જોધપુર ટેકરા
જોધપુર ટેકરા એ ભારતના અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી ટેકરીઓનું એક નાનું જૂથ છે. આ ક્ષેત્રનો પીનકોડ ૩૮૦૦૧૫ છે. આ ટેકરીઓનું નામ રાજસ્થાનમાં આવેલ 'જોધપુર રાજ્ય' પરથી પડ્યું છે.
ઇતિહાસ
ફેરફાર કરોમહારાજા અભયસિંહજીના સમયમાં, જોધપુરના સૈન્યએ અમદાવાદ શહેર પર હુમલો કર્યો અને મુસ્લિમ શાસકો પાસેથી અમદાવાદ કબજે કર્યું. આ ચડાઈમાં મારવાડ રાજ્યના તમામ મુખ્ય સ્થાનકોના ઠાકુરોએ ભાગ લીધો હતો જેમ કે, નીમાજના ઠાકુર, રાસના ઠાકુર, બાલુન્દાના ઠાકુર અભય સિંઘ અને બાલુન્દાના ઠાકુર કુસલસિંઘ. ઠાકુર અભયસિંહે અમદાવાદના સુલતાન પાસેથી નગારા અને નિશાનની લૂંટ્યા હતા. તેને હજી બાલુંદા ગઢમાં રાખવામાં આવ્યાં છે અને હોળી દરમિયાન દમામી સ્થાનકના ઠાકુર તે પ્રખ્યાત વિજયની યાદમાં નગારા ઉપર અફીણનું પાણી રેડે છે. આ વિજય પછી ઠાકુર અબે સિંઘજીએ કિલ્લામાં એક દરવાજો બનાવ્યો, જેને ફતેહ પોળ કહેવામાં આવે છે.
મહત્વના સ્થળો
ફેરફાર કરોશહેરી કરણને કારણે અહીં રસ્તાઓના ઢોળાવ સિવાય ટેકરાનો અનુભવ થતો નથી. અમદાવાદની ગવર્નમેન્ટ પોલીટ્ક્નીક અહીં આવેલી છે. ચિનુભાઈ ચિનાઈ રોડ, વિક્રમ સારાભાઈ રોડ, ચિમનલાલ ગિરધરલાલ રોડ અહીંના મુખ્ય રસ્તાઓ છે. થલતેજ ટેકરા વિસ્તારમાં અમદાવાદનો દૂરદર્શન ટાવર આવેલો છે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરનું એક કેમ્પસ જોધપુર ટેકરામાં આવેલું છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Space Applications Centre (SAC)". Indian Space Research Organisation. મૂળ માંથી 12 જૂન 2018 પર સંગ્રહિત. મેળવેલ 10 June 2018.