ઢાલપૂચ્છ કે ઈલીયેટનો સર્પ કે ઈલીયેટ ( અંગ્રેજી: Elliot’s Shield Tail Snake દ્વિપદ-નામ: Uropeltis ellioti) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

ઢાલપૂચ્છ
ઢાલપૂચ્છ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: યુરોપેલ્ટીડેઈ
Species: Elliot’s Shield Tail Snake
દ્વિનામી નામ
Uropeltis ellioti

આ સર્પ ગુજરાતમાં ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યોની સરહદ પર આવેલા વિસ્તારોમાં જ જોવા મળે છે[]. કેમકે તેમને વધુ ભેજવાળુ વાતાવરણ, ડૂગરાળ પ્રદેશ અને ગાઢ જંગલો જ માફક આવે છે[]. આ સાપની પૂછડી પર ઢાલ જેવું ભીંગડું હોય છે[]. શરીરનો મુખ્ય રંગ ચળકતો ઘેરો બદામી અને એપા પર પીળા ટપકા વાળો હોય છે. ટપકાઓનું કદ પેેટ બાજુ વધારે મોટું હોય છે. મહત્તમ લંબાઈ ૩૨ ઇંચ નોંધવામાં આવી છે[].

 
ઢાલપૂચ્છની પૂંછડી

ઢાંલીયા ન હોય એવા જીવડાં, અળસિયા, ઉધઈ, કીડી-મંકોડા અને એમના ઇંડા - આ બધુ આ સર્પનું મુખ્ય ભોજન છે[].

પ્રજનન દરમ્યાન ૩ થી ૫ બચ્ચાને જન્મ આપે છે. ઈંડા મુકતો નથી[].

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૩.
  3. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૪.