ભારત છોડો આંદોલન

ભારતની ત્વરિત આઝાદી માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં ૮મી ઓગસ્ટ, ઇ. સ. ૧૯૪૨ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ઼ પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ ૧૯૪૨માં શરૂ થયેલા આ આંદોલનને 'અંગ્રેજો ભારત છોડો' એવું નામ આપવામાં આવ્યું હતું. જો કે ગાંધીજીને તત્કાળ ગિરફ઼્તાર કરી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાળો અને તોડફ઼ોડ જેવી કારવાઇઓ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા. કોંગ્રેસ પક્ષમાં જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદી સદસ્ય ભૂમિગત પ્રતિરોધિ ગતિવિધિઓમાં સૌથી વધારે સક્રિય રહ્યા હતા. પશ્ચિમ ભાગમાં સાતારા અને પૂર્વ ભાગમાં મેદિનીપુર જેવા કેટલાય જિલ્લાઓમાં સ્વતંત્ર સરકાર, પ્રતિસરકારની સ્થાપના કરી દેવામાં આવી હતી. અંગ્રેજોએ આ આંદોલનના પ્રતિરોધમાં અત્યંત સખ્ત રવૈયો અપનાવ્યો હતો. આમ છતાં આ વિદ્રોહને ડામવા માટે સરકારને સાલ ભરથી પણ વધારે સમય લાગ્યો હતો.

બેંગલોર ખાતે બસવાનગુડીમાં દીનબન્ધુ સી એફ એન્ડ્રૂજનું ભાષણ

સુભાષચંદ્ર બોઝે હિન્દ છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ (Non-violent guerrilla warfare) કહેલી.[સંદર્ભ આપો]

મૂળ સિદ્ધાંત

ફેરફાર કરો

ભારત છોડો આંદોલન હકીકતમાં એક લોકાઆંદોલન હતું જેમાં લાખો સામાન્ય હિંદુસ્તાની લોકો સામેલ થયા હતા. આ આંદોલન દ્વારા યુવાઓ મોટી સંખ્યામાં આકર્ષિત થયા હતા. આ યુવાઓએ પોતાની કૉલેજના અભ્યાસને છોડી દઇને જેલ જવાનો રસ્તો અપનાવ્યો હતો. આ વખતમાં કોંગ્રેસના નેતાઓ જેલમાં હતા. આ સમયે જિન્ના તથા મુસ્લિમ લીગના એમના સાથીઓ પોતાનું પ્રભાવ ક્ષેત્ર ફેલાવવાના કાર્યમાં લાગ્યા હતા. આ વર્ષોમાં લીગને પંજાબ અને સિંધમાં પોતાની પહેચાન બનાવવાનો મોકો મળ્યો. આ વિસ્તારમાં હજુ સુધી લીગનું કોઈ ખાસ વજૂદ ન હતું.

જૂન ૧૯૪૪ના સમયમાં જ્યારે વિશ્વ યુદ્ધ સમાપ્તિ તરફ હતું, ત્યારે ગાંધીજીને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર નિકળ્યા બાદ એમણે કોંગ્રેસ અને લીગ વચ્ચેના ફાંસલાને મિટાવવા માટે જિન્ના સાથે કેટલીય વાર વાતચીતો કરી. ઇ. સ. ૧૯૪૫ના વર્ષમાં બ્રિટનમાં લેબર પાર્ટીની સરકાર બની હતી. આ સરકાર ભારતીય સ્વતંત્રતાના પક્ષમાં હતી. આ સમયમાં વાયસરાય લૉર્ડ વાવેલ તરફથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ સાથે કેટલીય બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જનતાનો મત

ફેરફાર કરો

ઇ. સ. ૧૯૪૬ના વર્ષની શરુઆતમાં પ્રાંતીય વિધાન મંડળો માટે નવેસરથી ચુંટણીઓ કરાવવામાં આવી હતી. સામાન્ય શ્રેણીમાં કોંગ્રેસને ભારે સફળતા મળી હતી. મુસલમાનોને માટે આરક્ષિત બેઠકો પર મુસ્લિમ લીગને ભારે બહુમત પ્રાપ્ત થયો હતો. રાજનીતિક ધ્રુવીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું. ઇ. સ. ૧૯૪૬ના વર્ષમાં ઉનાળામાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું. આ મિશન દ્વારા કોંગ્રેસ અને મુસ્લિમ લીગને એક એવી સંઘ વ્યવસ્થા પર રાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ભારતની અંદર વિભિન્ન પ્રાંતોને સીમિત સ્વાયત્તતા આપવાનું શક્ય બને તેમ હ્તું. કેબિનેટ મિશન દ્વ્રારા કરવામાં આવેલો આ પ્રયાસ ભી વિફળ રહ્યો હતો. વાતચીતોનો દોર તુટી ગયા બાદ જિન્નાએ પાકિસ્તાનની સ્થાપના કરવા માટે લીગની માંગના સમર્થનમાં એક પ્રત્યક્ષ કાર્યવાહી દિવસનું આહ્‌વાન કર્યું. આ કાર્ય માટે ઓગસ્ટ ૧૬, ૧૯૪૬નો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. આ જ દિવસે કલકત્તા શહેરમાં ખૂની સંઘર્ષ શરૂ થઇ ગયો હતો. આ હિંસા કલકત્તા શહેરથી શરૂ થઇને ગ્રામીણ બંગાળ, બિહાર અને સંયુક્ત પ્રાંત તથા પંજાબ સુધી ફેલાઇ ગઈ. કેટલાંક સ્થાનો પર મુસલમાનોને તો કેટલાંક અન્ય સ્થાનો પર હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

વિભાજનનો પાયો

ફેરફાર કરો

ફેબ્રુઆરી ૧૯૪૭ના સમયમાં વાવેલની જગ્યા પર લૉર્ડ માઉંટબેટનને વાઈસરોય નિયુક્ત કરવામાં આવ્યા. એમણે વાર્તાલાપોના એક અંતિમ દૌર માટે આહ્‌વાન કર્યું. જ્યારે સુલેહ કરવા માટે એમનો આ છેલ્લો પ્રયાસ પણ વિફ઼ળ થઇ ગયો તો તેમણે એલાન કરી દિધું કે બ્રિટિશ ભારતને સ્વતંત્રતા આપી દેવામાં આવશે પરંતુ ભારતનું વિભાજન પણ થશે. ઔપચારિક સત્તા હસ્તાંતરણ કરવા માટે પંદરમી ઓગસ્ટનો દિવસ નિયત કરવામાં આવ્યો હતો. આ દિવસે ભારતના વિભિન્ન ભાગોમાં લોકોએ ભારે ખુશી મનાવી હતી. દિલ્હી ખાતે જ્યારે સંવિધાન સભાના અધ્યક્ષ દ્વારા મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઉપાધિ આપતાં સંવિધાન સભાની બેઠક શરૂ કરવામાં આવી ત્યારે ઘણા સમય સુધી કરતલ ધ્વનિ થતો રહ્યો હતો. એસેમ્બલીની બહાર ભીડ મહાત્મા ગાંધીની જયના નારા લગાવી રહી હતી.

સ્વતંત્રતા પ્રાપ્તિ

ફેરફાર કરો

૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત દેશની રાજધાની દિલ્હી ખાતે થઇ રહેલા ઉત્સવોમાં મહાત્મા ગાંધી હાજર ન હતા. આ સમયમાં તેઓ કલકત્તા શહેરમાં હતા પરંતુ એમણે ત્યાં પણ ન તો કોઇ કાર્યક્રમમાં હિસ્સો લીધો, કે ન તો ક્યાંય ઝંડા ફરકાવવાના કાર્યક્રમમાં ભાગ લીધો. ગાંધીજી આ દિવસે ૨૪ કલાક માટે ઉપવાસ પર રહ્યા હતા. એમણે આટલા દિન સુધી જે સ્વતંત્રતા મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો, તે એક અકલ્પનીય કિંમત પર એમને મળી હતી. એમનું રાષ્ટ્ર વિભાજિત હતું. હિંદુ-મુસલમાન એક-બીજાની ગર્દન પર સવાર હતા. એમની આત્મકથા (જીવની)ના લેખક ડી. જી. તેંદુલકર દ્વારા લખવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમ્યાન ગાંધીજી રમખાણ પીડિતોને સાંત્વના આપવા માટે હોસ્પીટલો અને શરણાર્થી શિબિરોનાં ચક્કર લગાવી રહ્યા હતા. આ સમયે એમણે શીખો, હિંદુઓ અને મુસલમાનોને આહ્‌વાન કર્યું કે તેઓ અતીતને ભુલાવીને, પોતાની પીડા પર ધ્યાન આપવાને બદલે એક-બીજાના પ્રતિ ભાઈચારા માટે હાથ આગળ કરે તથા શાંતિથી રહેવા માટેનો સંકલ્પ લે.

ધર્મ નિરપેક્ષતા

ફેરફાર કરો

ગાંધીજી અને જવાહરલાલ નેહરૂના આગ્રહને કારણે કોંગ્રેસ દ્વારા અલ્પસંખ્યકોના અધિકારો પર એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસે બે રાષ્ટ્રનો સિદ્ધાંતને ક્યારેય સ્વીકાર કર્યો ન હતો. જ્યારે કોંગ્રેસે પોતાની ઇચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા માટે મંજૂરી આપવી પડી છતાં પણ એનો દૃઢ વિશ્વાસ હતો કે ભારત ઘણા બધા ધર્મો અને ઘણી બધી જાતિઓના લોકો વડે બનેલો દેશ છે અને એને એવો જ બનાવી રાખવો જોઈએ. પાકિસ્તાન ખાતે જે પણ હાલત રહે, ભારત એક લોકતાંત્રિક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર રહેશે જેમાં તમામ નાગરિકોને પૂર્ણ અધિકાર પ્રાપ્ત થશે તથા ધર્મના આધાર પર ભેદભાવ રાખ્યા વિના બધાને રાજ્ય તરફથી સંરક્ષણનો અધિકાર પ્રાપ્ત થશે. કોંગ્રેસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે તે અલ્પસંખ્યકોના નાગરિક અધિકારો પર કોઈપણ અતિક્રમણના વિરુદ્ધ દરેક શક્ય રક્ષણ આપવા પ્રયત્નશીલ રહેશે.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો