જોગિન્દર જસવંત સિંઘ
જનરલ જોગિન્દર જસવંત સિંઘ (જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૫) ભારતના ૨૨મા મુખ્ય સેનાઅધ્યક્ષ હતા. તેમની નિમણૂંક ૨૭ નવેમ્બર, ૨૦૦૪ ના રોજ થઈ અને ૩૧ જાન્યુઆરી ૨૦૦૫એ તેમના પૂર્વગામી જનરલ એન સી વિજના નિવૃત્ત બાદ પોતાની ભૂમિકા સંભાળી. તેમના બાદ જનરલ દિપક કપૂરે સ્થાન લીધું. તેમણે મુખ્ય સેનાઅધ્યક્ષ તરીકે ૩૧ જાન્યુઆરી ૨૦૦૫થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭ સુધી સેવા આપી હતી.
General જોગિન્દર જસવંત સિંઘ PVSM, AVSM, VSM, ADC | |
---|---|
જન્મ | ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૫ ભવાલપુર, પંજાબ પ્રાંત, બ્રિટિશ ભારત |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય સેના |
સેવાના વર્ષો | જાન્યુઆરી ૧૯૬૧ – ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭ |
હોદ્દો | જનરલ |
દળ | મરાઠા લાઈટ ઈન્ફેન્ટ્રી |
Commands held | પશ્ચિમ કમાન્ડ આર્મી ટ્રેઇનિંગ કમાન્ડ ૧લી કોર્પ્સ ૯મી ઇન્ફ્રન્ટી ડિવિઝન ૭૯મી (સ્વતંત્ર) માઉન્ટેન બ્રિજ ૫મી બટાલિયન મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી |
યુદ્ધો | ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧, કારગિલ યુદ્ધ |
પુરસ્કારો | પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક વિશિષ્ટ સેવા ચંદ્રક |
સંબંધો | જસવંતસિંઘ મારવાહ (પિતા) |
તેઓ પ્રથમ શીખ હતા જેમણે ભારતીય સેનાનું નેતૃત્વ લીધું અને પશ્ચિમી પ્રદેશમાં આવેલ ચાદીમંદિરથી ૧૧મા મુખ્ય સેનાઅધ્યક્ષ હતાં. તેમની પસંદગી આશ્ચર્યજનક ન હતી પણ પોતાની નિમણૂક સમયે તેઓ જનરલ એન સી વિજ પછી સેનામાં સૌથી વરિષ્ઠ અધિકારી હતા. તેમની નિવૃત્તિ બાદ, ૨૭ જાન્યુઆરી ૨૦૦૮મા તેઓ અરુણાચલ પ્રદેશ રાજ્યના ગવર્નર બન્યા.[૧]
તેઓ રાષ્ટ્રીય રક્ષા એકેડેમીના, ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી છે અને ૨ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ ૯ મરાઠા લાઈટ ઈન્ફેન્ટ્રીમાં નિમણૂક કરવામાં આવી હતી.
પુરસ્કારો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-10.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- "J J Singh to take over as Army chief" – Times of India, November 28, 2004
- Gen (retd) JJ Singh sworn as Arunachal Pradesh governor[હંમેશ માટે મૃત કડી][હંમેશ માટે મૃત કડી]
- Biography of General J.J. Singh સંગ્રહિત ૨૦૦૫-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન