાં પ્રવેશે છે, જ્યાં તે પાટોરા ગામ નજીક ગૈધાસ-નાલા સાથે જોડાય છે. આ નદી પર બેનીધાસ ધોધ (૮૦ ફુટ) અને ખરાલધાસ ધોધ (૧૫૦ ફુટ) આ ખીણમાં દાખલ થતાં પહેલાં આવે છે.[] આ નદી શિવારીનારાયણ પાસે મહા નદીમાં મળી જાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Padhan, Tosabanta (૨૫ નવેમ્બર ૨૦૧૪). "Stone Age Archaeology of Jonk River Basin in Western Odisha and Eastern Chhattisgarh". Postdoctoral thesis. Deccan College Post-Graduate and Research Institute. મેળવેલ ૨૭ ઓગસ્ટ ૨૦૧૫.
  2. Cultural profile of south Kōśala by Jitāmitra Prasāda Sim̄hadeba, J. Prasad Singh Deo

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

Coordinates: 21°42′N 82°33′E / 21.700°N 82.550°E / 21.700; 82.550