ટાટા ટી લિમિટેડ , જે ટાટા-ટેટલી તરીકે પણ જાણીતી છે, તે વિશ્વની બીજા ક્રમાંકની ચાની સૌથી મોટી ઉત્પાદક અને વિતરક છે.[] ભારતની ટાટા ગ્રુપની માલિકીની, ટાટા ટી લિમિટેડ ચાને ટાટા ટી, ટેટલી(Tetley), ગુડ અર્થ ટીઝ અને જેમ્કા(JEMČA) જેવાં મુખ્ય બ્રાન્ડ નામો હેઠળ વેચે છે. ટાટા ટી ભારતમાં ચાની સૌથી મોટી બ્રાન્ડ છે, તે જ રીતે ટેટલી એ યુનાઈટેડ કિંગડ્મ અને કૅનેડામાં ચાની સૌથી મોટી કંપની છે અને કદની દૃષ્ટિએ[] તે યુનાઈટેડ સ્ટેટ્સમાં બીજી સૌથી મોટી કંપની છે, જ્યારે જેમ્કા (JEMČA) એ ઝેક ગણતંત્રની અગ્રણી ચા કંપની છે.[]

ટાટા ટી


ટાટા ગ્લોબલ બેવરેજિસ તરીકે તેનું ફરીથી નામકરણ કરવામાં આવ્યું છે જેથી તે જે ક્ષેત્રમાં પ્રવેશવા માગતી હતી તે આરોગ્ય અને પોષક પીણાંઓની શ્રેણી તે નામ હેઠળ સમાવી શકાય. પોતાની સહાયક કંપનીઓ થકી, ટાટા ટી ભારતમાં 70 મિલિયન કિલોગ્રામ ચા બનાવે છે, 54 ચા-બાગાનો ધરાવે છે, દસ ચા બ્લેન્ડિંગ અને પૅકેજિંગ કારખાનાઓ ધરાવે છે અને આશરે 59,000 લોકોને રોજગાર આપે છે.[] કંપની ભારત અને શ્રીલંકામાં, ખાસ કરીને પૂર્વ ભારતના આસામ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના કેરળમાં, કુલ મળીને 51 ચા-બાગાનોની માલિકી ધરાવે છે. આ કંપની આસામ ચા અને દાર્જિલિંગ ચાની સૌથી મોટી નિર્માતા છે અને સિલોન ચાની દ્વિતીય-સૌથી મોટી નિર્માતા છે.

1964માં યુકે(UK) સ્થિત જેમ્સ ફિનલે સાથે સંયુક્ત સાહસ તરીકે મૂલ્ય-વર્ધિત ચા વિકસિત કરવા માટે શરૂ થયેલી કંપની, ટાટા ટી ગ્રુપ હવે 50 દેશોમાં પોતાનાં ઉત્પાદન અને બ્રાન્ડ ધરાવે છે. તે ભારતની પ્રથમ બહુરાષ્ટ્રીય(મલ્ટીનેશનલ) કંપનીઓમાંની એક છે. ટાટા ટી અને તેની સહાયક કંપનીઓના ઓપરેશનો ચામાં બ્રાન્ડ સહિતનાં ઉત્પાદન વૈવિધ્ય આપવા પર કેન્દ્રિત છે, પણ તે ભારત અને શ્રીલંકામાં ચાની ખેતીની પ્રવૃત્તિમાં પણ નોંધપાત્ર હાજરી ધરાવે છે.

ટાટા ટી ગ્રુપનો વિશ્વભરમાં વ્યાપક બ્રાન્ડેડ ચાનો સમેકિત વેપાર તેના સમેકિત ટર્નઓવરના આશરે 86 ટકા માટે જવાબદાર છે, જ્યારે ટર્નઓવરના બાકીના 14 ટકા જથ્થાબંધ ચા, કૉફી અને રોકાણ આવકમાંથી આવે છે. કંપનીનું મુખ્યાલય બૅંગલોરમાં છે. આશરે 159 કિ.મી.²ના વિસ્તારમાં ચાની ખેતી કરીને, ટાટા ટી વાર્ષિક ધોરણે આશરે 30 મિલિયન કિ.ગ્રા. કાળી ચાનું ઉત્પાદન કરે છે.[સંદર્ભ આપો] હળવી ઘનત્વની 100% ચા માટે, આઇસ-ટી મિશ્રણોમાં અને રેડી-ટુ-ડ્રિંક (RTD -પીવા માટે તૈયાર) પીણાંઓની તૈયારીમાં ઇન્સ્ટન્ટ (તરત તૈયાર કરી શકાય તેવી) ચા વપરાય છે.

ટાટા ટી ભારતમાં પાંચ બ્રાન્ડની માલિક છે – ટાટા ટી, ટેટલી, કાનન દેવન, ચક્ર ગોલ્ડ અને જેમિનિ. કંપની મુન્નાર, કેરળમાં ઇન્સ્ટન્ટ ચા બનાવતું (કોષેર અને એચએસીસીપી(HACCP) પ્રમાણિત) 100% નિકાસ-કેન્દ્રિત એકમ ધરાવે છે, જે યુનાઈટેડ સ્ટેટ્સની બહાર હોય તેવું આવું સૌથી મોટું એકમ છે. ટાટા ટી ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન, યુનાઈટેડ સ્ટેટ્સ, ઝેક ગણતંત્ર અને ભારતમાં તેની સહાયક કંપનીઓ ધરાવે છે.

 
મુન્નાર, ભારતમાં ટાટાના ચાના બગીચાઓ

1980નો દાયકો

ફેરફાર કરો

1980ના દાયકાની શરૂઆતમાં, ભારતમાં ચા ઉદ્યોગમાં ઉત્પાદન અને મજૂરી ખર્ચ વધી રહ્યા હતા અને નફાનું માર્જિન ઘટતું જતું હતું તેમ જ કર વધતો જતો હતો. ભારત વિશ્વ બજારમાં માત્ર ચીન સામેથી જ હરીફાઈનો સામનો નહોતું કરી રહ્યું, પણ આ વેપારમાં અન્ય દેશોના પ્રવેશવાથી પણ હરીફાઈ વધી હતી.

1983માં, ટાટા ટીએ વ્યક્તિગત એકમ રચવા માટે જૅમ્સ ફિનલે જૂથમાં હિસ્સો ખરીદ્યો. એ જ વર્ષે, કંપનીએ વસ્તુ વેપારમાંથી ઉપભોક્તા બ્રાન્ડિંગમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. પ્રથમ બ્રાન્ડ, ટાટા ટીથી શરૂઆત કરવામાં આવી. તેના પછી અન્ય બ્રાન્ડ જેવી કે કાનન દેવન, અગ્નિ, જેમિનિ અને ચક્ર ગોલ્ડ મૂકવામાં આવી. વિશ્વમાં સૌથી મોટું બજાર ધરાવવા છતાં, બ્રાન્ડેડ ચા(બ્રાન્ડ નામવાળી ચા)ના વિચારને સ્વીકૃત બનતા સારો એવો સમય લાગ્યો.[સંદર્ભ આપો]

1987માં, ટાટા ટીએ યુ.એસ.એ.(USA)માં પોતાની સંપૂર્ણ માલિકી સાથેની સહાયક કંપની, ટાટા ટી ઇનકોર્પોરેશન શરૂ કરી.

1990નો દાયકો

ફેરફાર કરો

1990ના દાયકામાં, ટાટા ટીએ પોતાની બ્રાન્ડ્સને વૈશ્વિક બજારોમાં લઈ જવાનું નક્કી કર્યું. 1992માં તેણે બ્રિટનની ટેટલી ટી સાથે સંયુક્ત નિકાસ સાહસ ઘડ્યું. તેના અન્ય નવા ઉદ્યોગસાહસોમાં કોન્સોલિડેટેડ કૉફી લિ. (ટાટા કૉફી લિ.)માં પ્રધાન હિસ્સો અને શ્રી લંકામાંની કૃષિ જમીનોનું વ્યવસ્થાપન કરવા માટેના એક સંયુક્ત સાહસનો સમાવેશ થતો હતો. યુનાઈટેડ સ્ટેટ્સમાં ટાટા ટી ઇનકોર્પોરેશને પોતાના ફ્લોરિડાના એકમ પરથી પ્રક્રિયા કરીને ઇન્સ્ટન્ટ ચા બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું, જે મુન્નાર અને કેરળમાંથી ઇન્સ્ટન્ટ ચા ઉત્પાદનોની કાચી સાધનસામગ્રી પર આધારિત હતું. 1993માં, એસ્ટેટ ટાટા ટેટલી રચવા માટે તેમણે યુકે(UK)માં અલાઇડ લિઓન્સ પીએલસી(PLC) સાથે સંયુક્ત સાહસ આદર્યું.

1990ના દાયકાના મધ્યમાં, ટાટા ટીએ વાટાવાલા પ્લાન્ટેશન્સ લિ.માં 51% શેરહિસ્સો પ્રાપ્ત કરીને, ટેટલી અને લંકન જેવીસી(JVC) ખરીદવાનો પ્રયત્ન કર્યો.

1997માં કંપની "ટાટા ટેપ વિવાદ" તરીકે જાણીતા થયેલા એક મોટા કૌભાંડમાં સંડોવાઈ, જે કંપનીએ આસામમાં સશસ્ત્ર-સંઘર્ષ કરતા એક બેકાયદા જાહેર થયેલા જૂથ, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસોમ(ULFA)ને પૂરા પાડેલા નાણા સંબંધિત વિવાદ હતો.

1999 સુધીમાં, ટાટા ટીની બ્રાન્ડો ભારતમાં 25%નો એકત્રિત બજાર હિસ્સો ધરાવતી હતી.[સંદર્ભ આપો] કંપની 74 ચા બાગો ધરાવતી હતી, અને પ્રતિ વર્ષ 62 મિલિયન કિલોગ્રામ ચાનું ઉત્પાદન કરતી હતી, જેમાંથી બે-તૃતીયાંશ ભાગ પૅક અને બ્રાન્ડેડ ઉત્પાદનોમાં ખપતો હતો. આ વર્ષના અંત ભાગમાં, મોટા ભાગના ભારતમાં પડેલા દુકાળના કારણે ચાના વેપારને ધક્કો પહોંચ્યો. વધુમાં, એક વખત જે ભારતીય ચાનું સૌથી મોટું ખરીદદાર હતું તે રશિયાએ થોડા વખત માટે બજારમાંથી પીછેહટ કરી.

2000નો દાયકો

ફેરફાર કરો
 
કૅનેડાના ટેટલી ચા કૅન પરનું લખાણ

(યુનાઈટેડ કિંગડ્મ સ્થિત) ટેટલી ગ્રુપનું 2000માં સંપાદન એ ટાટા ટી માટે એક મહત્ત્વનું કદમ હતું. તે £271 મિલિયન ($432 મિલિયન) મૂલ્યનો ખરીદીનો સોદો હતો. અહેવાલ પ્રમાણે, ટાટા ટીએ બોલીમાં અમેરિકી પેઢીજૂથ સારા લીને પાછળ મૂકી દીધું હતું, જેને આજની તારીખે કોઈ ભારતીય કંપની દ્વારા કોઈ વિદેશી કંપનીનો સૌથી મોટો સંપાદન સોદો વર્ણવવામાં આવે છે. એ વખતે, યુનિલિવરની બ્રૂક બૉન્ડ-લિપ્ટન પછી ટેટલી એ વિશ્વની બીજી સૌથી મોટી ચા કંપની હતી અને £300 મિલિયનનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી હતી. તે બ્રિટન અને કૅનેડામાં માર્કેટ લીડર હતી અને યુનાઈટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વમાંની લોકપ્રિય બ્રાન્ડ હતી.

1837માં સ્થાપિત, ટેટલી એ પહેલી બ્રિટિશ ચા કંપની હતી, જેણે 1953માં યુકે(UK)માં ટી બૅગ શરૂ કરી. આ ટી બૅગ પછી શરૂઆતમાં 1989માં પ્રથમ ગોળાકાર ટી બૅગ મૂકવામાં આવી અને પછી 1997માં 'ન ટીપું, ન ઢોળફોળ' એવી ડ્રો-સ્ટ્રિંગ બૅગ આવી. ટેટલી હવે ટાટા ટીના કુલ ટર્નઓવરના લગભગ બે તૃતીયાંશ ભાગ જેટલા હિસ્સા માટે યોગદાન આપે છે.

2005થી ટાટા ટીએ ભારતમાં વાવેતરની સીધી માલિકીથી દૂર હટવાની એક પુનઃમાળખાકીય કવાયત હાથ ધરી છે, આ પ્રક્રિયા વિશ્વ બૅન્કના આંતરરાષ્ટ્રીય નાણા નિગમમાંથી રાહતદરે અનુદાન દ્વારા સુગમ બનાવવામાં આવી છે.[]

2007માં, ટાટા ટીએ યુવાનોને સામાજિક પ્રશ્નો પ્રત્યે જાગૃત કરવા માટે જાગો રે! અભિયાનનો આરંભ કર્યો. આ અભિયાનને 2008માં પણ ચાલુ રાખવામાં આવ્યું. 2009માં, તેમનું આ અભિયાન નવા જાહેરખબર-સૂત્ર 'અબ સે ખિલાના બંધ, પિલાના શુરૂ' સાથે ભ્રષ્ટાચારની સમસ્યા પર કેન્દ્રિત રહ્યું.

આંતરરાષ્ટ્રીય વેપાર સંઘ, આઈયુએફ(IUF)એ 2009માં ચા ચૂંટનાર સગર્ભાઓને કાયદા પ્રમાણેની પ્રસૂતિ રજા નહીં આપવા બદલ અને સ્થાનિક સરકારે કામદારો અને તેમના પરિવારોને સંકટકાલીન અન્નસામગ્રી માટે ખાદ્ય કૂપનો વહેંચવી શરૂ કરવી પડી ત્યાં સુધી પશ્ચિમ બંગાળમાં નોવેરા નુડ્ડી ટી એસ્ટેટ પર 1,000 કામદારોને પૂરી રાખવા અંગે કંપનીની ટીકા કરી.[] મે 2010માં, આસામમાં એક ટાટા સંપત્તિ પર સંશયાસ્પદ ઝેરની અસરથી એક પાક પર છંટકાવ કરનારનું મૃત્યુ નીપજ્યું, જેના પગલે વિરોધ-દેખાવો થયા, અને તેમાં રમખાણ પોલીસના ગોળીબારમાં બીજા બે કામદારો ઠાર થયા.[]

વેચાણ(માર્કેટિંગ) વ્યૂહરચના

ફેરફાર કરો

વૈશ્વિક ધોરણે હાજરી હોવા છતાં, ટાટા ટીની વિવિધ બ્રાન્ડ જે-તે સ્થળના આધારે જુદી જુદી રીતે વિતરિત કરવામાં આવે છે. ટાટા ટી ભારતમાં ઘણી વધુ સારી રીતે જાણીતી હોવાથી, અને ત્યાં તે એક શક્તિશાળી બ્રાન્ડ રૂપે સ્થાપિત હોવાથી, તેને જ્યાં વિશાળ ભારતીય વસતિ હોય તેવાં બજાર અને દેશોમાં વધુ મોકલવામાં આવે છે. તેથી ટેટલી એ કંપનીનો વૈશ્વિક ચહેરો છે અને માર્કેટિંગનું સૌથી વધુ ધ્યાન ટેટલી બ્રાન્ડ પર છે. એક જ બજારમાં બંને બ્રાન્ડ હોય તેમ બને, પણ તેમાં ટેટલીને પ્રીમિયમ બ્રાન્ડ તરીકે રજૂ કરવામાં આવે છે.

જાગો રે!!

ફેરફાર કરો

ટાટા ટીએ "જાગો રે!"(ઊઠો!) નામના અભિયાનથી જનાગ્રહ સાથે મતદાર નોંધણી ઝુંબેશ ઉપાડી હતી. તેના પછી, કંપનીએ આ અભિયાનને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા પર કેન્દ્રિત કર્યું. જાગો રે વેબસાઈટ આ અંગે અને અન્ય સામાજિક પ્રશ્નો અંગે ચર્ચાને પ્રોત્સાહિત કરે છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  • ભારતમાં ચાનો ઇતિહાસ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "tata.com : ટેટલીઝ ફિસ્કલ શો ટુ જાઝ અપ ટાટા ટી રિઝલ્ટ્સ". મૂળ માંથી 2016-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-25.
  2. "ટાટા ટી કંપની પ્રોફાઇલ". મૂળ માંથી 2010-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-25.
  3. ": Tetley.com :". મૂળ માંથી 2006-11-12 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-25.
  4. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2006-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-25.
  5. ટાટા ટી નવી વાવેતર પેઢીમાં આઈએફસી(IFC)ને હિસ્સો વેચે છે, રાયટર્સ, 19 ફેબ્રુઆરી, 2007
  6. ટેટલી/ટાટા ભારતમાં ભૂખ્યા ચા કામદારો માટે આઈયુએફ(IUF)ની સહાયને પ્રતિભાવ આપે છે... જનસંપર્ક સાથે, આઈયુએફ(IUF), 23 નવેમ્બર 2009
  7. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ટેટલી પર અધિકાર ઉલ્લંઘનનો આરોપ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૫ ના રોજ વેબેક મશિન, હિન્દુસ્તાન ટાઈમ્સ , 30 સપ્ટેમ્બર 2010. 7 ઑક્ટોબર 2010ના મેળવેલ.
  8. જાગો રે! સંગ્રહિત ૨૦૧૦-૦૧-૨૬ ના રોજ વેબેક મશિનકથા સંગ્રહિત ૨૦૧૦-૦૧-૨૬ ના રોજ વેબેક મશિન

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો