ડોસવાડા જળાશય યોજના
ડોસવાડા જળાશય યોજના એ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલી એક સિંચાઈ યોજના છે.
ડોસવાડા ગામની ઉપરવાસમાંથી નીકળતી મીંઢોળા નદી ઉપર ડોસવાડા ગામ પાસે બંધ બાંધવામાં આવેલો છે. આ બંધની ઊંચાઈ ૧૦ મીટર અને લંબાઈ ૭૭૭ મીટર જેટલી છે.[૧] આ બંધ કોંક્રીટ, ચણતર અને માટીકામ વડે બનાવવામાં આવેલ છે. આ બંધ વડે રચાતા જળાશયનો મહત્તમ વિસ્તાર ૧.૩૩ ચોરસ કિલોમીટર જેટલો છે, જેમાં ૪.૭૪૬ મિલિયન ઘન મીટર જેટલું પાણી સંગ્રહ કરી શકાય છે.
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |