જ્યોલીકોટ

ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલ છે.

જ્યોલીકોટ (Jeolikot) એક ગિરિમથક (હિલ સ્ટેશન) છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલ છે. જ્યોલીકોટ દરિયાઈ સપાટી થી ૧૨૧૯ મીટર જેટલી ઉંચાઈ પર આવેલું છે. તે નૈનિતાલનું પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખાય છે. ફુલો અને પતંગિયા બાબતના જિજ્ઞાસુઓ માટે આ એક આદર્શ સ્થળ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮૭ પર આવેલા આ સ્થળ ખાતે પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ અને અરવિંદો ઘોષ લાંબા સમય માટે રોકાયા હતા[][].

જ્યોલીકોટ
Jeolikote

ज्योलिकोट
દેશ ભારત
રાજ્યઉત્તરાખંડ
જિલ્લોનૈનિતાલ
ઊંચાઇ
૧૨૧૯ m (૩૯૯૯ ft)
પિનકોડ263127
ભાષાઓકુમાઉની, હિંદી, અંગ્રેજી

આ સ્થળ માત્ર નૈનિતાલ જતા પ્રવાસીઓના વિશ્રામ સ્થળ તરીકે જ નથી ગણાતું, પણ દૈનિક નૈનિતાલ અને હલ્દવાની વચ્ચે ફેરો મારતા મુસાફરો માટે પણ મહત્વનું છે. અહીંના જલપાન ગૃહ ખાતે એક ગ્લાસ ચાની સાથે 'બ્રેડ પકોડા'ની લહેજત માણવા સાથે પર્વતોનાં મનોહર અને તેમાંથી ફૂટતો સૂર્યપ્રકાશ પણ દૃશ્યમાન છે, કે જે આગળ જતાં આવનારા ગિરિમથક નૈનિતાલની રમણિયતાનો આંશિક ખ્યાલ આપે છે.

Coordinates: 29°20′N 79°29′E / 29.333°N 79.483°E / 29.333; 79.483

સંદર્ભો

ફેરફાર કરો
  1. http://bharatdiscovery.org/india/ज्योलिकोट भारतकोश ज्ञान का हिन्दी महासागर
  2. http://uttarakhandtourism.gov.in/jeolikot પ્રવાસન વિભાગ, ઉત્તરાખંડ સરકાર, ભારત