ડાહ્યાભાઈ પટેલ
ડાહ્યાભાઇ પટેલ (૧૯૦૬ - ૧૧ ઑગસ્ટ ૧૯૭૩) ભારતીય નેતા સરદાર વલ્લભભાઇ પટેલના પુત્ર હતા. અને તેઓ ભારતના સંસદ સભ્ય હતા.
ડાહ્યાભાઈ પટેલ | |
---|---|
અંગત વિગતો | |
જન્મ | ૧૯૦૬ બોમ્બે પ્રેસીડેન્સી, બ્રિટીશ રાજ. |
મૃત્યુ | ૧૧ ઑગસ્ટ ૧૯૭૩ ઉંમર ૬૭- ૬૮) મહારાષ્ટ્ર, ભારત. |
માતા-પિતા |
|
અંગત જીવન
ફેરફાર કરોડાહ્યાભાઇએ શરુઆતનું શિક્ષણ મુંબઇમાં લીધું. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા અને ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપનીમાં કામ કરવાનું શરૂ કરી, મુંંબઇમાં સ્થાયી થયા. તેઓ જ્યારે ૨૭ વર્ષના હતા, ત્યારે તેની પહેલી પત્ની યશોદાનું મૃત્યુ થયું, તેમને બિપીન નામે પુત્ર હતો. પછી તેમણે ભાનુમતી સાથે લગ્ન કર્યા અને તેમને ગૌતમ નામે બીજો પુત્ર થયો. મુંબઇમાં સેન્ડહર્સ્ટ રોડ પરનો તેમનો ફ્લેટ અને પછીનું પ્રભાદેવીનું ઘર સરદાર પટેલનું નિવાસસ્થાન રહેતું. તેમના તેમની બહેન મણીબેન સાથે સુહાર્દ સંબંધ ન હતા.[૧] [૨]
કારકિર્દી
ફેરફાર કરોડાહ્યાભાઇ કોંગ્રેસના સભ્ય હતા. તેઓ ૧૯૩૯માં બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યાં તેઓ ૧૮ વર્ષ સક્રીય રહ્યા.[૨] તેઓ મુખ્યત્વે ઉદ્યોગપતિ હોવા છતાં, તેમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને ૧૯૪૨ થી ૧૯૪૪ દરમ્યાન જેલમાં રહ્યા હતા.
૧૯૫૭માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથેના મતભેદને કારણે તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.[૨] તેમણે ૧૯૫૭ ની લોકસભાની ચૂંટણી પરિષદના ઉમેદવાર તરીકે લડવાની વિનંતી કરી, પરંતુ તેમની બહેન મણીબેન પટેલના ઠપકાને કારણે નિર્ણય પડતો મૂક્યો.[૩] આખરે તેઓ પરિષદના ઉપપ્રમુખ બન્યા અને ૧૯૫૮માં રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Patnaik, Biswaraj (31 October 2019). "Statue huge, but Sardar remains ignored even today". The Pioneer (અંગ્રેજીમાં). મેળવેલ 9 November 2020.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Kothari, Urvish (31 October 2018). "The political dynasty nobody is talking about: Sardar Patel's". ThePrint. મેળવેલ 9 November 2020.
- ↑ Yagnik, Indulal. Atmakatha. 6. Gnanprachar. પૃષ્ઠ 88. મેળવેલ 9 November 2020.
- ↑ "Members of Rajya Sabha". મૂળ માંથી 14 ફેબ્રુઆરી 2019 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2012.