તખ્તસિંહ પરમાર પારિતોષિક
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતો સાહિત્યિક પુરસ્કાર
તખ્તસિંહ પરમાર પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાતો સાહિત્યિક પુરસ્કાર છે. ગુજરાતી લેખકોના પ્રથમ પુસ્તકને માન્યતા આપતો આ પુરસ્કાર ૧૯૮૧માં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને દર બીજા વર્ષે આપવામાં આવે છે.[૧]
તખ્તસિંહ પરમાર પારિતોષિક | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૧૯૮૧ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૮૧ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૩ | |
પુરસ્કાર આપનાર | ગુજરાતી સાહિત્ય પરિષદ | |
વર્ણન | ગુજરાતી લેખકોના પ્રથમ પુસ્તકને અપાતો પુરસ્કાર | |
પ્રથમ વિજેતા | મંગલ રાઠોડ | |
અંતિમ વિજેતા | અનિલ ચાવડા |
પુરસ્કાર વિજેતા
ફેરફાર કરોપરિતોષિક મેળવનારાઓમાં સામેલ છે :[૨]
વર્ષ | પ્રાપ્તકર્તા | પુસ્તક |
---|---|---|
૧૯૮૦–૮૧ | મંગલ રાઠોડ | બાગમાં |
૧૯૮૨–૮૩ | સરૂપ ધ્રુવ | મારા હાથની વાત |
૧૯૮૪–૮૫ | કિરીટ પુરોહિત | કિલકિલ |
૧૯૮૬–૮૭ | હિમાંશી શેલત | અંતરાલ |
૧૯૮૮–૮૯ | હરીશ મીનાશ્રુ | ધ્રિબાંગ સુંદર એણી પેર બોલ્યા |
૧૯૯૦–૯૧ | મુકેશ વૈદ | ચાંદનીના હંસ |
૧૯૯૨–૯૩ | સંસ્કૃતિરાણી દેસાઈ | સૂર્યો જ સૂર્યો |
૧૯૯૪–૯૫ | અરવિંદ ભટ્ટ | એક પિંછુ મોરનુ |
૧૯૯૬–૯૭ | મીનાક્ષી દીક્ષિત | અંજની તને યાદ છે ? |
૧૯૯૮–૯૯ | કિરીટ દુધાત | બાપાની પીંપળ |
૨૦૦૦–૦૧ | રાજેશ પંડ્યા | પૃથ્વીને આ છેડે |
૨૦૦૨–૦૩ | મોના પાત્રાવાલા | રાની બિલાડો |
૨૦૦૪–૦૫ | વિપાશા | ઉપલેટા રંગોથી રિસાયેલી ભીંતો |
૨૦૦૬–૦૭ | અંકિત ત્રિવેદી | ગઝલપૂર્વક |
૨૦૦૮–૦૯ | સૌમ્ય જોશી | ગ્રીનરૂમ |
૨૦૧૦–૧૧ | પ્રેરણા કે. લીમાડી | અને રેતપંખી |
૨૦૧૨–૧૩ | અનિલ ચાવડા | સવાર લઇને |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશાન. પૃષ્ઠ 386. ISBN 978-93-82593-88-1.
- ↑ દેસાઈ, પારૂલ (2013). ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 40.