જન્મ સ્થળ અને મૃત્યુ તારીખ ફેરફાર કરો

આ બંને પરિમાણો જો વિકિડેટામાં હોય તો જ દેખાય છે. સ્થાનિક લેખમાં હોય તો પણ દેખાતા નથી. આ માટે તેને વિકિડેટામાંથી લાવવાનું વૈકલ્પિક કરવા વિનંતી છે. @Aniket: આ જોઇ લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૧, ૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

ઢાંચાની આ વર્તણુક છેલ્લી ચર્ચા પ્રમાણે અને એ પછી થયેલા દસ્તાવેજીકરણ પ્રમાણે છે. દસ્તાવેજીકરણમાં ઉલ્લેખ કર્યો જ છે કે આ પરીમાણો હવે પછી ફક્ત વિકિડેટા પરથી જ આવશે. માટે એ પરીમાણો વિકીડેટામાં ઉમેરી દેવા એ વધારે યોગ્ય વિકલ્પ છે. --Aniket (ચર્ચા) ૧૫:૩૬, ૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
તે સુવિધાજનક રહેશે નહી. કેમ કે વિકિડેટામાં અસ્તિત્વ ન ધરાવતી 'એન્ટ્રી' ઈન્ફોબોક્સમાં ઉમેરવાની થઈ ત્યારે.? ફક્ત તે આર્ટિકલના ઈન્ફોબોક્સ માટે જ આપણે વિકિડેટામાં નવી એક એન્ટ્રીનું અલગ પાનું બનાવવાનું રહેશે. જે સુવિધાજનક નથી. બીજો કોઈ રસ્તો ? --Gazal world (ચર્ચા) ૧૮:૧૧, ૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
:હું મારી વાત જન્મ સ્થળ અને મૃત્યુ તારીખ પૂરતી જ સિમિત રાખીશ. જ્યાં સુધી તારીખની વાત છે ત્યારે વિકિડેટામાં હોવા ન હોવાનો પ્રશ્ન જ નથી કેમ કે તે તારીખ છે. જન્મ સ્થળની વાત છે તો વિકિડેટામાં ન હોવાના કોઈક જ ઉદાહરણ મળશે કેમકે ગુજરાતી લેખકો માટે તમામ ગામના લેખો અને તેમની વિકિડેટા એન્ટ્રી મોજૂદ જ છે. જોકે સ્થળની આ સ્થિતિ આદર્શ તો નથી પણ ખરાબ પણ ન એ નિર્ણય ગણી શકાય.--Vyom25 (ચર્ચા) ૧૯:૦૨, ૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
વિકિડેટામાં અસ્તિત્વ ન ધરાવતી 'એન્ટ્રી' ઈન્ફોબોક્સમાં ઉમેરવાની થાય ત્યારે એને વિકિડેટામાં ઉમેરી દેવાની રહે. લાબાં ગાળાની અસરો જોતા એ જ હિતાવહ લાગે છે.--Aniket (ચર્ચા) ૦૮:૫૧, ૧૮ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
I would like to invite @Nizil Shah:. --Gazal world (ચર્ચા) ૦૩:૧૫, ૧૯ માર્ચ ૨૦૧૮ એ નિર્ણય (IST)
કોઈક કારણસર માહિતી વિકિડેટામાં ન હોય તો ઇન્ફોબોક્સ એવી રીતે કામ કરી શકે કે જેથી લોકલ માહિતી વિકિડેટામાં માહિતી ન હોય ત્યારે દેખાય. જેથી કોઈ નવા સભ્ય માહિતી ઉમેરી શકે. આપણે તેને વિકિડેટા પર મુકીએ ત્યાં સુધી ત્યાં રહે તો બેય પક્ષે ફાયદો છે. આવું જ બીજા બધા પ્રોપર્ટીમાં પણ કરી શકાય જેમકે માતા-પિતા વિકિડેટામાં હોય તો ત્યાંથી આવે પણ ન હોય તો લોકલ ઉમેર્યું હોય તો પણ દેખાય.--Nizil Shah (ચર્ચા) ૧૭:૩૪, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)એ નિર્ણયઉત્તર
અરે તો સાહેબ લોકો આ જ વાતને કારણે વિકિડેટાનો અહીં અળશીઉપયોગ કરવાને હું વિરુદ્ધમાં હતો પરંતુ થોડા દિવસો અગાઉ થયેલ ચર્ચાને કારણે મને એવી છાપ/સમજ હતી કે આ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. જો ન ઉકેલાયો હોય તો ડેટા પરથી અહીં માહિતી લાવવી હિતાવહ નથી. ધવલભાઈ પણ અહીં ધ્યાન આપશો.--Vyom25 (ચર્ચા) ૧૭:૩૯, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
વ્યોમ જી, જે એક પરિમાણને લીધે (વ્યવસાય પરીમાણ)ને કારણે એ ચર્ચા ચાલુ થયેલી એ પરીમાણ માટે એ પ્રશ્ન ઉકેલાયેલો જ છે. તમારી સમજ સાચી જ છે. હાલ આ વાત વિકિડેટાની મુળભૂત ઉપયોગીતા વિષે છે. વિકિડેટાને ગુજરાતી સાથે લિંક કરાવાનો નિર્ણય કંઈ મારો નથી. હું તો કદાચ સૌથી છેલ્લે (ગયા વરસના અંતમાં, પૂના ખાતે) એ વિષે શીખ્યો. એ પહેલા મેં એ બાબત કશો પણ રસ લીધો નથી. મુળ ચર્ચાનો વિષય તો જે વસ્તુને સુવિધા અળશીજનક નથી નુ લેબલ મળી રહ્યું છે એ ખરેખર શું એટલું બધી અસુવિધાજનક છે? કાલે વળી કોઇ સહયોગ કર્તા એમ કહેશે કે વિકિની લખવાની ભાષા અસુવિધાજનક છે ફક્ત Plain text હોવી જોઈએ ત્યારે શું કરશું? હું કહેવા એમ માંગુ છું કે કોઇ અન્ય સમયે એક Policy Decision લેવાયેલું એને ફરી ઉથાપવું શા માટે? અહીં સ્પષ્ટતા કરવાની કે "ગુજરાતી વિકિને વિકિડેટા સાથે જોડીએ" એ કોઇ મારો અંગત નિર્ણય ન હતો કે મને એ નિર્ણય તરફ અંગત રીતે કોઈ પક્ષપાત હોય. મને લાગે છે કે આ મહિતિચોકઠાના છેલ્લા મેં કરેલા બધા જ ફેરફારો ઉલટાવી નાખુ છું એટલે વાત પતે. --Aniket (ચર્ચા) ૧૯:૦૩, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
સાહેબ વાત પતાવવા કરતાં તમે જે રીતે વ્યવસાયને ડેટા પરથી લાવી દીધો છે તેમ અન્ય પરિમાણને લાવવા પર કામ કરો ને. મારી દલીલ ક્યારેય સુવિધાને લઈને હતી જ નહિ. મારો અનુભવ એવો હતો કે ડેટા પરથી લાવવા જતાં જે માહિતી ત્યાં હોય તે આવે અળશીછે પરંતુ જો ત્યાં ન હોય તો સ્થાનિક માહિતી જે તે પરિમાણની હોય તે દેખાતી બંધ થાય છે. તો આમ થતાં માહિતી આપણે ગુમાવીએ છીએ. તે ન થવું જોઈએ. માટે મારી એવી વિનંતી/માંગ છે કે અન્ય પરિમાણ માટે આ ચાલુ કરો અને કોઈ મદદની જરુર હોય તો એ પણ જણાવો (કોડીંગ સિવાય). હું કરીશ.--Vyom25 (ચર્ચા) ૧૯:૧૫, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
બધા જ પરીમાણો માટે એ કરવાથી વિકિડેટાનો મુળ હેતુ જ મરી જાય છે પ્રભુ! એના કરતા પહેલા જે હતું તે બરોબર હતુ. આપણે આપણા વિકિના વિકાસ કરતા અંગત સગવડતાઓને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ એ આ ચર્ચાનો સાર નિકળે છે. માટે પહેલા અળશીજે હતુ તેમ છો ને રહ્યુ. --Aniket (ચર્ચા) ૧૯:૩૨, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

અળશી

ભાઈઓ, માફ કરજો આ ચર્ચા આટલી ચાલી અને મારો ઉલ્લેખ થયો છતાં કામની વ્યસ્તતાને કારને હું અહિં ધ્યાન આપી શક્યો નહિ. હું વ્યોમભાઈ સાથે સહમત છું. એમણે જે ઉલ્લેખ કર્યો છે તે ચર્ચામાં હું અને તેઓ અમે બે જણા એવા હતા કે જે માનતા હતા કે જો વિકિડેટામાંથી માહિતીચોકઠાની માહિતીઓ અહિં લાવવામાં આવે તેના પરિણામે આપણી પાસે અહિં અગાઉથી દાખલ કરેલી માહિતીનો ક્ષય થઈ જતો હોય તો એવા માહિતીચોકઠાઓ વિકિડેટામાંથી લાવવાનું ટાળવું જોઈએ (ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે અહિં સ્થાનિક પણે ઉમેરેલી માહિતી ત્યાં વિકિડેટામાં ના લઈ જવાય, જેથી વિકિડેટામાં થઈને તે પાછી અહિં દૃશ્યમાન બને). મને આ ચર્ચામાં ક્યાંય અંગત પક્ષપાત નજરે ચડતો નથી. અનિકેતભાઈ, તમે અહિં અને અન્ય ઢાંચાઓમાં કરેલી મહેનતની નોંધ સૌએ લીધી છે અને તેની સરાહના પણ કરીએ છીએ. ઉપર ઉઠાવેલો મુદ્દો કોઈ એક પરિમાણને માટે ન હતો. મૂળ ચર્ચા તો માતા-પિતાની માહિતી ન આવવાને કારણે ચાલુ થઈ હતી. આમ આ ચર્ચા મેં આ સંદેશામાં summarise કર્યા મુજબ એવા બધા જ માહિતીચોકઠાઓને લાગુ પડવી જોઈએ જે વિકિડેટામાંથી અહિં લાવતા, આપણે સ્થાનિકપણે ઉમેરેલી માહિતીનો ક્ષય થઈ જતો (માહિતી અદૃશ્ય થઈ જતી) હોય. વ્યોમભાઈ, તમે વિકિડેટાનો એવો કોઈ બોટ જાણો છો જે આપણી પાસે અહિં રહેલી બધી જ માહિતીને વિકિડેટામાં ખસેડી આપે અને સાથે સાથે જો કોઈ માહિતીના વિભાગ માટે ત્યાં યોગ્ય Item (કે પરિમાણ દાખલ કરવાની જગ્યા) ન હોય તે આપણને જણાવે? જો આપણે એ રસ્તે જઈઓ તો આપણી સમસ્યાનો ઉકેલ સહેલાઈથી આવી જાય એમ મને લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૩, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

ઢાંચો:માહિતીચોકઠું લેખકને ફેરફારો ને તારીખ ૦૨:૩૬, ૨૦૧૭ ડિસેમ્બર ૨૩‎ સુધીના Dsvyas ના ફેરફારો સુધી ઉલટાવી નાખવા વિનંતિ. ફેરફાર કરો

@Dsvyas, ઢાંચો:માહિતીચોકઠું લેખકના ફેરફારો ને તારીખ ૦૨:૩૬, ૨૦૧૭ ડિસેમ્બર ૨૩‎ સુધીના Dsvyas ના ફેરફારો સુધી ઉલટાવી નાખવા વિનંતિ. મેં એકાદ પ્રયત્ન કરી જોયો પણ મારાથી ન થયું. એક અન્ય કામમાં અટવાયેલો હોવાથી વધારે શોધખોળ કરી શકતો નથી. આભાર. --Aniket (ચર્ચા) ૧૯:૩૮, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૩, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
Return to "માહિતીચોકઠું લેખક" page.