ડિમેન્શિયા શબ્દનો ગુજરાતીમાં કોઈ બરાબર ભાષાંતર કરે એવો કોઈ શબ્દ નથી. તેને ભુલવાનો રોગ કહી શકાય, તેને સ્મૃતિ ભ્રંશ, ચિત્તભ્રમ, પણ કહી શકાય. મોટા ભાગે ૬૦, ૬૫, વર્ષની વય પછી આના ચિન્હ દેખાય છે. જો નાની ઉમરમાં થાય તો તેને 'Early Onset Dementia' કહેવાય છે. કોઈ વાર તેને ઉન્માદ, અથવા ગાંડપણ કહેવામાં આવે છે, તે અયોગ્ય છે.

ડિમેન્શિયા
ખાસિયતPsychiatry, neurology Edit this on Wikidata
દર્દીઓની સંખ્યા3.8 to 4% (એશિયા), 6.1 to 6.3% (યુરોપ), 6.4 to 6.6% (અમેરિકા), 2.5 to 2.7% (આફ્રિકા)

ડિમેન્શિયા કોઈ એક રોગ નથી. મગજના કોષની તકલીફ ના લીધે થતા જુદા જુદા રોગના લીધે જે લક્ષણ જોવા મળે છે તેને ડિમેન્શિયા ના શબ્દમાં આવરી લેવામાં આવે છે. મોટા ભાગે આ ઘડપણમાં થાય છે. મગજને નુકશાનનું પરિણામ છે. તે આગળ વધતો (progressive) રોગ છે. તેનો ઈલાજ નથી અને તેના લક્ષણો ધીમે ધીમે વધતા જાય છે.

લક્ષણો ફેરફાર કરો

ડિમેન્શિયા થવાથી વ્યક્તી ધીરે ધીરે વધારે ભૂલવા માંડે છે. સાથે તે રોજીંદા સહેલા કાર્યો કરવાની ક્ષમતા ગુમાવે છે, જેવા કે ખરીદી કરી તેના બીલની ચુકવણી કરવી, સામાન્ય ભોજન બનાવવું, ફરવા જવાનું આયોજન કરવું. વધુ સમય જતા પોતાની સ્વસ્થતા અને સ્વચ્છતા સચવાય નહી, સ્વજનો ઓળખાય નહી એક સમય એવો આવે કે વ્યક્તી પૂર્ણ રીતે પરાવલંબી થઈ જાય છે. છેલ્લા તબક્કામાં ચાલવાની અને ગળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય છે.

કારણો ફેરફાર કરો

જયારે આવા ફેરફાર માટે કોઈ અન્ય રોગ કારણભૂત ના હોઈ ત્યારે તે ડિમેન્શિયા હોઈ શકે. ૧૦૦થી વધુ રોગના લીધે ડિમેન્શિયા થઈ શકે છે, પણ મોટા ભાગે અલ્ઝાઇમર્સ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે.