ડાય મીણસાર નદી

ભારતની નદી

ડાય મીણસાર નદી અથવા ડાઇ-મીનસર પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદી મીનસર (મીણસાર) નજીકથી નીકળે છે અને ભાદર પુલ આગળ મળે છે. તેની મહત્તમ લંબાઇ ૧૦૦ કિમી છે. નદીનું કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૧૮૦ ચોરસ કિમી છે.[૧]

ડાય મીણસાર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૧૦૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીઓઝત નદી

પોરબંદરના નકશા મુજબ આ નદી ઓઝત નદીની સહાયક નદી છે. આ નદી પર ડાય મીણસાર જળાશય યોજના આવેલી છે જેનું સ્ત્રાવક્ષેત્ર ૮૫ ચોરસ કિમી છે.[૨]

ગોપના ડુંગરમાંથી નીકળતી આ નદીમાં ખંભાળા અને ફોદારા ડેમના પાણી જોડાય છે. પોરબંદરના કંડોરણ ગામથી થઈ ને અંતે મોકર વન પક્ષી અભ્યારણમાં પ્રવેશે છે અને અંતે કર્લી જળાશયમાં થઈ ને દરિયામાં ભળે છે.

ચોમાસા દરમિયાન આ નદી ઘેડ વિસ્તાર માટે અતિઉપયોગી સાબિત થાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "ડાય મીણસાર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "ડાય મીણસાર જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ડિસેમ્બર ૨૦૧૫.