બનારસ રેલ્વે એંજિન કારખાનું
બનારસ રેલ્વે એંજિન કારખાનું (અંગ્રેજી ભાષા:Banaras Locomotive Works) વારાણસી ખાતે આવેલું ભારતીય રેલ્વેનું રેલ્વે એંજિન બનાવવા માટેનું કારખાનું છે.
ઈતિહાસ
ફેરફાર કરોઓગસ્ટ ૧૯૬૧માં ડીઝલ વિદ્યુત રેલ્વે એંજિન બનાવવાના હેતુથી એલ્કો-અમેરિકાના સહયોગ થી કારખાનાની સ્થાપના કરવામાં આવી હતી. જાન્યુઆરી ૧૯૬૪માં અહીં પ્રથમ રેલ્વે એંજિનનું નિર્માણ કરી રાષ્ટ્રની સેવામાં અર્પણ કરવામાં આવ્યું. જાન્યુઆરી ૧૯૭૬માં નિકાસ બજારમાં પ્રવેશ કરી, સૌપ્રથમ ટાન્ઝાનિયા દેશમાં નિકાસ કરવામાં આવ્યું. ત્યારબાદ ડિસેમ્બર ૧૯૭૭માં પ્રથમ ડીઝલ સંચાલિત સેટની શરૂઆત કરવામાં આવી. ઓક્ટોબર ૧૯૯૫માં આધુનિક માઈક્રોપ્રોસેસર નિયંત્રિત, એસી તેમ જ એસી-ડીઝલ ઈલેકટ્રીક રેલ્વે એંજિનોની બનાવટ માટે જનરલ મોટર્સ, અમેરિકા સાથે ભાગીદારીનો કરાર કરવામાં આવ્યો. ત્યારબાદ ફેબ્રુઆરી ૧૯૯૭માં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (આઈ.એસ.ઓ.) ૯૦૦૨ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં આવ્યું. માર્ચ ૨૦૦૧માં આઈ એસ ઓ ૧૪૦૦૧ પ્રમાણપત્ર મળ્યું.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન
- ડીઝલ લોકોમોટિવ ક્લાસીસ - બ્રોડગેજ