ફર્સ્ટ સ્પેશ્યલ ફોર્સીસ ઓપરેશનલ ડીટેચમેન્ટ - ડેલ્ટા (પ્રથમ એસએફઓડી-ડી(1st SFOD-D) ) - યુનાઇટેડ સ્ટેટ્સના સંરક્ષણ વિભાગ દ્વારા સામાન્ય રીતે ડેલ્ટા , ડેલ્ટા ફોર્સ અથવા તો કોમ્બેટ એપ્લિકેશન્સ ગ્રુપ (સીએજી (CAG)) તરીકે ઓળખાતું આ સશસ્ત્ર દળ પ્રતિષ્ઠિત સ્પેશ્યલ ઓપેરેશન્સ ફોર્સ (એસઓએફ (SOF)) છે. તે જોઇન્ટ સ્પેશ્યલ ઓપરેશન્સ કમાન્ડ (જેએસઓસી (JSOC))નો આંતરિક હિસ્સો છે. તે યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રાથમિક કાઉન્ટર- ટેરરિસ્ટ યૂનિટ છે. ડેલ્ટા ફોર્સની પ્રાથમિક જવાબદારીઓમાં ત્રાસવાદ વિરોધી કાર્યવાહી, વિદ્રોહ દબાવવાની કાર્યવાહી અને રાષ્ટ્રીય હસ્તક્ષેપ વખતે કાર્યવાહી કરવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે આ અત્યંત બાહોશ દળ અપહ્યતોને છોડાવવા અને દરોડા સહિતના ગુપ્ત મિશનો પાર પાડવા માટે પણ સક્ષમ છે.[]

1st Special Forces Operational Detachment-Delta (Airborne)
US Army Special Operations Command patch worn by Delta
સક્રિયNovember 21, 1977 – present
દેશ United States
શાખા US Army
પ્રકારUnited States Special Operations Forces
ભાગVersatile Special Operations Force, mainly trained for Counter-Terrorism
કદUnknown
આનો ભાગ છે United States Special Operations Command
United States Army Special Operations Command
ચિત્ર:JSOC emblem 2.jpg Joint Special Operations Command
મુખ્યમથકFort Bragg, North Carolina (35.12047,-79.363775)
હૂલામણાં નામોDelta Force, Delta
યુદ્ધોOperation Eagle Claw
Operation Urgent Fury
Operation Just Cause
Operation Acid Gambit
Operation Desert Storm
Operation Restore Hope
Operation Gothic Serpent
Operation Enduring Freedom
Operation Iraqi Freedom

1970ના દાયકામાં સંખ્યાબંધ કુખ્યાત ત્રાસવાદી બનાવો યુ.એસ. (U.S.) સરકારને કાઉન્ટર- ટેરરિસ્ટ યૂનિટને રચવા તરફ દોરી ગયા, જેના પગલે ડેલ્ટાની રચના કરવામાં આવી હતી. 1960ની શરૂઆતના વર્ષોમાં ચાવીરૂપ લશ્કરી અને સરકારી અધિકારીઓને આ પ્રકારના એકમ માટેના નમૂના બાબતે માહિતી આપી દેવામાં આવી હતી. યુએસ (US) આર્મી સ્પેશ્યલ ફોર્સીસના સભ્ય ચાર્લ્સ બેકવિથે બ્રિટિશ સ્પેશ્યલ એર સર્વિસ (22 એસએએસ (SAS) રેજિમેન્ટ)માં વિનિમય અધિકારી તરીકે કામ કર્યું હતું. બેકવિથે પરત ફર્યા બાદ એક વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો, જેમાં તેમણે લશ્કર પાસે એસએએસ (SAS) -પ્રકારના એકમો ન હોવાનો મુદ્દો ઉજાગર કર્યો હતો. તે સમયે યુ.એસ. (U.S.) આર્મી સ્પેશ્યલ ફોર્સીસે રૂઢિમુક્ત યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ બેકવિથે સીધા પગલાં લેવા અને ત્રાસવાદ વિરોધી કાર્યવાહી માટેના ખાસ નિષ્ણાત અતિ સ્વાયત્ત દળોની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું. બેકવિથે સૈનિક અને સરકારી મહાનુભાવોને આ વાત કહેતા શરૂઆતમાં તેમણે સ્પેશ્યલ ફોર્સીસના સ્તરીકરણની બહાર કોઇ પણ યુનિટ રચવા માટે ખચકાટ અનુભવ્યો હતો. જોકે, ત્રાસવાદી ઘટનાઓ વધતાં, અંતે 70ના દાયકાની મધ્યમાં પેન્ટાગોનના અધિકારીઓએ બેકવિથને આ પ્રકારનું એકમ બનાવવા માટે આગળ વધવા કહ્યું.[]

જેના પગલે બેકવિથે 24 મહિનામાં તેમનું નવું એકમ મિશન માટે તૈયાર કરવાનું નક્કી કર્યું. દરમિયાન, 5મી સ્પેશ્યલ ફોર્સીસ ગ્રુપ દ્વારા બ્લુ લાઇટ નામની નાની ત્રાસવાદ-વિરોધી ટુકડીની રચના કરવામાં આવી. 1980ના દાયકાની શરૂઆતમાં ડેલ્ટા સંપૂર્ણ રીતે કાર્યરત થયું ન હતું ત્યાં સુધી આ ટુકડીએ મોરચો સંભાળ્યો હતો. ડેલ્ટાની રચનાના થોડા સમય બાદ જ 4 નવેમ્બર, 1979ના દિવસે 53 અમેરિકનોને બંદી બનાવવામાં આવ્યા અને ઇરાનના તેહરાનમાં આવેલા યુ.એસ. (U.S.)ના દૂતાવાસમાં રાખવામાં આવ્યાં. ડેલ્ટાને ઓપરેશન ઇગલ ક્લો સોંપવામાં આવ્યું, અને છૂપી રીતે ઇરાનમાં પ્રવેશીને બળ વાપરીને બંધકોને દૂતાવાસમાંથી 24 અને 25 એપ્રિલ, 1980ની રાતે બચાવવાનો આદેશ આપવામાં આવ્યો. હવાઇ સમસ્યાઓ અને અકસ્માતોને કારણે આ ઓપરેશન પડતું મૂકવામાં આવ્યું. બાદમાં આ ઓપરેશનની નિષ્ફળતાનું મૂલ્યાંકન કરનાર રીવ્યૂ કમિશને તેની નિષ્ફળતા માટે 23 કારણો શોધી કાઢયાં હતાં. આ કારણોમાં વિમાને અનુભવેલી અને પહેલેથી ન કહેવામાં આવેલી હવામાનની સમસ્યા, મલ્ટી-સર્વિસ કોમ્પોનન્ટ કમાન્ડરો વચ્ચે કમાન્ડ-એન્ડ-કન્ટ્રોલની સમસ્યાઓ, હેલિકૉપ્ટર અને ગ્રાઉન્ડ-રીફ્યુઅલિંગ ટેન્કર એરક્રાફ્ટ વચ્ચેની ટક્કર, લશ્કરી ટુકડી અભિયાન માટે ટ્રાન્સલોડિંગ/રીફ્યુઅલિંગ સ્થળ પર પહોંચે તે પહેલાંની યાંત્રિક ખામીઓને લીધે આઠની જગ્યાએ માત્ર પાંચ હેલિકૉપ્ટરની ઉપલબ્ધતા (લઘુતમ જરૂરિયાત કરતા એક ઓછું) વગેરેનો સમાવેશ થતો હતો.[]

આ ઓપરેશન નિષ્ફળ ગયા બાદ, યુ.એસ.(U.S.) સરકારે કેટલાક નવા કાઉન્ટર- ટેરરિસ્ટ યૂનિટો ઊભા કર્યા. નાઇટસ્ટૉકર્સ તરીકે પણ ઓળખાતી 160મી સ્પેશ્યલ ઓપરેશન્સ એવિએશન રેજિમેન્ટ (એરબોર્ન)ને ડેલ્ટા માટે ખાસ રચવામાં આવી. ડેલ્ટાના ઘૂસણખોરી/દુશ્મનના પ્રદેશોમાં ઘૂસીને સૈનિકોને બચાવવાના ઓપરેશન ઇગલ ક્લો જેવા અભિયાનો પાર પાડવા માટે આ રેજિમેન્ટ તૈયાર કરવામાં આવી હતી. દરિયાઇ ઘટનાઓ માટે નૌકાદળની સીલ (SEAL) ટીમ સિક્સ બનાવવામાં આવી. યુ.એસ. (U.S.) લશ્કરની વિવિધ શાખાઓ અને ત્રાસાવાદ-વિરોધી દળો વચ્ચેની સંયુક્ત તાલીમ પર ધ્યાન રાખવા અને નિયંત્રણ માટે પણ જોઇન્ટ સ્પેશ્યલ ઓપરેશન્સ કમાન્ડની રચના કરવામાં આવી.

સંગઠન અને માળખું

ફેરફાર કરો

આ એકમ યુએસ (US) આર્મી સ્પેશ્યલ ઓપરેશન્સ કમાન્ડ (યુએસએએસઓસી (USASOC)) હેઠળ આવે છે. પરંતુ તેનું નિયંત્રણ જોઇન્ટ સ્પેશ્યલ ઓપરેશન્સ કમાન્ડ (જેએસઓસી (JSOC)) દ્વારા થાય છે. અપ્રત્યક્ષ રીતે આ એકમ વિષેની તમામ માહિતી વિગતવાર રીતે વર્ગીકૃત કરવામાં આવેલી છે. ચોક્કસ મિશનો અથવા ઓપરેશન્સની વિગત સામાન્ય રીતે જાહેરમાં ઊપલબ્ધ નથી હોતી. કમાન્ડ સાર્જન્ટ મેજર એરિક એલ. હાને (નિવૃત્ત)ના ઇન્સાઇડ ડેલ્ટા ફોર્સ પુસ્તક સહિતના કેટલાક સૂત્રો દર્શાવે છે કે આ એકમ 800 થી 1000 સૈનિકોનું બનેલું છે જેમાં નીચેના દળોનો સમાવેશ થાય છે:

ટુકડીઓના નામો

ફેરફાર કરો
  • ડી (D) – અધિકાર અને નિયંત્રણ (મુખ્યમથક)
  • ઇ (E) – સંદેશાવ્યવહાર, ગુપ્ત માહિતી અને વહીવટી મદદ (નાણાં, સરંજામ પૂરો પાડવો, તબીબી ટુકડી, સંશોધન અને વિકાસ, ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ વગેરે. સહિત)
  • એફ (F)– ઓપરેશનલ શાખા (ચાલકોનું જૂથ)
  • તબીબી ટુકડીઓ ફોર્ટ બ્રેગ્ગ અને દેશભરનાં અન્ય બીજા મથકો ખાતે ગુપ્તરીતે ખાસ ડોક્ટરોને તૈયાર કરે છે, જેથી જરૂર મુજબ તબીબી મદદ પૂરી પાડી શકાય.
  • ઓપરેશનલ સપોર્ટ ટ્રૂપ, અથવા "ધ ફની પ્લટૂન" એ ડેલ્ટાની આંતરિક ગુપ્ત માહિતી શાખા છે. ઇન્ટેલિજન્સ સપોર્ટ એક્ટિવિટી સાથે લાંબા સમયના વિવાદ/સ્પર્ધા બાદ તેને ઊભું કરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતી ભેગી કરવા આ ટુકડી ડેલ્ટાની દખલ પહેલા જ જે-તે દેશમાં ઘૂસી જાય છે.
  • એવિએશન સ્ક્વૉડ્રન, ડેલ્ટા તેમના અભિયાનના સ્થળ પર જવા અને પરત ફરવા તેમજ તાલીમ માટે મોટેભાગે 160મી સ્પેશ્યલ ઓપરેશન્સ એવિએશન રેજિમેન્ટ અને યુએસ (US) હવાઇ દળ પર આધાર રાખે છે, પરંતુ તેમના એકમની અંદર એક નાનું હવાઇ દળ છે જેનો ઉપયોગ તેમની મર્યાદિત આંતરિક હવાઇ અવરજવર માટે કરવામાં આવે છે. આ હવાઇ દળ બાર એએચ-6 (AH-6) અટૅક અને એમએચ (MH)-6 ટ્રાન્સપોર્ટ હેલિકૉપ્ટરો ધરાવે છે (જોકે આ આંકડો હવે વધ્યો હશે). પાઇલટોની પસંદગી લશ્કરી દળો, 160મી એસઓએઆર (SOAR) અથવા તો હેલિકૉપ્ટર પાઇલટ તરીકેની તાલીમ પામેલા ડેલ્ટાના જ સૈનિકોમાંથી કરાય છે કે કેમ તે બાબત જાણી શકાઇ નથી.
  • ઓપરેશનલ સંશોધન વિભાગ
  • તાલીમ પાંખ

ડેલ્ટા ફોર્સનું માળખું બ્રિટિશ 22 સ્પેશ્યલ એર સર્વિસ રેજિમેન્ટ જેવું જ છે. ડેલ્ટાના સર્જક ચાર્લ્સ બેકવિથને આ જ રેજિમેન્ટે ડેલ્ટાની રચના માટેની પ્રેરણા આપી હતી. નોટ અ ગુડ ડે ટુ ડાઇ: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઓપરેશન એનાકોન્ડા , આર્મી ટાઇમ્સ ના કર્મચારી લેખક સીન નેયલર દ્વારા ડેલ્ટામાં આશરે 1,000 ચાલકો હોવાનું વર્ણવવામાં આવ્યું છે.[] નેયલરે લખ્યું છે કે તેમાંથી આશરે 250 જેટલા ચાલકોને સીધી કાર્યવાહી અને જાસૂસી પૂર્વ-તપાસ અભિયાનો હાથ ધરવા માટે તાલીમ પામેલા છે. [] તેમાં કાર્યવાહી કરનારી મુખ્ય ત્રણ સ્ક્વૉડ્રન છે:

  • એ (A) સ્ક્વૉડ્રન
  • બી (B) સ્ક્વૉડ્રન
  • સી (C) સ્ક્વૉડ્રન

આ સ્ક્વૉડ્રનો એસએએસ (SAS) "સૅબર સ્ક્વૉડ્રન"ના સંગઠન પર આધારિત છે અને દરેક 75 થી 85 લડાકુ ધરાવે છે.[] દરેક સૅબર સ્ક્વૉડ્રનને ત્રણ ટુકડીમાં વિભાજિત કરી દેવામાં આવી છે. એક રેકિ/સ્નાઇપર ટુકડી અને બે ડાયરેક્ટ એક્શન/એસોલ્ટ ટુકડીનો તેમાં સમાવેશ થાય છે. આ ટુકડીઓ ટીમ તરીકે અથવા તો ચારથી છ લડાકુના નાના જૂથ બનાવીને કોઇ પણ કાર્યવાહી હાથ ધરી શકે છે. 29 જૂન, 2006ના રોજ ડેલ્ટા (DELTA)ના માઇકલ વિકર્સે અન્ય તમામ સ્પેશ્યલ મિશન યુનિટોની સાથે હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીને સોગંદનામું આપ્યું હતું. આ સોગંદનામામાં વધારાની સ્ક્વૉડ્રન ઉમેરવા અને કદમાં ત્રીજા ભાગનો વધારો કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.

ભરતી અને તાલીમ

ફેરફાર કરો

ડેલ્ટામાં ભરતી થનારામાં મોટાભાગના યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સ્પેશ્યલ ફોર્સીસ અને 75મી રેન્જર રેજિમેન્ટમાંથી આવતા હોય છે, પરંતુ કેટલાક લડાકુઓ સેનાના અન્ય એકમોમાંથી પણ આવતાં હોય છે. [] 1990ના વર્ષોથી સેનાએ ફર્સ્ટ એસએફઓડી-ડી (SFOD-D) માટેની ભરતીની જાહેરાતો આપવાની શરૂ કરી છે[] જે ડેલ્ટા ફોર્સ માટેની હોવાનું ઘણા લોકોનું માનવું છે. જોકે, સેનાએ આ ફોર્સ માટે ક્યારેય કોઇ પણ સત્તાવાર તથ્યો બહાર પાડ્યા નથી. ફોર્ટ બ્રેગ્ગના અખબાર પેરાગ્લાઇડ માં દર્શાવવામાં આવેલી ભરતીની જાહેરાત ડેલ્ટા ફોર્સના નામનો સંદર્ભ લઇને લખે છે "...વિશિષ્ટ લડાઇ કૌશલ્યની વ્યાપક વિવિધતાથી શસ્ત્રોના ઉપયોગ સાથે તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોય તેવા અભિયાનો હાથ ધરવા માટે બનાવવામાં આવેલું યુ.એસ. (U.S.) સેનાનું સ્પેશ્યલ ઓપરેશન્સ યુનિટ..."[] ભરતીની આ જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું છે કે તમામ અરજદારો ઇ-4 (E-4)થી લઇને ઇ-8 (E-8)ની હદમાં અને પુરુષ હોવા જોઇએ. લશ્કરમાં સેવા આપવાની નોંધણીમાં ઓછામાં ઓછા અઢી વર્ષની નોકરીનો સમય બાકી હોવો જોઇએ, ઉંમર 21 અથવા તેનાથી વધુ હોવી જોઇએ. તેમજ પ્રવેશ માટે ધ્યાનમાં લેવાનારી ચર્ચામાં ભાગ લેવા માટે આર્મ્ડ સર્વિસીસ વોકેશનલ એપ્ટિટ્યુડ બેટરી ટેસ્ટમાં પૂરતો ઊંચો સ્કોર કરવો જરૂરી છે.

ઐતિહાસિક પસંદગી પ્રક્રિયા

ફેરફાર કરો

એરિક હાનેનાં પુસ્તક ઇન્સાઇડ ડેલ્ટા ફોર્સમાં તેની પ્રારંભની પસંદગી પ્રક્રિયાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. હાને લખે છે કે પસંદગી પ્રક્રિયા પુશ-અપ્સ, સિટ-અપ્સ અને 3-mile (4.8 km) દોડ જેવી આવશ્યક પરીક્ષાથી શરૂ થઇ હતી. તેમાંથી પસંદગી પામેલા ઉમેદવારોને બાદમાં જમીન પરની પરીક્ષાઓની શ્રેણીમાંથી પસાર કરવામાં આવ્યાં,18-mile (29 km) જેમાં ઘોર-અંધકારમાં જમીન ખૂંદવાની કસોટીમાં પીઠ પર 40-pound (18 kg) થેલો ભરાવવાની કસોટીનો સમાવેશ થતો હતો. જેમ પીઠ પરના થેલાનું વજન અને જમીનનું અંતર વધતું જતું હતું તેમ આ પરીક્ષા પૂરી કરવાના સમયના માપદંડો દરેક કૂચ સાથે ઘટતાં જતાં હતાં. અત્યંત ઉબડખાબડ ભૂપ્રદેશ પર થેલો ઊંચકીને થયેલી કૂચ 75-pound (34 kg) સાથે આ શારીરિક પરીક્ષા પૂરી થઇ. 40-mile (64 km) હાનેએ આગળ લખ્યું છે કે માત્ર વરિષ્ઠ અધિકારી અને ભરતીનો હવાલો સંભાળતા એનસીઓ (NCO)ને જ નક્કી કરેલી સમયમર્યાદા જોવાની પરવાનગી હતી, પરંતુ અન્ય મૂલ્યાંકનો અને પસંદગીના કાર્યો તેમજ શરતો ડેલ્ટા તાલીમના લશ્કરી માળખા દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. [][૧૦] સંખ્યાબંધ મનોવૈજ્ઞાનિક પરીક્ષાઓ સાથે કસોટીના માનસિક હિસ્સાની શરૂઆત કરવામાં આવી. ઉમેદવારો બાદમાં ડેલ્ટા સલાહકારો, મનોચિકિત્સકો અને કમાન્ડરોના બોર્ડ સમક્ષ ગયા. બોર્ડના દરેક અધિકારીએ ઉમેદવાર પર પ્રશ્નોની ઝડી વરસાવી અને તેના દરેક પ્રતિભાવ અને શૈલીનું સૂક્ષ્મ પરીક્ષણ કર્યું. અધિકારીઓનો આમ કરવા પાછળનો હેતુ ઉમેદવારને માનસિક રીતે થકવી દેવાનો હતો. છેલ્લે યુનિટ કમાન્ડરે ઉમેદવારનો સંપર્ક કરીને તે પસંદગી પામ્યો છે કે નહીં તે જણાવ્યું હતું. જે ઉમેદવાર તે સમયે ડેલ્ટા માટે પસંદગી પામ્યા, તેમને બાદમાં છ મહિનાની ઓપરેટર ટ્રેનિંગ કોર્સ (ઓટીસી (OTC))ની સઘન તાલીમ હેઠળ પસાર થવું પડ્યું હતું. જ્યાં તેઓ ત્રાસવાદ-વિરોધી કાર્યવાહી અને વિદ્રોહ સામે લડવાની પ્રક્રિયા શીખ્યા હતા. આ પ્રક્રિયાઓમાં અગ્નિ શાસ્ત્રની સચોટતા અને વિવિધ દારૂગોળાની તાલીમનો સમાવેશ થતો હતો. [૧૦] સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીનું અત્યંત ગુપ્ત સ્પેશ્યલ એક્ટિવિટીઝ ડિવિઝન (એસએડી (SAD)) અને વધુ ચોક્કસ રીતે કહીએ તો તેનું ઉત્કૃષ્ટ સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી (SOG)) ઘણી વખત ડેલ્ટા ફોર્સમાંથી ચાલકોની ભરતી કરે છે.[૧૧]

ડેલ્ટા ફોર્સે પ્રસંગોપાત મિત્ર દેશોના તેના જેવા જ એકમો સાથે પરસ્પર-તાલીમ લીધી છે. આવા એકમોમાં ઓસ્ટ્રેલિયન સ્પેશ્યલ એર સર્વિસ રેજિમેન્ટ, બ્રિટિશ સ્પેશ્યલ એર સર્વિસ અને સ્પેશ્યલ બોટ સર્વિસ, કેનેડાના જોઇન્ટ ટાસ્ક ફોર્સ 2, ફ્રાન્સના જીઆઇજીએન (GIGN), જર્મનીના જીએસજી 9 (GSG 9) અને ઇઝરાયેલના સયેરેટ મટ્કલનો સમાવેશ થાય છે.[૧૨] તેમણે એફબીઆઇ (FBI)ની હોસ્ટેજ રેસ્ક્યુ ટીમ અને નેવીના ડેવગ્રુ (DEVGRU) જેવા યુ.એસ. (U.S.)ના અન્ય કાઉન્ટર- ટેરરિસ્ટ યૂનિટો સાથે પણ પરસ્પર-તાલીમ લીધી છે.

પૅન્ટાગૉન ડેલ્ટા ફોર્સ વિશેની માહિતી પર અત્યંત નિયંત્રણ રાખે છે તેમજ આ અત્યંત ગુપ્ત એકમ અને તેની પ્રવૃતિઓ વિશે જાહેરમાં કંઇ પણ બોલવાનું ટાળે છે. ડેલ્ટા લડાકુઓને વિપુલ પ્રમાણમાં લવચીકતા અને સ્વાયત્તતા આપવામાં આવી છે. તેમની ઓળખ છૂપાવવા માટે તેઓ ભાગ્યે જ ગણવેશ પહેરે છે અને ફરજ પર હોય કે ના હોય પણ મોટેભાગે સામાન્ય કપડાં જ પહેરે છે. [૧૦] જ્યારે તેઓ લશ્કરી ગણવેશ પહેરે છે ત્યારે તેમાં કોઇ પણ પ્રકારના નિશાનો, અટક અથવા તો શાખાના નામ જોવા મળતાં નથી. [૧૦] સામાન્ય નાગરિકોમાં ભળી જવા માટે તેમના જેવી વાળની સ્ટાઇલ અથવા દાઢી રાખવાની તેમને છૂટ હોય છે. સેનાના માણસ તરીકેની ઓળખ છતી ન થાય તે માટે આ પ્રકારની છૂટ આપવામાં આવે છે. [૧૦][૧૩]

ઓપરેશન્સ અને છૂપી કાર્યવાહીઓ

ફેરફાર કરો

ડેલ્ટાને સોંપવામાં આવતા ઓપરેશન્સ અત્યંત વર્ગીકૃત હોય છે અને જાહેર જનતાને ક્યારેય તેની ખબર હોતી નથી. જોકે, કેટલાક ઓપરેશન્સની વિગતો લોકો સુધી પહોંચી ગઇ છે. ડેલ્ટાને કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું હોય અને ઓપરેશનની યોજનાઓ ઘડાઇ ગઇ હોય, પરંતુ જે-તે કારણસર છેલ્લે તેમને ન મોકલવામાં આવ્યા હોય તેવું કેટલીય વખત બની ચૂક્યું છે. જાણીતાં ઓપરેશન અને તેમની વ્યૂહાત્મક ગોઠવણી કરાઇ હોય તેવી ઘટનાઓ આ મુજબ છે:

મધ્ય અમેરિકન ઓપરેશન્સ

ફેરફાર કરો

મધ્ય અમેરિકામાં ડેલ્ટાની કાર્યવાહી વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. જેમાં સાલ્વાડોરન ક્રાંતિકારી જૂથ ફેરાબુન્ડો માર્તી નેશનલ લિબરેશન ફ્રન્ટ સામે લડવું અને સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સી દ્વારા ફંડ મેળવતા નિકારાગુઆના કોન્ટ્રાસને મદદ કરવાનો સમાવેશ થાય છે. [૧૦]

ઓપરેશન અર્જન્ટ ફ્યુરી

ફેરફાર કરો

ગ્રેનેડામાં ઓપરેશન અર્જન્ટ ફ્યુરીના પ્રથમ દિવસની વહેલી સવારે ડેલ્ટાનું બીજું અભિયાન છેડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રિચમન્ડ હિલ જેલ પર ચડાઇ કરીને ત્યાં બંધક બનાવાયેલા રાજકિય કેદીઓને બચાવવાના હતા. અઢારમી-સદીના જૂના કિલ્લાના અવશેષો પર બંધાયેલી આ જેલ ત્રણ બાજુથી ગીચ જંગલથી ઘેરાયેલી હતી અને ત્યાં આ ત્રણ બાજુથી પગે ચાલીને જઇ શકાય તેમ ન હતું. આ જંગલ સીધા ઢોળાવવાળી ટેકરીઓ પર ફેલાયેલું હતું. ચોથી બાજુ પર સાંકડા રસ્તાથી જઇ શકાય તેમ હતું પણ તે રસ્તો બંને બાજુ ઊંચા વૃક્ષોથી ભરેલો હતો. હેલિકૉપ્ટર આક્રમણ ટુકડી ઉતરી શકે તેવી કોઇ જગ્યા જેલમાં નહોતી. સીધી ખીણના એક હિસ્સામાં રિચમન્ડ હિલ આવેલી હતી. આજુબાજુ ખીણની સાથે એક ઊંચા શીખર પર અન્ય એક જુનો ફ્રેડરિક કિલ્લો હતો, જેમાં ગ્રેનેડાનું લશ્કર રહેતું હતું. ફ્રેડરિક કિલ્લા પરથી લશ્કર સરળતાંથી નીચેના ઢોળાવો અને ખીણના તળિયાના હિસ્સા પર નાના શસ્ત્રો અને મશીન ગન ચલાવીને કાબૂ રાખી શકે તેમ હતું. ગ્રેનેડાના લશ્કર દ્વારા ચાલુ ગોળીબાર વચ્ચે ડેલ્ટા ફોર્સના હેલિકૉપ્ટરો સવારે 6.30 વાગ્યે આ ખીણમાં ઉડ્યા.[સંદર્ભ આપો]

ટાસ્ક ફોર્સ 160ના હેલિકૉપ્ટરોએ ખીણમાં ઉડીને પોતાનાં મોઢાં જેલ તરફ રાખ્યાં. હેલિકૉપ્ટર ઉતરી શકે તેમ ન હોવાથી ડેલ્ટા લડાકુઓએ હેલિકૉપ્ટરના દરવાજામાંથી દોરડાં દ્વારા લટકવાનું શરૂ કર્યું. દોરડાઓથી મોટાપાયે લડાકુઓને લટકતાં જોઇને બચવાના ભાગરૂપે હેલિકૉપ્ટરો પર જેલમાંથી ભારે ગોળીબાર શરૂ થઇ ગયા. એટલું જ નહીં, પાછળથી ફ્રેડરિક કિલ્લા પરથી દુશ્મન દળોએ પણ નાના શસ્ત્રો અને મશીન ગનોમાંથી ઘાતક રીતે ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી દીધી. આ ઘટનાને નજરે જોનારા ગ્રેનેડાના નાગરિકોના મતે આ ઘટના બાદ ઘણાં હેલિકૉપ્ટરો ખીણમાંથી ભાગી ગયા હતાં. એક કિસ્સામાં તો એવું બન્યું હતું કે પાઇલટે આદેશો વગર જ હેલિકૉપ્ટરને પાછું વાળી દીધું હતું અને હુમલામાં જવાની ના પાડી દીધી હતી. આ નાઇટસ્ટોકર પાઇલટ પર બાદમાં હુમલો ઇચ્છતા ડેલ્ટાના સભ્યો દ્વારા કાયરતાના આરોપો ઘડાયા હતા, પરંતુ બાદમાં આ આરોપો પડતાં મૂકાયાં હતાં. [૧૪]

એરોપોસ્ટલ ફ્લાઇટ 252

ફેરફાર કરો

29 જુલાઇ, 1984ના રોજ એરોપોસ્ટલની કારાકાસથી કુરાકાઓ ટાપુ જતી ફ્લાઇટ 252ને હાઇજૅક કરી લેવામાં આવી. બે દિવસ બાદ, ડીસી-9(DC-9)માં વેનેઝુએલાના કમાન્ડો ધસી ગયા અને હાઇજૅકરોને મારી નાખ્યાં. [૧૫] આ કસોટીના સમયમાં ડેલ્ટા ફોર્સે મદદ કરી હતી. [૧૬]

અશિલ્લે લૉરા હાઇજૅક

ફેરફાર કરો

સાયપ્રસ જતી વખતે અશિલ્લે લૉરા નું અપહરણ થયું ત્યારે પ્રમુખ રોનાલ્ડ રીગન દ્વારા નેવીની સીલ (SEAL) ટીમ સિક્સ અને ડેલ્ટા ફોર્સને તૈનાત કરવામાં આવી હતી અને ગમે ત્યારે આ જહાજને અપહરણકર્તાઓના કબજામાંથી મુક્ત કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

ઓપરેશન રાઉન્ડ બોટલ

ફેરફાર કરો

લેબનોનના બૈરુતમાં ડેલ્ટા દ્વારા ત્રણ ટીમોની મદદથી હીઝ્બોલ્લાહ દ્વારા બંધક બનાવવામાં આવેલા પશ્ચિમીઓને છોડવવાની યોજના ઘડવામાં આવી હતી. પરંતુ વાટાઘાટોમાં બંધકોના બદલામાં હથિયારો આપવાનું નક્કી થયા બાદ આ યોજના પડતી મૂકાઇ. લોસ એન્જલસ ટાઇમ્સમાં ઇરાન-કોન્ટ્રા અફેરનો ઘટસ્ફોટ થયા બાદ અંતે આ ઓપરેશન રદ કરવું પડ્યું હતું. [૧૭]

ઓપરેશન હેવી શેડો

ફેરફાર કરો

કિલિંન્ગ પાબ્લો નામના પોતાના પુસ્તકમાં માર્ક બોડેન સૂચવે છે કે ડેલ્ટા ફોર્સ સ્નાઇપરે કોલંબિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારનો કાંટો કાઢી નાખ્યો હોવાની શક્યતા છે. આ બાબતે કોઇ નક્કર પુરાવાઓ ઊપલબ્ધ નથી. જોકે સામાન્ય રીતે આ સમગ્ર ઘટનાનો શ્રેય કોલંબિયાના સલામતી દળોને આપવામાં આવે છે.

ઓપરેશન જસ્ટ કોઝ

ફેરફાર કરો

યુએસ (US) દળો દ્વારા ઓપરેશન જસ્ટ કોઝ હાથ ધરાયું તે પહેલા ઘણા ચાવીરૂપ ઓપરેશન્સ સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા થઇ ચૂક્યાં હતાં. પનામા શહેરમાં આવેલી કાર્સલ મોડેલો જેલમાં બંધક બનાવાયેલા કર્ટ મુસેને છોડવીને પાછા લાવવા માટે ડેલ્ટાને ઓપરેશન એસિડ ગૅમ્બિટ નામનું ઓપરેશન સોંપવામાં આવ્યું હતું. ઓપરેશન નિફ્ટી પેકેજ એ ડેલ્ટાને સોંપાયેલું અન્ય મહત્વનું ઓપરેશન હતું, જેમાં જનરલ મેન્યુઅલ એન્ટોનિઓ નોરિએગાની ધરપકડ કરવામાં આવી હતી.

ઓપરેશન ડેઝર્ટ શીલ્ડ/ડેઝર્ટ સ્ટોર્મ

ફેરફાર કરો

ડેઝર્ટ સ્ટોર્મ વખતે ડેલ્ટાને તે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યું હતું અને ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જેમાં સાઉદી અરેબિયામાં જનરલ નોર્મન સ્વાર્ઝકોપ્ફને નજીકથી રક્ષણની માહિતી પૂરાં પાડતા નિયમિત સેનાના એકમોને મદદનો સમાવેશ થતો હતો. આ મદદને પગલે સેનાના સંપર્ક અધિકારીઓએ સ્વાર્ઝકોપ્ફના બોડીગાર્ડની વધતી જતી સંખ્યાને ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિટિશ સ્પેશ્યલ એર સર્વિસ અને અન્ય સહયોગી સ્પેશ્યલ ફોર્સના પક્ષે ડેલ્ટાને એસસીયુડી (SCUD) મિસાઇલો શોધવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.

ઓપરેશન ગોથિક સર્પન્ટ

ફેરફાર કરો

૩ ઓક્ટોબર 1993ના રોજ ડેલ્ટા ફોર્સના સભ્યોને યુ.એસ. (U.S.)આર્મી રેન્જર્સની સાથે સોમાલિયાના મોગાદિશુમાં ચાલી રહેલા સંઘર્ષ માટે મોકલવામાં આવ્યા. આ અભિયાનને ઓપરેશન ગોથિક સર્પન્ટ એવું કોડ નામ અપાયું હતું.

મોહમ્મદ ફરાહ ઐદિદના ઉચ્ચ લેફ્ટેનન્ટો અને અન્ય અત્યંત મહત્વના લોકોને ઝડપી પાડવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. આરપીજી (RPG) દ્વારા બે એમએચ-60એલ (MH-60L) બ્લેકહોક હેલિકૉપ્ટર ફૂંકી મરાયા બાદ આ અભિયાન પડતું મૂકવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ભીષણ જંગ ખેલાયો. જેમાં પાંચ ડેલ્ટા લડાકુ (છઠ્ઠો થોડા દિવસ બાદ મોર્ટાર હુમલામાં માર્યો ગયો), છ રેન્જર્સ, પાંચ સેના હવાઇદળના સભ્ય અને બે 10મી માઉન્ટેન ડિવિઝનના સૈનિકો માર્યા ગયા. જ્યારે સોમાલીઓના મૃત્યુના આંકાડા માટે વિવિધ દાવાઓ કરવામાં આવતાં હતાં. ઐદિદના સેક્ટર કમાન્ડરના મતે આ જંગમાં સોમાલીઓના મૃત્યુની સંખ્યા માત્ર 133 હતી,[૧૮] જોકે સોમાલિયામાં યુએસ (US) રાજદૂતના જણાવ્યા મુજબ આ સંખ્યા 1500થી 2000ની હતી. [૧૯] 1999માં લેખક માર્ક બોડેન દ્વારા પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતુંBlack Hawk Down: A Story of Modern War , જેમાં 3 ઓક્ટોબર, 1993ના બેટલ ઓફ મોગાદિશુની આસપાસની ઘટનાઓનો ચિતાર આપવામાં આવ્યો છે.[૧૩] આ પુસ્તક, યુદ્ધ તરફ દોરી ગયેલી કેટલીક ઘટનાઓ પહેલાં થયેલા ઓપરેશન્સમાં ડેલ્ટા ફોર્સની સંડોવણી હતી તેવો ટૂંકમાં ઉલ્લેખ કરે છે. [૧૩] આ પુસ્તક પરથી બાદમાં 2001માં દિગ્દર્શક રિડ્લી સ્કોટ્ટ દ્વારા ફિલ્મ બનાવવામાં આવી હતી.

ત્રાસવાદ-વિરોધી કાર્યવાહીની તાલીમ

ફેરફાર કરો

જાન્યુઆરી, 1997માં ડેલ્ટાની નાની આધુનિક ટીમને બ્રિટિશ એસએએસ (SAS)ના છ સભ્યો સાથે પેરુના લિમા મોકલવામાં આવ્યા હતાં. જાપાનના રાજદૂતના ઘર પર કબજો મેળવી લેવાયાની ઘટનામાં કાર્યવાહી કરવા તેમને મોકલાયા હતાં.[૨૦]

સીએટલ ડબલ્યુટીઓ (WTO)

ફેરફાર કરો

1999 સીએટલ ડબલ્યુટીઓ (WTO) કોન્ફરન્સની સલામતીની તૈયારીમાં પણ ડેલ્ટા ફોર્સના સભ્યોનો ફાળો હતો. ખાસ કરીને રાસાયણિક શસ્ત્રોના હુમલા સામે લડવા તેમણે તૈયારી કરી હતી. [૨૧]

ઓપેરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમ

ફેરફાર કરો
 
તોરા બોરામાં ડેલ્ટા ફોર્સ અને બ્રિટિશ સ્પેશ્યલ બોટ સર્વિસ કમાન્ડો

2001માં અફઘાનિસ્તાનમાં તાલિબાન પરની ચડાઇ વખતે પણ ડેલ્ટા ફોર્સને સામેલ કરવામાં આવી હતી. [૨૨] ડેલ્ટા ફોર્સે ઓસામા બિન લાદેન તેમજ અન્ય અલ-કાયદા અને તાલિબાન નેતાઓ જેવા હાઇ વેલ્યુ ટાર્ગેટ (એચવીટી (HVT)) ની શોધ માટે ત્રાટકવા એક એકમ બનાવ્યું હતું. ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમની ઓક્ટોબર 2001માં શરૂઆત થઇ ત્યારથી આ એકમની રચના કરવામાં આવી હતી. 75મી રેન્જર રેજિમેન્ટની મદદથી કરાયેલું આવું જ એક ઓપરેશન એરબોર્ન એસોલ્ટ હતું, જેમાં મુલ્લાહ મોહમ્મદ ઓમરના કંદહાર હવાઇપટ્ટી ખાતેના વડાંમથક પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે મોહમ્મદ ઓમરને પકડવામાં ડેલ્ટા ફોર્સનું આ અભિયાન નાકામ રહ્યું હતું, પરંતુ રેન્જર્સે એક મહત્વની વ્યૂહાત્મક હવાઇપટ્ટી કબજે કરી લીધી હતી.[૨૩]. વિવિધ સ્થળે ત્રાટકતી આ ટુકડીઓને ટાસ્ક ફોર્સ 11, ટાસ્ક ફોર્સ 20, ટાસ્ક ફોર્સ 121, ટાસ્ક ફોર્સ 145 અને ટાસ્ક ફોર્સ 6-26 જેવા વિવિધ નામ આપવામાં આવ્યાં હતાં. 2009માં ડેલ્ટા ફોર્સે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં પણ તેમની કાર્યવાહી આગળ ધપાવી હતી. એસએફઓડી-ડી (SFOD-D) અને ડેવગ્રુ (DEVGRU) દ્વારા હક્કાનીના નેટવર્ક સામે ઘણા વિજયો મેળવવામાં આવ્યા. હક્કાની તાલિબાનનું મહત્વનું અંગ હતું અને તેના સભ્યો જરૂર પડ્યે ગમે ત્યારે સીમા ઓળંગીને પાકિસ્તાનમાં જતા રહેતા હતા. [૨૪]

ઓપરેશન ઇરાકી ફ્રીડમ

ફેરફાર કરો
 
ઉદય અને કુસયના છેલ્લા સ્ટેન્ડ દરમિયાન આ ફોટો લેવામાં આવ્યો છે.નિયમિત સૈનિકોની સાથે એમઆઇસીએચ (MICH) હેલમેટ પહેરેલા ડેલ્ટા ફોર્સ ઓપરેટર્સ જોઇ શકાય છે.

ડેલ્ટા ફોર્સના લડાકુએ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું માનવામાં આવે છે તેવા કેટલાક ઓપરેશન્સમાંથી એક હતું 2003નું ઇરાક પરનું આક્રમણ. [૨૫] એવું કહેવાય છે કે તેઓ પહેલેથી જ છૂપી રીતે બગદાદમાં પ્રવેશી ચૂક્યા હતા. તેમણે લપાઇછુપાઇને ગુપ્ત વાતો સાંભળી અને ઇરાકી સંદેશાવ્યવહારની લાઇનો વિખેરી નાખીને હવાઇ હુમલાઓ માટે માર્ગદર્શન અને ખબરીઓનું નેટવર્ક ઊભું કરવાનું હતું. એપ્રિલ 2004ના ઓપરેશન ફેન્ટમ ફ્યુરીમાં તેમની ભૂમિકા ચાવીરૂપ રહી હતી, જેમાં તેમને યુએસએમસી (USMC) ટુકડીઓ સાથે સ્નાઇપર્સ તરીકે મોકલવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં તેમને મોકલવાનું રહસ્ય હજુ પણ અકબંધ જ છે. [૨૬]

ઉદય અને કુસય હુસૈન જ્યાં માર્યા ગયા હતા તે મોસુલ પરના કબજા વખતે પણ ડેલ્ટા હાજર હતા. સદ્દામ હુસૈનની ધરપકડ અને તે પહેલાં તેને શોધવા માટેના અભિયાનમાં પણ ડેલ્ટાની ભૂમિકા હતી. એમ પણ જાણવા મળ્યું છે કે 7 જૂન, 2006ના રોજ બાકુબાની ઉત્તરમાં આવેલા મેદાનમાં ડેલ્ટા હાજર હતા. ત્યાં રહેતા અલ-ઝરકાવીના સંકુલને તેમણે ઘેરો ઘાલ્યો હતો. ઘણી લાંબી શોધખોળ પછી ડેલ્ટાની નજરમાં ઝરકાવી આવ્યો હતો અને તરત જ તેમણે હવાઇહુમલા માટે કહી દીધું હતું. [૨૭]

ગ્રંથસૂચિ

ફેરફાર કરો
  • બેકવિથ, ચાર્લ્સ (ડોનાલ્ડ નોક્ષ સાથે)(1983). ડેલ્ટા ફોર્સ
  • હાને, એરિક એલ. (2002). ઇનસાઇડ ડેલ્ટા ફોર્સ. ન્યુયોર્ક: ડેલ્ટાકોર્ટે પ્રેસ, ૩૨૫. ISBN 978-0-226-77142-7
  • બોડેન, માર્ક (1999). બ્લેક હોક ડાઉન: એ સ્ટોરી ઓફ મોડર્ન વૉર . એટલાન્ટિક મન્થલી પ્રેસ. બર્કલે, કેલિફોર્નિયા (યુ.એસ.(U.S.)). ISBN 0-87113-738-0 ઓપરેશન ગોથિક સર્પન્ટ વિશે.
  • બોડેન, માર્ક (2001). કિલિંગ પાબ્લો: ધ હન્ટ ફોર ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ આઉટલૉ .

ISBN 0-87113-783-6 પાબ્લો એસ્કોબારની શોધ વિશે

  • Bowden, Mark (2006). Guests Of The Ayatollah: The First Battle In America's War With Militant Islam. Atlantic Monthly Press. ISBN 0-87113-925-1.
  • Bowden, Mark (2006). "The Desert One Debacle". The Atlantic Monthly. Unknown parameter |month= ignored (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  • નેયલર, સીન (2005). "નોટ અ ગુડ ડે ટુ ડાઇ: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઓપરેશન એનાકોન્ડા ", પેન્ગવિન ગ્રુપ, ન્યુ યોર્ક એબાઉટ ઓપરેશન એનાકોન્ડા
  • ગ્રિસવોલ્ડ, ટેરી. "ડેલ્ટા (DELTA), અમેરિકાસ એલાઇટ કાઉન્ટરટેરરિસ્ટ ફોર્સ", ISBN 0-87938-615-0
  • રોબિન્સન, લિન્ડા, માસ્ટર્સ ઓફ કેઓસ: ધ સીક્રેટ હિસ્ટરી ઓફ ધ સ્પેશ્યલ ફોર્સીસ
  • નેશનલ જીઓગ્રાફિક ડોક્યુમેન્ટરી: રોડ ટુ બગદાદ
  • પુશિસ, ફ્રેડ જે., et al. (2002). યુ. એસ. કાઉન્ટર-ટેરરિસ્ટ ફોર્સીસ. અનનોન: ક્રેસ્ટિલાઇન ઇમ્પ્રિન્ટ્સ, 201. ISBN 0-7603-1363-6.
  • હાર્ટમુટ શૌઉર: ડેલ્ટા ફોર્સ . મોટોરબક વેરલેગ, સ્ટુટ્ટગાર્ટ 2008. ISBN 978-3-613-02958-3
  • ડાલ્ટન ફ્યુરી: "કિલ બિન લાદેન", ISBN 978-0-312-56740-8

સંદર્ભો

ફેરફાર કરો
  1. http://www.military.com/Recruiting/Content/0,13898,rec_step02_special_forces,,00.html
  2. બેકવિથ, ચાર્લ્સ. "ડેલ્ટા ફોર્સ", એવોન બુક્સ, 2000. (માસ માર્કેટ પેપરબેક; ઓરિજિનલ વર્ક પબ્લિશ્ડ 1983.) ISBN 0-380-80939-7.
  3. ગેબ્રિઅલ, રીચાર્ડ એ. (1985). મિલિટરી ઇનકમ્પીટન્સ: વ્હાય ધ અમેરિકન મિલિટરી ડઝન્ટ વિન , હિલ એન્ડ વાન્ગ, ISBN 0-374-52137-9, pp. 106–116. એકંદરે, હોલોવે કમિશને આ ટાસ્કફોર્સના એડહોક સ્વરૂપ અને વધુ પડતી સલામતીને વખોડી કાઢ્યા હતાં, બંનેને કારણે કમાન્ડ-એન્ડ-કન્ટ્રોલના પ્રશ્નો વધુ વિકટ થયા છે.
  4. ૪.૦ ૪.૧ Naylor, Sean (2006). Not a Good Day to Die: The Untold Story of Operation Anaconda. Berkeley: Berkley Books. ISBN 0425196097. |access-date= requires |url= (મદદ)
  5. સીન નેયલર, એક્ષ્પેન્સન પ્લાન્સ લીવ મેની ઇન આર્મી સ્પેશ્યલ ફોર્સીસ અનઇઝી , આર્મ્ડ ફોર્સીસ જર્નલ, નવેમ્બર, 2006.
  6. http://www.globalsecurity.org/military/agency/army/sfod-d.htm
  7. પર્વતારોહક. એસએફઓડી-ડી (SFOD-D) નવા મેમ્બરો શોધે છે સંગ્રહિત ૨૦૧૦-૦૬-૦૨ ના રોજ વેબેક મશિન. ફોર્ટ કાર્સન, કોલોરાડો: પર્વતારોહક (પ્રકાશન). 16 જાન્યુઆરી, 2003.
  8. "Fort Bragg's newspaper Paraglide, recruitment notice for Delta Force". મૂળ માંથી જુલાઈ 14, 2011 પર સંગ્રહિત. મેળવેલ November 17, 2009. Text "To find the cited document, use the 11/12/2009 edition of Paraglide, page A6" ignored (મદદ); Check date values in: |archive-date= (મદદ)
  9. Beckwith, Charlie A (1983). Delta Force. Harcourt.
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ ૧૦.૫ Haney, Eric L. (2002). Inside Delta Force. New York: Delacorte Press. પૃષ્ઠ 325. ISBN 9780385336031. CS1 maint: discouraged parameter (link)
  11. વોલર, ડગ્લાસ (2003-02-03). "ધ સીઆઇએ (CIA) સીક્રેટ આર્મી" ટાઇમ (TIME) (ટાઇમ ઇન્કોર્પોરેશન). http://www.time.com/time/covers/1101030203/ સંગ્રહિત ૨૦૦૩-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન
  12. "Unit Profile: 1st Special Forces Operational Detachment - Delta (SFOD-D)". મૂળ માંથી 2010-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-10.
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ Bowden, Mark (1999). Black Hawk Down: A Story of Modern War. Berkeley: Atlantic Monthly Press. ISBN 0-87113-738-0. |access-date= requires |url= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  14. [રોનાલ્ડ એચ. કોલ, 1997, ઓપરેશન અર્જન્ટ ફ્યુરી: ધ પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન ઓફ જોઇન્ટ ઓપરેશન્સ ઇન ગ્રેનેડા 12 ઓક્ટોબર - 2 નવેમ્બર 1983 જોઇન્ટ હિસ્ટરી ઓફિસ ઓફ ધ ચેરમેન ઓફ ધ જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ વોશિંગ્ટન, ડીસી], p.62]
  15. Castro, Janice (1984-08-13). "Terrorism: Failed Security". TIME. મૂળ માંથી 2010-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  16. Offley, Edward (2002). "Chapter 13 - Going to War I: Realtime". Pen & Sword: A Journalist's Guide to Covering the Military. Marion Street Press, Inc. પૃષ્ઠ 220. ISBN 9780966517644.
  17. Smith, Mark (March 6, 2007). Killer Elite. St. Martin's Press. ISBN 0312362722.
  18. [૧]
  19. [૨]
  20. સ્પેશ્યલ ફોર્સીસ ઓપરેશનલ ડીટેચમેન્ટ - ડેલ્ટા
  21. "ન્યુઝ: ડેલ્ટાસ ડાઉન વિથ ઇટ (સીએટલ વીકલી)". મૂળ માંથી 2009-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
  22. "સપ્ટેમ્બર 2003 એન્જિનીઅર અપડેટ". મૂળ માંથી 2008-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
  23. [૩]
  24. સાન જોસ મર્ક્યુરી ન્યુઝ
  25. "W:\pmtr\ventura\#article\noonan.vp" (PDF). મૂળ (PDF) માંથી 2008-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-14.
  26. [૪]]
  27. [https://web.archive.org/web/20100812064558/http://www.time.com/time/magazine/article/0,9171,1202929,00.html સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૨ ના રોજ વેબેક મશિન ]]

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો